________________
શંક—ભગવાને “આયુ અને મહનીય વજીત છ કર્મોને બંધ કરવા વાળા સૂક્ષ્મ સં૫રાય સંયત ઉત્કર્ષની અપેક્ષા યુગપત્ બાર પરીષહનું વેદન કરે છે.” એવું કહ્યું છે તો તેમાં જે સમય તે શયાપરીષહનું વેદન કરે છે. તે સમયે તે ચર્યાપરીષહનું વેદન કરતા નથી. અને જે સમય ચર્યાપરી
હનું વેદન કરે છે તે સમય શય્યાપરીષહનું વેદન નથી કરતા. આ પ્રકારની વિવિક્ષાથી ચૌદ પ્રકારના પરીષહાના સામાન્ય કથનમાં ઉત્કર્ષની અપેક્ષા બાર પરીષહનું વેદન કરવું બરાબર બંધ બેસતું છે. પરંતુ આયુવજીત જે સાત પ્રકારના અથવા આઠ પ્રકારના કર્મોના બંધક સંયત છે-એની ચર્યા સાથે શય્યા અને નિષસ્થાને વિરોધ હોવાથી ચર્યાના સદૂભાવમાં શય્યા અને નિષદ્યાને સંભવ થઈ શકતું નથી. એવી પરિસ્થિતિમાં આ સંયત કે જે ઉત્કર્ષની અપેક્ષાઓ વીસ પરીષહને સદૂભાવ બતાવેલ છે. તે કઈ રીતે સંગત થઈ શકે? કારણ કે શમ્યા અને નિષદ્યામાંથી એક ઘટિ જવાથી વિસને બદલે ઓગણસ પરીષહેના વેદનને જ સદૂભાવ કહેવું જોઈએ.
ઉત્તર–સૂક્ષમ સાપરાય સંયતના ચારિત્ર મેહનીય અને દર્શન મેહની યની કેવળ સત્તા માત્ર છે. પરીષહના હેતુભૂત થડ પણ મેહનીયને ઉદય ત્યાં નથી કે જેનાથી ત્યાં મેહનીયના ઉદયથી આવનાર પરીષહ થઈ શકે. આથી છ કર્મોના બંધક જે સંયત છે તેના મોહનીય કર્મના ઉદયના અભાવથી સર્વત્ર ઔસુકયની નિવૃત્તિ થઈ જાય છે. સુકયની નિવૃત્તિથી વિહાર કરવાના પરિણામની પણ નિવૃત્તિ થઈ જાય છે. આથી શાપરીષહના વેદનના સમયે ત્યાં ચર્યાને અભાવ છે પરંતુ જે સાત પ્રકારના કર્મોને અથવા આઠ પ્રકારના કર્મોને બંધક છે તેને મોહનીયને ઉદય છે. આ કારણે બાદર રાગ વાળા હોવાથી એના વિહાર પરિણામ રૂપ સુણ્યભાવ સંભવીત બને છે. એ સમયે તે શય્યાપરીષહના વેદના સમયમાં ચર્યાપરીષહને પરિણામરૂપથી વેદિત કરે છે આ કારણે તે વીસ પરીષહનું વેદન કરે છે આ કથન સમીચીન જ છે.
શંકા–જે સંયત અનિવૃત્તિ બાદર સંપરાયવાળા છે તેના મોહનીયથી સંભવિત આઠ પરીષહની સંભાવના કેવી રીતે બની શકે? કેમકે દર્શનસકનું ઉપશમ થવાથી એ બાદર કષાયવાળા સંયતના દર્શન મેહનીયના ઉદયના અભાવથી દર્શનપરીષહ તે થશે નહીં. આ માટે ત્યાં આઠની જગ્યાએ સાત પરીષહ જ સંભવીત દેખાય છે. છતાં આઠની સંભાવના કેમ કહેવાઈ છે? કદાચ દર્શન મેહનીયના ઉદયના અભાવમાં પણ દર્શન મેહનીયની સત્તાની અપેક્ષા દર્શનપરીષહ પણ છે. એવું કહેવામાં આવે તે ઉપશામક હોવા છતાં સૂક્ષમ સંપરાયવાળાને પણ મોહનીયની સત્તાના સદુભાવથી તેના ઉદયથી થનાર સર્વ પરીષહ ન માનવા જોઈએ. કારણ કે, ન્યાય સર્વત્ર સમાન હોય છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૯ર