________________
તેનાથી મારાં જ્ઞાનાવરણીયાદિક કર્મ સર્વથા નાશ પામેલ નથી. તે આ કિયા કરવાથી મને શું લાભ થયે? એ વિચાર કરી સાધુ વિષાદ ન કરે.
અજ્ઞાનના સભાવ પક્ષમાં દષ્ટાંત
એક સમય ચતુનસંપન્ન ભદ્રગુપ્ત આચાર્ય શિષ્ય પરિવારની સાથે રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીનાં તિન્દુક ઉદ્યાનમાં આવ્યા. ત્યાં વસુમિત્ર નામના એક શેઠે તેમને ધર્મ ઉપદેશ સાંભળી દીક્ષા ધારણ કરી. અગીઆર અંગોને ભણીને તેમણે સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું. સદા ઉગ્ર તપસ્યા કરવી, ઉગ્રવિહાર કરો, ઉત્કૃષ્ટ આચારનું પાલન કરવું, યતનાથી ઉઠવું, યતનાથી બેસવું, યાતનાથી આહાર કર, યતનાથી બોલવું, યતનાથી ચાલવું, આ રીતે તેમની પ્રત્યેક કિયાએ યતનાપૂર્વક થવા લાગી.
શ્રાવતી નગરીને રાજા કે જેનું નામ સુવીર હતું તે દરરોજ ભદ્રગુપ્ત આચાર્યની પાસે વંદના અને પર્યું પાસના કરવા માટે આવતા હતા. આચાર્ય મહારાજ પણ તેમને ધર્મદેશના આપતા હતા. રાજાના હૃદયમાં એક દિવસ બંધ અને મોક્ષના યથાર્થ સ્વરૂપને જાણવાની જીજ્ઞાસા થઈ તે તુરત જ આચાર્યની પાસે આવ્યા અને વંદના કરી સામે બેઠા. આચાર્ય મહારાજે તેમને કહ્યું, કહે રાજન ! આજ બંધ અને મોક્ષનું યથાર્થ સ્વરૂપ પુછવાને આવ્યા છે ને ? રાજાએ વિનય સાથે બન્ને હાથ જોડીને કહ્યું, હા ! ચાર જ્ઞાનના ધારક આચાર્ય મહારાજે રાજાને જ્ઞાન અને બંધનું યથાર્થ સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. ઉપદેશમાં કહેવામાં આવેલ બંધ અને મોક્ષના સ્વરૂપ ને સાંભળીને રાજાને ઘણે આનંદ થયે અને વૈરાગ્ય ભાવના જાગૃત થતાં રાજાએ આચાર્ય મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી.
વસુમિત્રમુનિ કે જેમનું સંસારી અવસ્થામાં નામ વસુમિત્ર શેઠ હતું. તેમણે ભદ્રગુપ્ત આચાર્યને ચાર જ્ઞાનને પ્રભાવ જોઈને મનમાં વિચાર કર્યો, અહો ! આત્માની શક્તિ અચિંત્ય છે. તેના બળથી આત્મા એક અંતમુહૂર્તમાં જ જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારની કમરજને નાશ કરી સર્વજ્ઞ સર્વદર્ષિ બની જાય છે. મેં અગીયારસંગને અભ્યાસ કર્યો છે. તેનું ખૂબ મનન કર્યું છે. એ પ્રકારે નિરતિચાર શ્રતજ્ઞાનની આરાધના કરેલ છે. નિઃશંકિત અને નિકાંક્ષિત આદિ ભેદેથી યુક્ત દર્શનાચારનું યથાવત્ પાલન કર્યું છે. સમિતિ ગુપ્તિઓ દ્વારા પ્રશસ્ત ઉપયુક્ત બનીને ચારીત્રાચારનું પણ સારી રીતે આરાધન કર્યું છે. અગ્લાનભાવથી અનશન આદી ૧૨ પ્રકારના તપનું અનુષ્ઠાન કરવાથી તપ આચારને પણ સારી રીતે પાળેલ છે. એવી રીતે કાલ વિનયાદિકના ભેદથી આઠ પ્રકારના જ્ઞાનાચાર, નિશકિત, નિઃકાંક્ષિત, આદિ ભેદથી આઠ પ્રકારને દર્શનાચાર, સમિતિગુપ્તિ આદિના પાલન સ્વરૂપ આઠ પ્રકારને ચારિત્ર આચાર અને વીસ તથા અનશન અદિ બાર પ્રકારનું તપ આ પ્રકારે છત્રીસ ભેદવાળા આ આચારને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૭૮