Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એની લોકોને જાણ થાય. કાલવૈશિકને એક મોટી બહેન હતી. જેને વિવાહ રાજાએ મુગશૈલ નગરના અધિપતિ હતશત્રુ રાજા જોડે કર્યો હતો.
એક સમયની વાત છે કે કાલશિક કુમારે રાત્રિના વખતે શીયાળને શબ્દ સાંભળી પિતાના સેવકને પૂછયું કે, આ શબ્દ શેને સંભળાઈ રહ્યો છે? સેવકેએ કહ્યું કે, આ શબ્દ શીયાળને સંભળાય છે. કુમારે કહ્યું કે તેને બાંધીને મારી પાસે લઈ આવો. સેવકો તેને બાંધીને કુમાર પાસે લઈ આવ્યા. અને કાલવેશિક ને સેંપી દીધું. કુમાર ખેલવાને ભારે શેખીન હતો એટલે તે શીયાળને વારંવાર લાકડીના ગોદા મારવા લાગ્યો. જેમ જેમ કુમાર તેને લાકડીને ગોદા મારવા લાગ્યું તેમ તેમ તે દુઃખી થઈને ખી...ખી...શબ્દ કરીને જોરથી ચીડાવા લાગ્યું. તેના શબ્દો સાંભળીને કુમાર ઘણે ખુશી થતું હતું અને જોરથી હસતે હતું. આ પ્રમાણે કુમારથી મારવામાં આવેલ તે શૃંગાલ મરીને અકામ નિજ રાથી વ્યંતરદેવ થઈ ગયું.
કુમાર જ્યારે યૌવન અવસ્થામાં આવે ત્યારે પ્રભાસ નામના આચાની પાસેથી ધાર્મિક ઉપદેશ સાંભળીને વિષયોથી વિરકત થઈને દીક્ષા ધારણ કરી શ્રતજ્ઞાનને ખૂબ અભ્યાસ કર્યો. જ્યારે તે મુનિ આગમિકજ્ઞાનથી વિશિષ્ટ જ્ઞાની બની ચુક્યા ત્યારે તેમણે એકાકી વિહારની પ્રતિમાને અંગીકાર કરી એક ગામથી બીજે ગામ વિહાર કરવાને પ્રારંભ કર્યો. વિહાર કરતાં કરતાં એક દિવસ મુદ્દગશૈલનગરમાં આવ્યા. ત્યાં તેમને હરસની બીમારી ઉત્પન્ન થઈ તેનાથી તેમને અત્યંત કષ્ટ થયું. પરંતુ આ વ્યાધિની ચિકિત્સા કરાવવાની ઈચ્છા પણ તેમને થઈ નહીં. આ વ્યાધિ કયારે મટશે, એવો સંકલ્પ પણ તેના દિલમાં ઉઠયે નહીં. પરંતુ એ વિચાર તેમના મનમાં અવશ્ય થયે કે, પોતાના કરેલા કર્મનું આ ફળ છે. આ પ્રમાણે દઢ અધ્યવસાયથી તેઓ પગથી ઉત્પન્ન થયેલી વેદનાને ખૂબ શૂરવીરતાથી સહન કરતા હતા. એક દિવસની વાત છે કે, જ્યારે ભિક્ષા માટે પર્યટન કરતાં કરતાં હતશત્રુ રાજાના મહેલમાં જઈ પહોંચ્યા. ત્યાં તેની સંસારી બહેને તેને હરસની બીમારી થયેલ છે એમ જાણુને ઔષધથી મિશ્રીત એવી ભિક્ષા આપી કે જેથી તેને હરસને રેગ મટી જાય. અજાણ પણે તેમણે એ ભિક્ષા લઈ લીધી. આહાર કરતી વખતે તેમને ખબર પડી કે, આ આહાર તે ઓષધી મિશ્રીત છે. મુનિને આ બાબતનો ઘણે પશ્ચાત્તાપ થશે. વિચાર કરવા લાગ્યા. આ કામ ઠીક નથી થયું. જે હું ચિકિત્સા કરાવવાની ભાવનાથી રહિત હોવા છતાં ઓષધમિશ્રીત આહાર મેં લીધે અને ખાઈ પણ લીધે. આ પ્રકારના આહારથી મુનિઓના અભિગ્રહને અવશ્ય ભંગ થાય છે. આથી હું આજથી આહાર જ નહીં લઉં, આ પ્રમાણે વિચાર કરીને તે મુનિરાજ મુદ્દગશૈલ નગરથી નીકળી કોઈ પહાડપર ગયા અને ત્યાં આત્મબળથી સંપન્ન થઈને પાદરે ગમન સંથારે કરવાની તૈયારી કરવા ગયા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૬૨