Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે આવ્યા. તે વખતે એ બ્રાહ્મણને ઘેર જન્મ વખતે દાંત સહિત એક પુત્ર જન્મ્યા હતા, ચણુક એ બાળકને મુનિ પાસે લઇ આવ્યા અને કહ્યુ', ભદંત! આ બાળક દાંત સાથે ઉત્પન્ન થયા છે. એનું શું ફળ હાવુ જોઈએ ? સાંભળી મુનિરાજે કહ્યું કે, દાંત સહીત ઉત્પન્ન થયેલ આ ખાળકનુ ફળ એ છે કે, તે રાજા થશે. ચણકે મુનિનુ' વચન સાંભળીને મનમાં વિચાર કર્યાં કે, જો આ બાળક રાજા થશે તે દુર્ગાંતિ ભાગવનાર બનશે. આથી તેણે તે ખાળકના દાંત ઘસી નાખ્યા. વખત જતાં તે સુવ્રત મુનિ એક દિવસ ચણકને ત્યાં ફરીથી પધાર્યાં. મુનિરાજને આવેલા જોઈને ચણકે તેમને કહ્યું હે ભદત! મેં આ દાંતાને ઘસી નાખ્યા છે. ચણુકની વાત સાંભળીને મુનિરાજે કહ્યું, દાંતાના ઘસી નાખવાથી જો કે તે રાજા ભલે ન મની શકે તેા પણ તે રાજા જેવા થશે. અર્થાત રાજાના સવ અધિકાર સંપન્ન એવા સર્વાધિકારી પ્રધાન બનશે. ચણકે એ ખાળકનું નામ ચાલુક્ય રાખ્યું. ચાણક્યે ચૌદ વિદ્યાના અભ્યાસ કર્યાં. આ પછી તે વિદ્યાથી સંપન્ન બની ગયા અને ચૈાગ્ય વચ્ચે પહોંચ્યા ત્યારે તેના પિતાએ તેના વિવાહ કરી દીધા.
ખાળકના
ચાણક્યના શ્વસુરપક્ષ ધનસૌંપન્ન હતા. કાઈ એક સમય ચાણુક્યના શ્વસુરપક્ષમાં લગ્ન પ્રસંગ હતા. ચાણક્યની પત્નિએ જ્યારે આ હકીકત જાણી ત્યારે તે લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે પતિને ત્યાંથી નીકળી પેાતાના પિતાના ઘેર આવી, જે સમય તે પેાતાના પતિને ત્યાંથી નીકળેલી ત્યારે તેણે પેાતાના પતિ ચાણક્યને પણુ લગ્ન પ્રસંગમાં આવવાનુ કહેલું. જેના પ્રત્યુત્તરમાં ચાણકયે જણાવેલું કે, હું નિધન છું એ ધનવાન છે. ત્યાં ખેાલાવ્યા વગર જવાથી મારા ચાગ્ય આદર ન પણ થાય અને મારી નિન અવસ્થા એ પણ એક કારણ છે કે જેને લઈ મને લગ્નનું આમંત્રણ પણ આપવામાં આવેલ નથી. ચાણક્યનુ'આ વચન સાંભળી તેની પત્નિએ એવી પ્રાર્થના કરી કે, તમે આવી વાતના વિચાર ન કરતાં લગ્નમાં જરૂરથી આવે. પત્નિના આવા આગ્રહને વશ બની પાછ ળથી ચાણુષ્ય લગ્ન પ્રસંગમાં સામેલ થવા ત્યાં ગયા. એણે સાસરાને ત્યાં પહેાંચતાં પહેલાં ગામની ભાગેાળે કોઇ એક વૃક્ષ નીચે રાકાઇને સાસરાને પેાતાના આવવાના ખખર માકલ્યા. સાસુ સસરાએ તેના આવવાના સમાચાર જાણી તેને કહેવરાવ્યુ કે, તમે આવ્યા તે ઠીક કર્યું. પરંતુ તમે દિવસના ભાગમાં અહિં આવશે નહીં'. રાતના વખતે અને તે પણ મકાનના પાછલા ભાગમાં થઈ ને આવજો. ચાણક્યે એમ જ ક્યું”. તે રાતના વખતે સાસરાને ઘેર પહેાંચ્યા. સાસુ સસરાએ તેને મકાનના ભેાંયતળીયે બેસાડીને ભેાજન કરાવ્યું. જ્યારે બાકીના મહેમાનાને એક સાથે સમાશહમાં ઉપરના માળે લેાજન કરાવ્યું. ચાણકયને આપવામાં આવેલ લેાજન પણ સાવ નિરસ અને શુષ્ક હતું. જ્યારે બીજા મહેમાનને સ્વાદિષ્ટ મિષ્ટ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૦૧