________________
જન જમાડયું. ચાણક્ય આ પ્રકારની પિતાના પ્રત્યેની વર્તણુંક જોઈને પિતાની પત્નિને લઈને પોતાને ઘેર પાછા ફર્યા. ઘેર આવીને તેણે મનમાં એ વિચાર કર્યો કે, સાસુસસરાએ મારૂં જે અપમાન કર્યું તેનું કારણ મારી નિર્ધનતા જ છે. આથી ધન કમાવવા માટે પ્રયત્ન કર જોઈએ. આ પ્રમાણે વિચાર કર્યા પછી તે ધન કમાવા માટે પાટલીપુત્ર નગરમાં નંદ રાજાની પાસે યોગીને વેશ ધારણ કરી પહોંચી ગયા. દિવસના પહેલા પ્રહરમાં ચાણક્ય રાજકચેરીમાં પ્રવેશ કર્યો. એ વખતે રાજકચેરીની દાસી કચેરીને સાફસુફ કરી રહી હતી. તેણે ચાણક્યને જોયા. ચાણયે ત્યાં એક સિંહાસન ઉપર પિતાનું તુંબીપાત્ર અને આસન રાખી દીધું. નંદ રાજાના નોકરોએ આ
ઈને ચાણુને ધક્કા મારીને તથા તેને તિરસ્કાર કરીને બહાર કાઢી મુક્યા.. ચાણકયે આ અપમાનથી ક્રોધિત થઈને ત્યાંજ પ્રતિજ્ઞા કરી કે, હવે હું આ નંદરાજાના રાજ્યને સમૂળગેજ વિનાશ કરી નાખીશ. આ પ્રમાણે નિર્ણય કરીને તે ચાણક્ય નંદરાજાના રાજ્યની અંદર આવેલા મયૂર નામના એક નાનકડા ગામમાં ચાલ્યા ગયા. ત્યાં મેરને પાળવાવાળે મયૂરપાલક નામને એક પુરૂષ રહેતું હતું. તેની સ્ત્રી ગર્ભવતી હતી. તેને ચંદ્ર પિવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી. તે ઈચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે તે શરીરે અત્યંત દુબળી થઈ ગઈ તથા ચિંતાતુર રહેતી હતી. ચાણક્ય પણ આમ તેમ ફરતાં ફરતાં મયૂરપાલકને ઘેર આવી પહોંચ્યા. મયૂરપાલકની સ્ત્રીને તેની ઈચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે શરીરે દુબળી તેમજ ચિંતાતુર દેખીને તે કહેવા લાગ્યા, મયૂરપાલક તારી પત્નિને ચંદ્ર પીવાની જે ઈચ્છા થઈ છે તે હું પરિપૂર્ણ કરી શકું તેમ છું પણ તું મારી એક શરતને કબુલ કરે તે જ. શત એ છે કે, જ્યારે તારી પત્નિને અવતરનાર બાળક આઠ વર્ષને થાય ત્યારે તે બાળક મને સેંપી દેવું પડશે. હું તેને મારે શિષ્ય બનાવીશ. મયૂરપાલિકે ચાણક્યની શતાને સ્વીકાર કર્યો. ચાણકયે હવે ચંદ્ર પીવાની મયૂરપાલકની પત્નિની ઈચ્છાને પરિપૂર્ણ કરવાના પ્રયત્નની શરૂઆત કરી દીધી. આમાં તેણે એક છિદ્રવાળો મંડપ તૈયાર કરાવ્યું તેના ઉર્વભાગમાં ગુપ્ત રીતે એક પુરૂષને તે છિદ્ર પાસે બેસાડશે. જ્યાં છિદ્ર હતું ત્યાં બરાબર તેની નીચે સાકરથી મિશ્રીત કરેલ દૂધથી ભરેલે એક થાળ રાખ્યો. મધ્યરાત્રીએ આ છિદ્ર દ્વારા તે થાળમાં ચંદ્રનું જ્યારે પ્રતિબિંબ પડયું ત્યારે ચાણકયે મયૂરપાલકની સ્ત્રીને ત્યાં બોલાવી. અને થાળીમાં દેખાતા ચંદ્રને બતાવી કહ્યું કે, લે આ રહ્યો ચંદ્ર! પી જાઓ. તેણીએ તે વખતે ચંદ્રના પ્રતિબિંબવાળ થાળને ઉઠાવીને તેમાંનું દૂધ પીવાની શરૂઆત કરી. જેમ જેમ તે દૂધ પીતી ગઈ તેમ તેમ તે છિદ્રની પાસે બેઠેલો તેમજ તે મંડપની ઉપર છુપાઈ રહેલ તે વ્યક્તિએ તે છિદ્રને ધીરે ધીરે બંધ કરવા માંડયું. જ્યારે તેણીએ બધું દૂધ પી લીધું ત્યારે તેણે પણ છિદ્રને પુરેપુરૂં બંધ કરી દીધું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૦૨