________________
સામુદ્રિક શાસ્ત્રનું જે અધ્યયન કર્યું છે તે આજે બીલકુલ નકામુ... માલુમ પડ્યુ છે. આ માટે હું રાઇ રહ્યો છું. આપના ચરણેામાં જે ચિન્હ જોવામાં આવે છે તેનાથી એવી વાત સિદ્ધ થાય છે કે, આપ ચક્રવતી બનવા જોઈ એ. પરં તુ આપની તા એ દશા છે કે, આ સમયે આપની પાસે ખાવાને અન્ન પશુ નથી. આપના આ વેશ દ્રરિદ્રીઓના જેવા છે. આપની અવસ્થા નિન છે. એવું માલુમ પડે છે કે, આપનામાં નિર્ધનતાએ અવતાર લીધેા છે, બ્રાહ્મણની વાત સાંભળી બ્રહ્મદત્તે કહ્યું. આ તમારૂ' સામુદ્રિક શાસ્ત્ર મિથ્યા નથી, દુ:ખી ન અના, હું વાસ્તવમાં ચક્રવતી જ છુ જ્યારે મને રાજ્યની પ્રાપ્તિ થાય એ સમયે તમે મારી પાસે આવો.
સમયના વહેવા સાથે બ્રહ્મદત્તને ચક્રવતિ પદ પ્રાપ્ત થયું. રાજ્યમાં ૧૨ વર્ષ સુધી તેના રાજ્યાભિષેકના ઉત્સવ ઠામઠામ મનાવા લાગ્યા. એ બ્રાહ્મણે જ્યારે આ પ્રસંગના શુભ સમાચર જાણ્યા તા તે પણ ત્યાં આવી પહોંચ્યા, પણ તે બ્રહ્મદત્તને મળી શકા નહી. બ્રહ્મદત્ત ચક્રવતી સાથે તેના મેળાપ કઈ રીતે થાય આ વાત તેણે ત્યાંના કોઈ શેઠને પૂછી તેા તેણે મેળાપ માટેના રસ્તા ખતાવ્યા. ઉત્સવના સમયે ચક્રવતી હાથી ઉપર બેસી આવી રહ્યા હતા. ભીડ ખૂબ હતી, બ્રાહ્મણે મેળાપના માત્ર વિચાર્યો, આ અનુસાર તે એક વાંસ ઉપર લટકાવેલ જોડાની માળા સાથે તે લેાકેાની ભીડમાં હાથમાં વાંસડા ઉંચા રાખીને ઉભું રહ્યો. ચક્રવર્તી પેાતાના રાજ્યની ઐશ્વર્યની શાભાને ચારે તરફ દૃષ્ટી ફેરવી જોઈ રહેલ હતા, તેમણે આ દૃષ્ય જોયું અને જોતાં જ એકક્રમ આંખામાં ક્રોધની લાલીમા છવાઈ ગઈ. નાકરા દ્વારા એ બ્રાહ્મણને ખેલાવી પૂછ્યું. અરે ! આ સુંદર અવસર ઉપર તું આવું કામ કેમ કરી રહ્યો છે? માલુમ પડે છે કે તારૂ માત આવ્યું છે. ચક્રવતી ની વાત સાંભળી બ્રાહ્મણે કહ્યું, આ કામ મેં મારા માતના ખેલાવવાથી નથી કર્યુ, પરંતુ જીવવા માટે કરેલ છે. આ પછી ચક્રવતી વÀત્થાપનના કારણથી યથાર્થ રૂપથી પરિચિત બનતાં ખૂબજ પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને એજ વખતે પેાતાના હાથી ઉપર બેસાડી લઈ ને પૂછ્યું', કહેા વિપ્રદેવ તમે શું ચાહે છે ? જવાખમાં તે બ્રાહ્મણે કહ્યું, મહારાજ ! હું શું ચાહું છું તે વાત મારી સ્ત્રીને પૂછ્યા પછી આપને કહીશ. ચક્રવતીની આજ્ઞા લઇ તે પેાતાને ઘેર ગયા. ઘેર પહેાંચી તેણે પેાતાની સ્ત્રીને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યો. સ્ત્રીએ સઘળી મીના સાંભળીને વિચાર કર્યું કે, મારા પતિ ધનવાન બની જશે તે એ મને અવશ્ય છેાડી દેશે. કેમકે, ધનના આવવાથી ત્રણ ચીજો ભુલાઇ જાય છે. એક તા જુનાં ઘર, બીજી સ્ત્રી, ત્રીજી જુનામિત્ર આ માટે એને એમ માગવાનું' કહેવામાં આવે કે, અમને પ્રતિદિન એક એક ઘેરથી ખીરનું ભાજન મળતું રહે એવી વ્યવસ્થા કરવામાં આવે. આ પ્રકારના વિચાર કરી બ્રાહ્મણીએ પેાતાના પતિને એ વાત કહી અને કહ્યું કે, તમે રાજા પાસે જઇને એ પ્રમાણે માગેા. આપણે ખીજી વસ્તુની શું જરૂર છે ? બ્રાહ્મણે સ્ત્રીની સલાહ માનીને રાજા પાસે જઇ તેની સ્ત્રીના કીધા પ્રમાણે જ માગ્યું.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૯૯