________________
ચંદ્ર મુનિએ આંગળીના ઈસારાથી બતાવીને કહ્યું કે, જુઓ આ છે તે આવેલા મહાનુભાવ! આથી તે સઘળા શિષ્યો તે સમયે અપાર હર્ષથી પ્રફુલ્લિત બની ખુશી થતાં થતાં ખૂબજ આદરથી “આ જ છે અમારા ગુરુમહારાજ” કહીને તેમના ચરણમાં પડીને વંદન કરવા લાગ્યા. સાગરચંદ્રમુનિ એ સમયે કાલકાચાર્યના પરિચયથી પશ્ચાત્તાપ કરતાં કરતાં તેમને કહેવા લાગ્યા, ભગવંત! શ્રતનિધિ પૂજ્ય મારાથી આપની અશાતના થઈ છે. આથી હું તેની ક્ષમા ચાહું છું. આપ મને ક્ષમા કરે. કાલકાચાયે કહ્યું, વત્સ ! શ્રુતજ્ઞાનને મદ ન કરે જોઈએ. આ કથાથી એ જાણવાનું મળે છે કે, કાલકાચાર્યની માફક પ્રજ્ઞાના પ્રકમાં મદદ નહીં કરવાથી પ્રજ્ઞાપરીષહને જય થાય છે. ૪૧
મતિશ્રત રૂપ પક્ષજ્ઞાનને આશ્રિત કરી પ્રજ્ઞાપરીષહનું સૂત્રકારે આ વર્ણન કરેલ છે. હવે અવધિ આદિરૂપ જે પ્રત્યક્ષજ્ઞાન છે તેના અભાવરૂપ એકવીસમા અજ્ઞાનપરીષહનું વર્ણન કરવામાં આવે છે– નિ”િ ઈત્યાદિ. અન્વયાર્થ–
નિધિ એgrો વિરો-નિરર્થવÉમૈથુનાત્ નિરતઃ કામસુખને છેડીને હું નકામે વિરક્ત બન્યો છું સુસંધુડો–સુસંવૃત્તઃ ઈન્દ્રિયો અને મનને તેના અભિલષિત વિષયોથી હટાવીને મેં વ્યર્થ સુસંવૃત કરેલ છે, જે આજ સુધી પણ
कल्लाणं पावगं धम्म सक्ख नाभिजाणामि-कल्याणं पापकं धर्म साक्षात् नाभिનાનાનિ શુભ તથા અશુભ વસ્તુ સ્વભાવરૂપ ધર્મને અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનના અભાવથી સાક્ષા–સ્પષ્ટરૂપથી જાણતો નથી. આ પ્રકારને વિચાર ભિક્ષુ ન કરે રૂફ મિનરલૂ ન ઉતર આ આગળ બતાવવામાં આવેલ ૪૪ મી ગાથાનું વાક્ય અહિં જીત કરી લેવું જોઈએ. એ ગાથામાં એક મૈથુન માત્રનું એટલા માટે ગ્રહણ કરવામાં આવેલ છે કે, અહિંસા આદિ બધાની અપેક્ષા એ ત્યજ હોય છે. આ માટે મુનિ વિચારતા હોય છે કે, આ દુષ્કર ત્યાગ કરવા છતાં પણ મને કાંઈ લાભ થયો નહીં.
ભાવાર્થ–આને ભાવ એ છે કે, અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિના અભાવમાં ભિક્ષએ પિતાના આત્મા માટે આ પ્રકારને વિચાર કરી કદી વિષાદિત બનવું ન જોઈએ-કે, મને બ્રહ્મચર્યનું પાલન અને તપશ્ચર્યા કરતાં કરતાં ઘણે સમય ગયો તેમ છતાં પણ વસ્તુને વાસ્તવિક શુભાશુભ સ્વભાવ સ્પષ્ટ રીતે બતાવનાર પ્રત્યક્ષ જ્ઞાનેમાંથી કેઈ એક પણ જ્ઞાનની પ્રાપ્તિ થવા પામી નથી. આ દીક્ષા, બ્રહ્મચર્યવ્રત અને તપશ્ચર્યા વગેરે મેં નકામાં ધારણ કર્યા છે. આની અપેક્ષા તે સંસાર દશામાં જ આનંદ હતો ! ૪૨ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
१७४