Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વધ પરીષહ યાચના પરીષહ ઔર અલાભ પરીષહ કા વર્ણન
મુનિને ઘણું આશ્ચર્ય થયું અને કહેવા લાગ્યા. મારામાં અને ચંડાલમાં સમા નતાને અનુભવ તમને કેવી રીતે થયો? દેવે કહ્યું એક ક્રોધથી–આપની અંદર તે સમયે ક્રોધ રૂપી ચંડાલ પ્રવિષ્ટ થયે હતે. અને તે તે ચંડાલ હતું જ. આથી સહાયતા કરવા જેવી વાત મને તે સમયે ઉચિત ન લાગી. એ માટે સહાયતા ન કરી. અને તેને પણ દંડ આદિ રૂપ કાંઈ શિક્ષો નકરી. હા! કહો એને કઈ રીતે શિક્ષા કરવામાં આવે! મુનિ મહારાજે કહ્યું કે, હવે શું આવશ્યક્તા છે. જે અજ્ઞાની હોય છે તે ઉપેક્ષાને પાત્ર જ છે. આ માટે તેને દંડાદિકરૂપ શિક્ષા આપવાની કેઈ જરૂરત નથી. મુનિઓને તે આચારજ છે કે તેઓ આક્રોશપરીષહને સહન કરે. મુનિની આ વાત સાંભળીને દેવ ઘણા અનુરાગી બની તેની સેવામાં રહેવા લાગ્યા. આ કથાથી સુનિઓએ એ જ શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે, આક્રોશપરીષહ સહન કરવું તે મુનિરાજોનું કર્તવ્ય છે. જે ૨૫
કોઈ ઉષ્ઠ માણસ આક્રોશ માત્રથી સંતોષ ન પામવાથી મુનિને વધુ પણ કરવા લાગે છે. એ માટે હવે તેરમાં વધપરીષહને કહે છે. “શો શંક-ઈત્યાદિ.
અન્વયાર્થ-મિલ્થ-મિલ્લુ મુનિ --હૃતેઃ કઈ પણ દુષ્ટ દ્વારા લાકડી ગડદાપાટુથી તાડિત થઈ જાય તે પણ ન સંજે-સંક્રેત ક્રોધથી તપી ન જાય મણિ ન પોસા--મનો
મનને પણ દૂષિત ન કરે પણ નિતિ-રિરિક્ષાં ઉત્તમ ક્ષમાને પામ-માં દશવિધ ધર્મોમાં સર્વોત્કૃષ્ટ રખ્યા-જ્ઞાત્વા જાણીને મિજૂ-મિલ્સ: તે સાધુ ધનં વિતા-ધમઁ વિચિન્તર ઉત્તમ ક્ષમાદરૂપ સાધુના કર્તવ્યને તથા પોતાના આત્મસ્વરુપને વિચાર કરે કે ક્ષમા એ જ ધર્મ છે. આજે મને નિમિત બનાવીને કર્મોને ઉપચય કરી રહેલ છે. તેમાં મારાં જ પૂર્વોપાજીત કર્મ કારણરૂપ છે. આથી તેમાં મારે જ દેવ છે માટે તેના પ્રતિ કેધ કરે મને ઉચિત નથી,
ભાવાર્થ–મુનિએની આ વિચારધારા કેટલી સુન્દર છે વજ હદયવાળે શત્રુ પણ આ વિચાર સામે નતમસ્તક બની પોતાની કુરતાને ત્યાગી દે છે. એક તરફ ધાકધમકી અને માર મારવાની હદ સુધીની ક્રિયાઓ થાય છે, ત્યારે બીજી તરફ આને પ્રતિકાર ન કરાતા પિતાના પૂર્વોપાજીત કર્મોને જ બળવાન માનવામાં આવે છે. “પૂર્વોપાર્જીત કર્મોનું ફળ મને મળી રહ્યું છે. એ બિચારાને કેઈજ દેષ નથી”મુનિના આત્મામાં અફસોસ ફક્ત એ વાતને થાય છે કે, આ પ્રાણું મને નિમિત્ત બનાવીને નવા કર્મોને બંધ બાંધી રહેલ છે. આ પ્રમાણે મનમાં પણ પ્રતિકાર કરવાની ભાવનાના ઉદયનો નિષેધ બતાવવામાં આવેલ છે, ત્યાં અન્ય પ્રતિકાર કરવાની તો વાત જ કયાં રહી? મહાત્માને આ કે સુન્દર ઉપદેશ છે કે તેને ધાકધમકી કેઇના તરફથી અપાય અથવા માર મારવામાં આવે તો પણ પિતાની ઉત્તમ ક્ષમાને ન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૫ર