Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિપૂર્ણ પાતાની શક્તિના પ્રયાગથી ઉપયાગપૂર્વક તલ્લીન બની પાલન કર્યું છે, તેનું નામ વીર્યાચાર છે. મેં આ પાંચે આચારનું સમ્યક્ રીતિથી પાલન કર્યું છે. છત્રીસ લેઃ વિશિષ્ટ આ આચારરૂપ ઉદ્યાનને વીર્યાચાર રૂપ નિળ જળથી મે નિરતર સિંચિત કરી હર્યું ભર્યું રાખ્યું છે. શુભ ભાવનાઓથી તેને શેભિત કર્યું" છે. તા પણ હજી સુધી જ્ઞાનાવરણીયકર્મોના ક્ષય ન થવાથી મને અધિ આદિ પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ થયેલ નથી. આ માટે હું ફરી એ પ્રકારના યત્ન કરૂં કે, જેનાથી મને આ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય. આ પ્રકારથી વિચારીને વસુમિત્ર મુનિએ ક્રીથી એ વિચાર કર્યો કે પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ ન થવાના મારે આ સમયે કાંઈ પણ વિષાદ ન કરવા જોઇએ. કેમકે, વિષાદ કરવાથી અજ્ઞાનપરીષહુને તાતા નથી. આથી વિષાદ ન લાવતાં અજ્ઞાનપરીષહ સહન કરવા એ સાધુમાગ છે. આ માટે વીર્યાચારની નિરતિચાર સમ્યક્ આરાધના કરતાં કરતાં પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ મને થઈ જશે. આ પ્રકારના વિચાર કરી તેણે પ્રશસ્ત ધ્યાનના હેતુભૂત શુભ અધ્યવસાયથી અવધિ અને મનઃ૫યજ્ઞાનને પ્રાપ્ત કર્યું”, તથા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળ પદને પણ પ્રાપ્ત કરી લીધું. આ પ્રકારે અન્ય મુનિએએ પણ અજ્ઞાનપરીષહુ જીતવા જોઈએ—
જ્ઞાનના સદ્ભાવ પક્ષમાં દૃષ્ટાંત આ પ્રકારનુ છે.-
ઉગ્ર વિહાર કરવાવાળા, મતિ, શ્રત, અવધિ અને મનઃપયજ્ઞાનના ધારી, ચૌઢ પૂના પાડી, અને જીનવચન અનુસાર ચાલવાવાળા ગૌતમસ્વામી શિષ્ય પરિવારની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા, સૂર્યની માફ્ક ભચૈાના અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરતા સ્યાદ્વાદસિદ્ધાંતની વિજયપતાકા ફરકાવતા, ક્ષાંતિ આદિ ધમ ના ઉદ્યોત કરતા કરતા અને ભૌક્તિકવાદિ ચાર્વાક આદિ મતનું નિરાકરણ કરતા કરતા, વિચરણુ કરતા ફરતા, ચંપાનગરીના પૂર્ણ ભદ્ર ઉદ્યાનમાં પધાર્યાં.
એક દિવસની વાત છે કે, સામભદ્ર નામના કોઇ એક વિશિષ્ટ વિદ્વાન શાસ્ત્રાર્થ કરવા માટે તેમની પાસે આન્યા. તે જૈનધમથી અતિષ્ઠિત ધમના અનુયાયી હતા. અધસેવી હતા, અધર્મિષ્ટ હતા, અધર્માઝ્યાયી હતા, અષ માઁનુરાગી હતા, અધમ પ્રલેાકી હતા, અધર્મ જીવી હતા, અધમ પ્રર જક હતા, અધમ પ્રચારક હતા, સકળ શાસ્ર દી હાવા છતાં પણ તત્વ-અવિમશી હતા. આ માટે પ્રકાંડકુતર્ક કેસરી હતેા. ગૌતમસ્વામી અને સેામભદ્રને પરસ્પર શાસ્રાર્થના વિષયમાં વિવાદ શરૂ થયા. એક બીજાનું ખંડન મંડન કરવામાં પ્રવત અન્યા. આ બન્નેમાંથી જ્યારે કાઈ ના પણ જય અને પરાજય ન થયા ત્યારે ગૌતમસ્વામીએ શાસ્ત્રાના વિષયમાં પેાતાની પ્રતિભાના બળ ઉપર નાસ્તિકમતનું નિરાકરણ કરવાનું શરૂ કરી દીધું. સામભદ્ર કે જે નાસ્તિક મતના પક્ષપાતી હતા તેણે જ્યારે પોતાના મતનું ખંડન થતું જોયું તા તેણે કુકત પાતાની બુદ્ધિની કુશળતાથી સ્પર્ધાને વશ થઈ ગૌતમસ્વામીની યુકિતઓને
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૦૯