________________
તેવા રૂપથી સ્પષ્ટ જાણી લે છે કે, તેણે દ્રવ્યની અપેક્ષા, સુવર્ણના ક્ષેત્રની અપેક્ષા, મરૂદેશના અથવા ઘરની અંદરના કાળની અપેક્ષા ત્રણ માસનું અને ભાવની અપેક્ષા સારા આકારનું અથવા ચળકાટ ચકચકાટાદિ રૂપથી ચુકત ઘટ જાણે છે. આ પ્રકારે વિપુલમતિ લબ્ધિવાળા ઘટને અનેક વિશેષણેથી વિશિષ્ટ જાણી શકે છે. ત્યારે જુમતિ લબ્ધિવાળા આ રીતે ઘટને જાણી શકતા નથી. તે તે એને સામાન્યરૂપથી જ જાણે છે. (૯) આકાશમાં ઉડવાની શકિત જે લબ્ધિ. દ્વારા ઉત્પન્ન થાય છે તે ચારણલબ્ધિ છે. (૧૦) જેના પ્રભાવથી અનુગ્રહ અને નિગ્રહ કરવાની શકિત પ્રગટ થાય છે તે આશીવીપલબ્ધિ છે. (૧૧) કેવલીઓને કેવળજ્ઞાની લબ્ધિ થાય છે તેનું નામ કેવળલબ્ધિ છે. (૧૨) ગણધર પદની પ્રાપ્તિ થવામાં જે કારણ હોય છે તે ગણધરલબ્ધિ છે. (૧૩) પૂર્વધરત્વની પ્રાપ્તિ પૂર્વધરલબ્ધિ. (૧૪) અર્હસ્પદની પ્રાપ્તિ અલબ્ધિ. (૧૫) ચક્રધરત્વની પ્રાપ્તિ ચક્રવર્તિલબ્ધિ. (૧૬) બલદેવપદની પ્રાપ્તિ બળદેવલબ્ધિ. (૧૭) વાસુદેવ પદની પ્રાપ્તિ વાસુદેવલબ્ધિ. (૧૮) ખીર જેવાં મીઠા વચનેની જેના પ્રભાવથી થાય તે ક્ષીરાસવલબ્ધિ. મધુતુલ્ય મધુર વચનનું બનવું તે મધ્વાસપલબ્ધિ. સિગ્ધ અને અક્ષવચન જેના પ્રભાવથી થાય તે સર્પિરાસવલબ્ધિ છે. (૧) જે રીતે કેઠીમાં રાખેલું અનાજ જેમનું તેમ ઘણુ સમય સુધી રહે છે. છતાં બગડતું નથી. તે પ્રકારે જેના પ્રભાવથી પ્રાપ્ત શ્રત પણ
જ્યાંનું ત્યાં સિથર રહે, વિસ્મૃત ન બને, તેનું નામ કોષ્ટબુદ્ધિલબ્ધિ છે. (૨૦) જેના પ્રભાવથી શ્રતનું એક પદ પણ અવધારીત થવાથી આગળ ન સાંભળેલ પણ શ્રત અવધારીત થઈ જાય તેનું નામ પદાનુસારીણલબ્ધિ છે. (૨૧) જે રીતે એક નાના બીજથી વિશાળકાય વૃક્ષ ઉત્પન્ન થાય છે. તે પ્રકારે ઉત્પાદ, વ્યય, અને બ્રોવ્ય યુક્ત સત્ છે રૂપ એક પણ અર્થ પ્રધાનપદના અનુસરણથી શેષ પ્રભુતારઅર્થ પદ પણ તેવી રીતે જ્ઞાત થઈ જાય તે બીજબુદ્ધિ લબ્ધિ છે. (૨૨) જેના પ્રભાવથી અનેક જન પ્રમાણ ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને જાણનાર તેજને કાઢવાની શકિત ઉત્પન થાય છે તેનું નામ તેજલેશ્યાલબ્ધિ છે. જે શમી-ક્ષમાશીલ મુનિ નિરંતર વિહાર છઠ્ઠ તપ કરે છે અને પારણાના દિવસે બાફેલા એક મુઠીભર અડદ ખાઈને એજ વખતે એક ચાપવું પાણી પીવે છે અને આતાપના લે છે આ પ્રકાર લગાતાર છ મહિના સુધી કરતા રહે છે તે તેને તેજલેશ્યાલબ્ધિ ઉત્પન્ન થાય છે. (૨૩) આહારક શરીરના ઉત્પન્ન થવાની લબ્ધિનું નામ આહારકલબ્ધિ છે, આહારક શરીર સ્ફટિકમણીના જેવું ઉજ્વળ અને એક હાથનું હોય છે. એક ભવમાં તેની પ્રાપ્તિ જીવને બે વાર તથા સંસાર અવસ્થામાં ચાર વાર થાય છે. પછીથી એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૮૩