Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ–સાધુના ઉપર દરેકને વિશ્વાસ હોય છે, પ્રત્યેક વ્યક્તિ પિતપિતાની જીજ્ઞાસાનું સમાધાન એમની પાસેથી મેળવવાના અભિલાષી તથા ઉત્સુક રહે છે. આ પરિસ્થિતિમાં જે કંઈ જીજ્ઞાસુ પુરૂષ મુનિની પાસે આવી જીવાદિતત્વ વિષયક પિતાની શંકાનું નિવારણ કરવા ઈચછે અને તે સાધુને આ વિષયમાં પ્રશ્ન કરે અને મુનિ એને ઉત્તર ન આપી શકે તે એ મુનિ પિતાના આત્મામાં શંકાશિત વૃત્તિ ન જાગવા દે પરંતુ સમભાવથી એવું વિચારે કે, મારા જ્ઞાનાવરણીયાદિક કર્મોને કેટલો તીવ્ર ઉદય છે કે જે જ્ઞાનના સાધન હોવા છતાં પણ મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકી નથી. બુદ્ધિમાં આ પ્રકારની મંદતાનું કારણ મેં-પૂર્વભવમાં ગુરુ આદિની નિંદા વગેરેથી ઉપાજીત કરેલ જ્ઞાનાવરણીયાદિક કર્મ જ છે. એમાં કેઈને દોષ નથી. જેમ કહ્યું પણ છે–
"सुहासुहाणि कम्माणि, सयं कुव्वंति देहिणो।
સથવોવમુંગતિ, કુશળ જ મુદાનિય છે ?” આત્મા શુભ અને અશુભ કર્મોને સ્વયં ઉપાજીત કરે છે, અને એના સ્વરૂપ સુખ દુઃખાદિકને સ્વયં ભગવે છે. એ ૪૦
અન્વયાર્થ-કાશનાળા વર્મીક્ષત્તિ અજ્ઞાનાનિ મન પૂર્વભવમાં ગુરુ આદિની નિંદાથી ઉપાજીત તથા જ્ઞાનમાં અંતરાયનાખવારૂપ-જ્ઞાનના નિરોધકએવા જ્ઞાનાવરણીયાદિક કર્મ પિતાના વિતેલા કાળ પછી કરૂન્નતિ-ચિત્તે હડકાયા કુતરાના અથવા વકરેલા ઉંદરના વિષના વિકારની માફક અજ્ઞાન રૂપથી ઉદયમાં આવે છે. પર્વ જન્મવિલાયં-પર્વ વિપામ્ આ પ્રકારે કર્મના ફળને નવ-ૌત્રિા જાણી હે શિષ્ય! મા રારિ-મિનં શ્વાસ તમે પોતાના આત્મામાં કાંઈ ન આવવાથી બીજાના પ્રશ્નોને ઉત્તર આપી શકતા નથી એ. જાણીને આ બધાના નિમિત્તને લઈ વિષાદ ન કરે.
ભાવાર્થ–પ્રજ્ઞાપરીષહને જીતવા માટે સૂત્રકાર સાધુઓ માટે શિક્ષા રૂપથી કહે છે કે, જે જેવું કરે છે, તેને તેવું ફળ મળે છે. કેઈ બાવળનું ઝાડ વાવીને તેમાંથી આંબાના ફળની આશા રાખે છે તે વ્યર્થ છે. આ પ્રકારે પૂર્વભવમાં જે જીવે છે જે કારણો દ્વારા જે જે કર્મોને બંધ કર્યો હોય તે તે કર્મ અબાધાકાળની બાદ તે તે જીવને ઉદયમાં આવે છે. આથી હે આત્મન્ ! ગુરુ આદિની નિંદા કરવાથી, શાસ્ત્રોને અવર્ણવાદ બોલવાથી, ઉપઘાતથી અર્થાત્ જ્ઞાનાદિકનાં સાધનો નાશ કરવાથી જ્ઞાનમાં અંતરાય નાખવાથી, તે તીવ્ર જ્ઞાનાવરણીયાદિક કર્મને બંધ કર્યો છે તે તેનું ફળ પણ તારે તેવું જ ભોગવવું પડશે. તેમાં કેઈના હાથની વાત નથી. જે જ્ઞાનાવરણીય કર્મોને તે બંધ કર્યો છે, તે તેવા તેવા રૂપમાંજ ઉદયમાં આવશે. આથી જે તને કઈ જવાદિક તના વિષયમાં કાંઈ પુછે છે તે તને એ વિષયને કઈ જ્ઞાનભર્યો ઉત્તર જડતું નથી તો તેનાથી તે પોતાના આત્મામાં હિનતાની ભાવના અને ખેદ કરીશ નહીં. પરંતુ પોતાના આત્મામાં હૈયે રાખ અને એ પ્રકારે સમજાવ કે, આ તારાંજ કરેલાં કર્મ છે. એથી એ તારે જ ભોગવવા પડશે. પછી આમાં હર્ષ વિષાદ કરવાની જરૂર જ શું છે? આ પ્રકારે આ પરિણતીથી આત્મા પ્રજ્ઞા પરીષહને ખૂબ જ સારી રીતે સહન કરી શકે છે. ગાથામાં “જન્મા” એ બહુ.
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
૧૭ર