Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ વાત સાંભળીને તે પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને કહેવા લાગે, મારા આ ઘડાને અને તરવારને તમે સાચવે ત્યાં સુધીમાં હું હમણાં જ તેને પાણીમાંથી પકડી લાવું છું. ઘેડ અને તરવાર હાથ કરીને ચાણકયે તરવારથી પેલા સ્વારને મારી નાખ્યો. એને મારીને ચાણક્ય ચંદ્રગુપ્તને સાથે લઈ કઈ બીજા સ્થળે ચાલ્યા ગયા. એક સમયની વાત છે કે જ્યારે ચાણક્ય ત્યાં સ્થિર થઈ ભિક્ષા લેવા માટે કાઈ બીજા ગામે એક ગૃહસ્થને ત્યાં ગયા. ત્યાં તે ભિક્ષા માટે પહોંચ્યા. એજ વખતે એક વૃદ્ધા થાળીમાં ગરમા ગરમ ખીર પીરસી બાળકને ખવરાવવાની તૈયારી કરી રહેલ હતી. બાળકે ખીર ખાવાની ઉતાવળમાં તે ગરમ ખીરથી ભરેલી થાળીની વચ્ચે વચ્ચે હાથ નાખ્યો. ગરમ ખીરના સ્પર્શથી બાળકને હાથ દાજ્યો અને રેવા લાગ્યું. આ જોઈ વૃદ્ધાએ તે બાળકને કહ્યું, કે અરે મૂઢ! ચાણકયના જે તું કેમ થતું જાય છે? વૃદ્ધાનાં આ વચન સાંભળી ચાણક્ય તે વૃદ્ધાને પૂછ્યું કે હે માતા! ચાણકયે એવું કહ્યું અનુચિત કામ કર્યું છે? વૃદ્ધાએ કહ્યું કે, ભેજન અને રાજ્ય ગ્રહણમાં પ્રથમ એક છેડેથી હાથ નાખવો જોઈએ. વૃદ્ધાનું આ વચન સાંભળી તેને નમન કરીને ચાણક્ય ત્યાંથી ચાલતા થયા. આ પછી ચાણક્ય હિમગિરિ જઈ ત્યાંના રાજા પર્વતની મુલાકાત લીધી અને તેને કહ્યું કે, પાટલીપુત્રના રાજા નંદની સામે અમે યુદ્ધ કરવા ઈચ્છીયે છીએ. એ યુદ્ધમાં તમે જે અમને સાથ આપશે તે તે જીતેલા રાજ્યને અરધો ભાગ તમને આપવામાં આવશે. ચાણક્યની આ વાત સાંભળી પર્વત રાજાએ ચુંદ્ધમાં સહાયતા દેવાનું કબૂલ કર્યું.
ચંદ્રગુપ્તને લઈને ચાણક્ય અને પર્વત બનેએ પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું. સામસામી લડાઈ થઈ જેમાં રાજા નંદ હારી ગયા, તેના રાજ્યને કબજે ચંદ્રગુખે સંભાળી લીધો. આ સમયે નંદે ધર્મ દ્વારથી નિકળવા માટે પ્રાર્થના કરી. ચંદ્રગુપ્ત તેની પ્રાર્થનાને સ્વીકાર કરીને કહ્યું કે, એક રથમાં જેટલું દ્રવ્ય સમાઈ શકે તેટલું લઈ આપ આપના સ્ત્રી પુત્રાદિકને લઈ અહીંથી ચાલ્યા જાવ. નંદે ચંદ્રગુપ્તની આજ્ઞાનુસાર કર્યું. જે સમયે રાજા નંદ પિતાના પરિવાર સહિત રાજ્ય છોડીને જવા લાગ્યા. તે સમયે રથમાં બેઠેલ નંદની પુત્રી સુચન્દ્રાએ ચંદ્રગુપ્તની સામે ભારે અનુરાગથી દ્રષ્ટિ ફેંકી. ચંદ્રગુપ્ત તરફ અનુરાગથી જોઈ રહેલ પિતાની પુત્રીને ઉદ્દેશીને નંદે કહ્યું કે, હે પુત્રિ! જે તારી ઈચ્છા હોય તે તું ખુશીથી ચંદ્રગુપ્તને વરી લે. પિતાની આ વાત સાંભળી સુચંદ્રા તે રથમાંથી ઉતરી ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢી ગઈ. જેવી તે ચંદ્રગુપ્તના રથ ઉપર જઈને બેઠી તેવા જ ચંદ્રગુપ્તના રથના પઈડાંના નવ આરા તૂટી ગયા. ચંદ્રગુપ્ત પિતાના રથનાં પૈડાંને આ બનાવ જોતાં તેના મનમાં અમંગળની શંકા જાગી અને એથી નંદની પુત્રીને રથ ઉપર ચઢવાની ના પાડી. ચાણકયે આ જોઈ ચંદ્રગુપ્તને સમજાવ્યું કે, તમે જેને અમંગળ માને છે તે અમે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૦૪