Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મોઢ મરડીને હું આ કષ્ટપ્રદ નિઃસાર કાર્યોની આરાધનામાં લાગી ગયો છું તે સઘળું વ્યર્થ છે. કહ્યું છે–
“તifસ વાતનાશ્વત્રા સંચમો મોવિંદના” ઈત્યાદિ.
અર્થાત્ તપ એક વિશિષ્ટ પ્રકારનું કષ્ટ છે સંયમ જે છે તે ભાગોને ઠગનાર છે. ભૌતિકવાદી બની ભિક્ષએ આ પ્રકારને વિચાર નહીં કરવો જોઈએ. કેમકે, આ પ્રકારની વિચારધારા સર્વથા તુછ બતાવવામાં આવી છે તેનો વિચાર હવે અહીં કહેવામાં આવે છે.
પહેલાં જે ભૌતિકવાદીએ એવું કહ્યું છે કે, “જન્માંતર નથી કેમકે આ શરીર ભૂતના સમુદાય સ્વરૂપ છે અને ચિતન્યરૂપ આત્મા પણ ભૂતેને ધર્મ છે. તેને વિનાશ પણ શરીરના વિનાશની સાથે થાય છે. તેનું તેવા પ્રકારનું કહેવું ઠીક નથી. કેમકે, અમે લોક અર્થાત જેનશરીરને પરલોકમાં જવા વાળું માનતા નથી. અમે તે એક આત્મા ભૂતને ધર્મ નથી. જ્યારે જુદી જુદી અવસ્થામાં ભૂતેથી ચૈતન્યની ઉત્પત્તિ નથી થતી તો તેના સમુદાયમાં ચૈિતન્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? જેમ રેતીના એક કણમાંથી તેલ નીકળી શકતું નથી તે રેતીના ઢગલામાંથી તેલ નીકળી શકે તેવું કેણ કહી શકે ? બીજી વાત એ પણ છે કે, જે ચિતન્યને ભૂતેને ધર્મ માનવામાં આવે તો મરણને અભાવ પ્રસક્ત થાય છે. કેમકે, મૃતકાયમાં પણ પૃથ્વી આદિ ભૂતને સદ્દભાવ તે રહેલે જ છે. જે મરણ શરીરમાં મરણ સદુભાવ ખ્યાપિત કરવા માટે એમ કહેવામાં આવે કે, “ત્યાં વાયુ અને તેજને અભાવ છે માટે આ બને તને અભાવ હોવાથી ત્યાં પણ મરણને સદૂભાવ અંગિકાર કરવામાં આવે છે.” તે એમ કહેવું એ માટે ઉચિત નથી કે, મૃતકોમાં પણ સુજનની ઉપલબ્ધિ હોવાથી વાયુને ત્યાં અસદુભાવ માની શકાતું નથી. અગ્નિતત્વને પણ ત્યાં તેવી રીતે અભાવ નથી માનવામાં આવતે કેમકે, તેના અભાવમાં એનું સડવું બનતું નથી, જે કદાચ એ ઉપર એમ કહેવામાં આવે કે, “ સૂકમ વાયુ તથા અગ્નિ ત્યાંથી અપગત થઈ ગયેલ છે, આથી શરીરમાં મરણને વહેવાર થવાને છે” તે એવું કહેવું તે આત્માના સદૂભાવને ખ્યાપક મનાય છે. તમે સૂક્ષ્મ વાયુ અગરતો અગ્નિ કહે છે. અમે તેને આત્મા કહીયે છીએ ભૂત સમુદાયથી ચિતન્યને આવિર્ભાવ એ માટે પણ સિદ્ધ નથી થતું કે, એકજ જગ્યાએ તે ચારેને ભેળા કરવા છતાં પણ તેમાં ચિતન્યની ઉપલબ્ધિ થતી નથી. જે કદાચ ભૂતવાદી આ ઉપર એવું કહે કે, “જ્યારે એ ભૂતકાય આકાર પરિણત હોય છે ત્યારે જ જઈને તેનાથી ચિતન્યની અભિવ્યક્તિ થાય છે.” તે એવું કહેવું પણ એ માટે ઠીક નથી કે, લેખમય પુતલીકામાં સમસ્ત ભૂતને સદભાવ હોવા છતાં પણ ત્યાં ચૈતન્યની ઉપલબ્ધિ થતી નથી પરંતુ જડતાજ ઉપલબ્ધ થાય છે. કાર્યકારણ ભાવ અન્વય વ્યતિરેકના ભાવમાં જ બને છે. આ પ્રકાર અહિં ભૂત અને ચૈતન્યને અન્વયે વ્યતિરેક ઘટીત થતું નથી માટે ભૂતનું કાર્ય ચૈતન્ય છે તે કઈ પ્રકારે સિદ્ધ થતું નથી. આ માટે આ ચિતન્ય ગુણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૮૫