Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે છે, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદપિચછન, દેરા સહિત મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ મારી પાસેથી ખસેડે છે, ખસેડીને તેને દૂર ફેંકી દે છે, અથવા તેને ઝાટકે છે, તેને ફેડે છે, ચેરાવે છે, એ આક્રોશ આદિ સર્વને આ સ્થળે આક્રોશ અને વધ પરીષહરૂપ માનવા જોઈએ. જે સમયે ઉપસર્ગની વિવક્ષામાં એ આક્રોશ આદિક થાય તે સમયે એને મનુષ્યકૃત અથવા કેઈ દ્વેષીકૃત ઉપસર્ગમાં પરિગણત કરવું જોઈએ. એ પ્રકારે આ પ્રથમ સ્થાન છે.
બીજા સ્થાનમાં-એ વિચાર કરવો જોઈએ કે, મિથ્યાત્વ આદિકના વશવતી આ પરીષહ અને ઉપસર્ગકારી પુરૂષ કેઈ દેવથી અધિષ્ઠિત થઈ રહેલ છે. આ કારણથી મને આકશ વગેરેથી પીડા આપી રહેલ છે. આ બીજું સ્થાન છે.
કેવલી પરીષહોં કે ભેદોં કા વર્ણન
ત્રીજા સ્થાનમાં-એ વિચાર કરે કે, આ તે બાળ છે, પાપના ભયથી રહિત થવાના કારણે ભલે એ આક્રોશ અદિ કરતા રહે પરંતુ મારૂં કર્તવ્ય તે એને સહન કરવાનું જ છે. જો હું તેને સહન કરતું નથી. તે સહિષ્ણુતાના ગણથી વિમુખ થાઉં છું. જે તેનાથી હું ગભરાઈ જાઉ છું, તે મને અસતા આદિ પાપ કર્મનો નિયમતઃ બંધ થશે. આ પ્રકારે આ ચોથું સ્થાન પણ છે.
પાંચમ સ્થાનમાં–સંયમીએ એ વિચાર કરવો જોઈએ કે, આ પરીષહ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ પાપના ભયથી રહિત હોવાના કારણે બાળ છે. તેની ઈચ્છા છે કે, આ આકાશ આદિ કરે પણ તેથી મારું બગડે છે શું? મને તે એથી ઉલટે ફાયદાજ છે. કારણકે ઉપસર્ગ અને પરીષહને સમતા પૂર્વક સહન કરનારને એકાન્તતઃ કર્મોની નિર્જરા થાય છે. પરંતુ દયાની વાત એ છે કે ઉપસર્ગ પરીષહકારી પુરૂષ તે કેવળ પાપનેજ બંધ કરે છે. આ પાંચમું સ્થાન છે.
આ પ્રકારનાં એ પૂર્વોકત પાંચ સ્થાનેથી ઉદિત પરીષહ અને ઉપસર્ગોને સમપરિ. ણામથી યુકત બનીને સાધુએ સહન કરવાં જોઈએ. એનાથી ગભરાવું ન જોઈએ.
કેવલીપરીષહના ભેદ–
કેવલી પાંચ સ્થાનેથી ઉદિત પરીષહેને સહન કરે. યાવત્ અધ્યાસિત કરે. પ્રથમ સ્થાનમાં તે વિચાર કરે કે આ પુરૂષ પત્રક આદિથી ચિત્તભ્રમ સ્થિતિમાં છે. જેનું ચિત્ત ઠેકાણે નથી તે કારણે તે મારા ઉપર આક્રોશ આદિ કરી રહેલ છે.
બીજા સ્થાનમાં તે એ વિચાર કરે કે, આ પુરૂષ હર્ષના આવેશમાં કુલાઈ ગયેલ છે, પુત્રોત્પત્તિ વગેરેના કારણથી તે હર્ષથી છકી ગયેલ છે. આ કારણે એ મારા તરફ આકોશ વગેરે ચેષ્ટાઓ કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૯૪