________________
આ ક્રિયા એવી રીતે કરતા કે, પગ લાંખા કરી પસારતા કે જેથી તે મુનિના માથા ઉપર આવે. આ કાર્યમાં પુરાહિતને ખૂબ મજા આવતી. પુરૈાહિતની આ પ્રકારની પ્રવૃત્તિને જોઈ ને મુનિના મનમાં જરા પણ વિકૃતિ આવતી ન હતી. કારણ કે, તેઓ શાંતરસના સમુદ્ર હતા. પરંતુ સુભદ્રશ્રાવકથી પુરાહિતનું આ વર્તન સહન ન થયું. ગુરુનું અપમાન જોઈ ને એનું મન ખૂબ વ્યગ્ર થઈ ગયું. તે તરત જ અરૂણાચાયની પાસે પહેાંચીને કહેવા લાગ્યા, હે ભદન્ત ! પુરાહિતથી થતું આપનું અપમાન મારાથી સહન થતું નથી કેમકે, તે આપના શિષ્યના મસ્તક પર કેટલાક દિવસથી પગ રાખી અસાતના કરે છે. હું તેને આના ચિત ઉત્તર આપવા ચાહું છુ. સુભદ્રશેઠની વાત સાંભળીને આચાય મહારાજે કહ્યું કે, દેવાનુપ્રિય! અમે લેાકેા જે પ્રકારે નૃપાર્દિક દ્વારા કરાયેલા સત્કારપુરસ્કારમાં પ્રસન્ન નથી થતા, તેવી રીતે તેના અભાવમાં દ્વેષ અને દૈન્ય આદિક પણ કરતા નથી. આ પુરાહિત જે કાંઇ કરે છે તે જૈનધમ તરફના તેના દ્વેષને લઈને કરે છે. અમારા તા એ આચાર છે જ કે, અમારે આ પરીષહુ સહુન કરવા જ જોઈ એ. આચાર્ય મહારાજની વાત સાંભળીને શેઠ પેાતાને ઘેર ચાલ્યા ગયા. ફરીથી એક વખતે આવીને સુભદ્રશ્રાવકે આચાર્ય માહારાજને એવી ખબર આપી કે, પુરહિતે એક નવું મકાન બનાવ્યુ છે. અને આજ તેના વાસ્તુ મુહૂતમાં તેણે રાજાને ભેજન માટે આમંત્રણ આપેલ છે. ચાહું છું કે, પુરહિતના આ વહેવાર જે તેણે મુનિરાજની સાથે કર્યાં છે, તે ત્યાં જઈને રાજાને ચુપકીઢીથી કહેવામાં આવે. આ પ્રકારની શેઠની વાત ઉપર ધ્યાન ન આપતાં આચાર્ય મહારાજે જોઈને કહ્યું કે એ મકાન એવા કુમુહૂતમાં તૈયાર કરવામાં આવ્યું છે કે તે મુહૂતને દિવસે જ પડી જવાનુ છે. માટે રાજા જે સમયે એમાં દાખલ થવા જાય તે સમયે તમે તેમના હાથ પકડીને બહાર ખેંચી લેજો. મરતાને બચાવવા તે આપણા ધર્મ છે. આચાર્ય મહાાજની આ વાત સાંભળી શ્રાવક સુભદ્ર શેઠે ત્યાંથી નિકળી પુરાતિના નવા મકાને પહોંચ્યા અને રાજાના આવવાની પ્રતિક્ષા કરવા લાગ્યા. રાજાએ આવી એ મકાનમાં પ્રવેશ કરવા શરૂ કર્યાં એટલે રાજાને મચાવીલેવાના અભિપ્રાયથી તેની પ્રતિક્ષા કરી રહેલ સુભદ્ર શેઠે રાજાના હાથ પકડી આગળ વધતા અટકાવી દીધા અને થાડા પાછા ખેંચી લીધા. રાજાના મહાર ખે'ચાઈ જવાની સાથેાસાથ જ એ આખુંએ મકાન કડડભુસ કરતું જમીનદાસ્ત બન્યું. રાજાને આ પરિસ્થિતિ જોઇ ખૂબજ આશ્ચય થયું. તેણે સુભદ્રશેઠને તેનું કારણ પૂછ્યુ ત્યારે તેણે સઘળી વાત રાજાને કહી સંભળાવી. રાજાએ પ્રસન્ન થતાં કહ્યું કે, આ વાતની જાણ કઇ રીતે થઈ ? સુભદ્રશેઠે જણાવ્યુ` કે, આજ મારા ગુરુદેવ સાથે વતચિતમાં આ પ્રસંગની વાત ઉપસ્થિત થતાં તેઓશ્રીએ કહ્યું કે, પુરાહિતના એ મકાનના પાયે એવા મુહૂત માં નાખવામાં આવ્યા છે કે રાજાના પ્રવેશ થતાંજ એ આખુ એ મકાન જમીનદોસ્ત થવાનુ. રાજાને આ વાતથી ઘણાજ સતાષ થયા. એણે આચાર્ય મહારાજના અગાધ એવા જ્ઞાનની પ્રેમજ પ્રસશા કરી અને ત્યાંથી જ એમને પરાક્ષ વંદન કર્યું". આ વખતે સુઅવસર જોઈ સુભદ્ર શેઠે
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૭૦