________________
હોવાથી એ આઠ પરીષહ આવતા નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય આ ચાર ઘાતીય કર્મ છે. એનું જ્યારે આત્યંતિક ક્ષય થઈ જાય છે ત્યારે આત્મા કેવલી અવસ્થા સંપન્ન થાય છે. એ સમય એ કેવલજ્ઞાન વિશિષ્ટ આત્માને વેદનીય કર્મના ઉદયથી અગીયાર પરીષહ થાય છે તે આ છે ભૂખ, તરસર, ઠંડી૩, ઉષ્ણ, દંશમશકપ, ચર્યાદ, શમ્યા૭, વધ૮, રોગ૯ તૃણસ્પર્શ૧૦ અને મેલ૧૧ કેવલી અવસ્થામાં આત્મા ઉત્કર્ષની અપેક્ષાથી યુગપત નવ પરીષહાની વેદના ભગવે છે. શીત ઉષ્ણુમાંથી કઈ એકની, ચર્યા શય્યામાંથી કેઈ એકની, બાદર કષાયથી યુક્ત જીવને અથવા ઉપશમક અથવા ક્ષેપકને ભૂખ તરસ આદિ બાવીસ પરીષહ હોય છે. છતાં પણ યુગપત એક જીવના એક કાળમાં વીસ પરીષહ સુધી જ થઈ શકે છે.
જ્ઞાનાવરણીય કર્મોના ઉદયમાં પ્રજ્ઞાપરીષહ અને અજ્ઞાનપરીષહ એ બે પરીષહ છે. ચારિત્ર મોહનીયના ઉદયમાં અચેલ, ૧ અરતિ, ૨ સ્ત્રિ, ૩ નિષદ્યા,૪ આકાશ ૫ યાચના, ૬ સત્કારપુરસ્કાર, ૭ આ સાત પરીષહ હોય છે. દર્શન મેહનિયન ઉદયમાં એક દશનપરીષહ, વેદનીયના ઉદયમાં ૧૧ અગીયાર પરીષહ, ભૂખ, ૧ તરસ, ૨ ઠંડી, ૩ ઉણુ, ૪ દંશમશક, ૫ ચર્યા, ૬ શિયા, ૭ વધ, ૮ રોગ, ૯ તૃણસ્પર્શ ૧૦ અને મેલ ૧૧ હોય છે. લાભાંતરાયના ઉદયમાં એક અલાભ પરીષહ ઉત્પન્ન થાય છે. આઠ પ્રકારના કર્મના બંધક તથા આયુ શિવાય સાત કર્મોના બંધક જે સંયત છે તેને ૨૨ બાવીસ પરીષહ હોય છે. એક કાળમાં એક જીવ અધિકમાં અધિક ૨૦ વીસ પરીષહનું વેદન કરી શકે છે. કેમકે, ચર્યા અને નિષઘામાંથી કોઈ એકનું ઠંડી અને ઉણમાંથી કોઈ એકનું જ વેદન થતું હોય છે. બન્નેનું યુગપતું નહીં. કારણ કે, તેને પરસ્પર એક સાથે રહેવામાં વિરોધ છે.
શું કા–શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શને જે આપે પરસ્પર વિરોધ બતાવે છે તે બરાબર નથી. કેમકે, અત્યંતિક ઠંડીને સ્પર્શ હોવાથી પણ અગ્નિના સાંનિધ્યમાં તથા શરીરને એક ભાગ છાયાશ્રિત હોવાથી, બીજો ભાગ સૂર્યનાં કિરણેથી તૃપ્ત હોવાથી, એકજ માણસને એક દિશામાં ઠંડીનો અને બીજી દિશામાં ઉષ્ણને અનુભવ યુગપતું થાય છે. આ રીતે ઠંડી અને ઉષ્ણસ્પર્શને
એક જ માણસમાં દેશાદિકની અપેક્ષા એક સાથ સદ્દભાવ દેખાતાં આમાં આપ વિરોધ કેવી રીતે કહે છે?
ઉત્તર–આ પ્રકારની આશંકા અહિં ન કરવી જોઈએ કેમકે, અહિં જે ઠંડી અને ઉષ્ણુ પરીષહને યુગપત્ વિરોધ બતાવવામાં આવેલ છે તે કાળની અપેક્ષાથી બતાવવામાં આવેલ છે. શીતકાળમાં ઠંડીને પરીષહ અને ઉણકાળમાં ઉણપરીષહને સદ્ભાવ રહે છે. શીતકાળમાં ઉણકાળ હેત નથી અને ઉષ્ણકાળમાં શીતકાળ હોતું નથી. આથી આ અપેક્ષાએ અહિંયાં આ પ્રશ્ન થવાને અવકાશ જ નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૯૧