________________
ચાર અંગ સર્વ પ્રથમ ઉપાદેય થવાના કારણે મુખ્ય છે. આ કારણે તેનામાં ઉત્કૃષ્ટતા આવે છે. આ ચારમાંથી જે એક પણ અંગને અભાવ રહે તે મુકિતને લાભ જીવને થઈ શકતો નથી. આ વાત “ત્તારિ” એ વિશેષણથી નક્કી કરવામાં આવેલ છે.
પ્રશ્ન-ધર્મના શ્રવણથી જ જીવને ધર્મમાં શ્રદ્ધા થાય છે એ એકાતિક નિયમ નથી. કેમકે, ઘણું એવા જીવ જોવામાં આવે છે કે, જે ધર્મનું શ્રવણ કરતા નથી છતાં પણ એની ધર્મમાં અતૂટ શ્રદ્ધા રહે છે.
ઉત્તર–પ્રશ્ન ઠીક છે. પરંતુ એને ઉત્તર એ છે કે,–જે જીવ એવા છે કે જે ધર્મનું શ્રવણ કર્યા વગર પણ ધર્મમાં શ્રદ્ધાવાળા છે, એમણે આગલા ભવમાં ધર્મ શ્રવણ કરેલું હોય છે આથી જ આ ભવમાં ધર્મમાં જે શ્રદ્ધા છે તે પરભવને વિશે સાંભળેલા ધર્મ શ્રવણને પ્રતાપ છે. માટી વગર જેમ ઘડે બની શકતું નથી, તંતુએ વગર જેમ વસ્ત્ર બની શકતું નથી, લાકડા વગર જેમ શકટનું નિર્માણ થઈ શકતું નથી, એજ રીતે આ માનુષત્વ આદિ ચાર અંગેની પ્રાપ્તિ થયા વિના મુકિતની પ્રાપ્તિ જીવને થઈ શક્તી નથી.
માનુષä ટુર્રમં મનુષ્યપણાની પ્રાપ્તિ મહાદુર્લભ છે, આ વિષયમાં દશ દષ્ટાંત કહેવામાં આવે છે. જેમ-ચોલ્લક ૧, પાશક ૨, ધાન્ય ૩, ઘત ૪, રત્ન ૫, સ્વપ્ન ૬, ચક્ર ૭, કૂર્મ ૮, યુગ ૯ પરમાણુ ૧૦.
ચાલક નામ ભજનનું છે એથી ઉપલક્ષિત થવાથી ચૌલકનું પણ દષ્ટાંત કહેવામાં આવેલ છે. આ પ્રથમ ચોલ્લક દષ્ટાંત આ પ્રકારનું છે
કાંપિલ્ય નગરમાં બ્રહ્મનામને રાજા હતા. તેની સ્ત્રીનું નામ ચુલની અને પુત્રનું નામ બ્રહ્મદત્ત હતું. રાજા બ્રહ્મની કાળપ્રાપ્તિ પછી, બ્રહ્મદત્તની બાળ અવસ્થા જોઈને “રાજ્યમાં અવ્યવસ્થા ન ફેલાઈ જાય” આ દષ્ટીથી રાજા બ્રહ્મ ના મિત્ર દિઈપૃષ્ટ નામના રાજાએ તેના રાજ્યને સંભાળી લીધું. છેડે સમય વિતી ગયા બાદ તે દિર્ઘપૃષ્ટ ચુલનીના મેહમાં ફસાઈ ગયો. ચુલની અને દિર્ઘપૃષ્ટની આ દુરિત્રની વાત બ્રહ્મદત્તના કાન સુધી પહોંચી ગઈ બ્રહ્મદને એ બંનેને શિક્ષા દેવાના અભિપ્રાયથી આટામાંથી (લોટમાંથી) એક મિથુનમાં પરાયણ કાક અને હંસલીનું જોડું નિર્માણ કરી તેને શુલ્યમાં પરોવીને તે બનેને બતાવ્યું. તથા ફેણ વગરને સાપ અને પદ્મનાગણનું પણ એક જોડું આટામાંથી લોટમાંથી બનાવી તૈયાર કર્યું. અને તેની સામે કહેવા લાગ્યો, રે દુષ્ટ ! દુરાચારિ બોનસ (ફેણ રહિત સપ)! તને લાજ નથી આવતી કે તું, પાનાગણની સાથે રમી રહ્યો છે. અરે અધમ! તું હવે પિતાના કરેલા કર્મનું ફળ ભોગવ. આ પ્રકારે કહીને એ બંને ને તેણે ભડભડતી અગ્નિમાં નાખી દીધા. આ પ્રકારે દુષ્કર્મની નિવૃત્તિ માટે બ્રહ્મદત્તદ્વારા પ્રદર્શિત દંડને જોઈને રાણું અને દિધપૃષ્ટ પિતાના અનર્થ વિધાયક દુષ્કર્મથી પાછા ન ફર્યા. એક દિવસની વાત છે કે, આ બન્નેએ એકાંતમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૯૭