Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એવા પ્રકારની ગુપ્ત માત્રા કરી કે, બ્રહ્મદત્તના વિવાહ કરી દેવા. અને એ પ્રમાણે બ્રહ્મદત્તના વિવાહ કરી દેવામાં આવ્યેા. આ પછી બ્રહ્મદત્તને કપટથી મારવા માટે એક લાખાગૃહ ( જોગણીના મહેલ ) બનાવી તૈયાર કર્યો રાજા બ્રહ્યના મંત્રીને તેમની આ કપટ રચના જાણવામાં આવી ગઇ, મંત્રીનું નામ ધતુ હતુ. તેણે નદીના કાંઠાથી લઇને એ લાખાગૃહની અંદર સુધીનું એક ભાંયરૂ તૈયાર કરાવ્યું. જ્યારે ભેયરૂ તૈયાર થઈ ગયું ત્યારે નદીના કાંઠા ઉપર । જ્યાં ભૈયારમાંથી બહાર નીકળવાના રસ્તા રાખ્યા હતા તે સ્થળે એ ઘેાડા તૈયાર રખાવ્યા. અને પેાતાના પુત્ર કે જેનું નામ વરધનુ હતુ. તેને લાખાગૃહની સમસ્ત વાતથી જાણકાર કરી તેમાંથી નિકળવા માટે જે ભેયરૂ મનાવવામાં આવેલ હતુ તેની સઘળી માહિતી આપી નીકળવા માટેના દરવાજો તેને ખતાવી દીધા. એક દિવસની વાત છે કે, કુમાર બ્રહ્મદત્ત તેની માતાના કહેવાથી તે લાખાગૃહ મહેલમાં સુવા માટે ગયા. મત્રીના પુત્ર વરધનું પણ તેની સાથે તે મહેલમાં ગયા અને તેની સાથે એ મહેલમાં તે પણ એક આસન ઉપર સુતા જ્યારે અરધી રાતના પ્રારંભ થઇ ચુકયા ત્યારે દુષ્કમિણી એવી કુમારની માતા ચુલનીએ તે લાખાગૃહમાં આગ લગાડી. મહેલ સળગવા લાગ્યા, બ્રહ્મદત્ત એકદમ ઉઠયા. વરધનુએ એ વખતે તેની પાસે આવીને કહ્યુ, નાથ! મહેલ સળગી રહ્યો છે. આપણે અહીંથી તુરત જ નીકળી જવુ જોઇએ. વધતુનાં વચન સાંભળીને બ્રહ્મદત્તે કહ્યું કે માગ કયાં છે? બતાવેા. બ્રહ્મદત્તનું વચન સાંભળીને વરધનુએ કહ્યું, નાથ! આ રહ્યો બહાર નીકળવાના રસ્તા. અહીં જે પત્થરનુ' ઢાંકણુ લગાડેલુ છે તેને આપ પગથી દૂર કરે અને પછી ભોંયરામાં ઉતરી બહાર નીકળી જાઓ. બ્રહ્મદત્ત એ પ્રમાણે કર્યું. ભેાંયરાના મુખદ્વારના પત્થરને દૂર કરી કુમાર બ્રહ્મદત્ત અને વરધનુ અને ભેાયરાના રસ્તે મહાર નીકળી ગયા અને ખહારના દ્વાર પાસે તૈયાર રાખવામાં આવેલા ઘેાડા ઉપર એસી અન્ને જણા દૂર દેશમાં ચાલ્યા ગયા.
ઘણા વેગથી લાંખી મજલ કાપવાથી તેમના ઘેાડા થાકી ગયા અને એથી એ ઘેાડાઓનુ' પેટ ફુલી જતાં બન્ને ઘેાડા મરી ગયા. વરધનુ અને બ્રહ્મદત્ત અને પગપાળા જંગલમાં ફરવા લાગ્યા. આ રીતે કરવાથી દીર્ઘ પૃષ્ટ રાજા તરફથી ભય આવી પડશે તેવી દહેશતથી બન્ને જણાએ જુદા જુદા ચાલવાનું રાખ્યું. બ્રહ્મદત્ત ચાલતાં ચાલતાં કેાઈ એક વૃક્ષની નીચે જઈ પહોંચ્ચા અને ત્યાં રાકાઈ ગયા. આ સમયે સામુદ્રિકશાસ્ત્રજ્ઞાનના જાણકાર એક બ્રાહ્મણ કે જે એ રસ્તેથી જઇ રહ્યો હતા તેણે માગ માં બ્રહ્મદત્તનાં ચરણનાં ધૂળમાં પડેલાં પગલાનાં ચિન્હાને જોઇને ખૂબ પ્રસન્નતા અનુભવી અને ચરણ ચિન્હાને લક્ષમાં રાખતા રાખતે તે જે સ્થળે કુમાર બ્રહ્મદત્ત હતા ત્યાં આવી પહેાંચ્ચા.બ્રહ્મદત્તની નિન અવસ્થા જોઇને બ્રાહ્મણની આંખમાં આંસુ આવી ગયાં. બ્રાહ્મણને રાતાં જોઈ બ્રહ્મદત્તે કહ્યું, હે બ્રાહ્મણ શા માટે રટા છે ? સામુદ્રિક શાસ્ત્રના જાણકાર ત બ્રાહ્મણે કહ્યુ કે, મેં આજ સુધી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૯૮