Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દષ્ટાંત—વિંધ્યાચળ પ્રદેશમાં એક હુંડ નામનું ગામ હતું. તેમાં એક નિર્ધન સોવીર નામને ખેડુત રહેતું હતું. કુટુંબ મોટું હોવાના કારણે તેને સદા તેના પાલન પિષણની ચિંતા રહ્યા કરતી હતી. આ ચિંતાના બેજાના કારણે તેનું શરીર ઘસાઈ ગયું હતું. વિંધ્યાચળ પ્રદેશના ગિરિસેન રાજાએ વારા પાડીને પાંચસે હળ જોડવા માટે પાંચસો ખેડુતેને નિયુકત કરી રાખ્યા હતા. સૌવીર ખેડુતને પણ એક વખત વારો આવ્યો. એ દિવસે તેણે ખેતરમાં બળ લઈ જઈને હળ તૈયાર કરી ખેડવાનું શરૂ કર્યું. ખેતર ખેડતાં ખેડતાં બળદ થાકી ગયા અને વચમાં વચમાં ઉભા રહેવા લાગ્યા. ઉનાળાના સખ્ત તાપથી અતિશય સંતપ્ત થઈને ભૂખ તરસથી તે ઘણા વ્યાકુળ બની ગયા. અને એ વાતની પ્રતીક્ષા કરવા લાગ્યા કે, કયારે અમને હળથી મુકત કરવામાં આવે અને કયારે ઘાસ વગેરે ખાઈ ભૂખને શાંત કરીએ. આવા ભાવથી તે બીચારા વારંવાર પોતાના માલીક સોવીરના મોઢા તરફ જતા હતા. પરંતુ તેમની આ પરિસ્થિતિ ઉપર સૌવીર નો જરા પણ ધ્યાન આપ્યું કે નતો તેમને ધુંસરીથી છોડયા. વધારામાં તેમને ખાવા પીવાના સમયને વખતે એક ચાસ વધારે ખેડાવ્યું. આથી સૌવીરને પ્રબળ અંતરાયકમને બંધ થયે. ઘેડા સમય પછી સૌવીર ખેડૂત મરીને પર્યાયથી પર્યાયાન્તરિત થયે. ઘણા કાળ સુધી તેણે સંસારમાં પરિભ્રમણ કર્યું. સંસારપરિભ્રમણ કરતાં કરતાં કાળાંતરે તે એક ગોવાળને ત્યાં જન. મેટો થતાં તે ગાયને ચરાવતું હતું. એક દિવસ જંગલમાં તેની દષ્ટી ઝાડની નીચે બેઠેલા એક મુનિરાજ ઉપર પડી, જે પટકાયના જીની રક્ષા કરવામાં તત્પર હતા. તેમના મોઢા ઉપર દેરા સાથે એક મુખવસ્ત્રિકા બાંધેલી હતી. તેની પાસે પહોંચીને તેમની પાસેથી ધર્મ દેશના સાંભળી. એને પ્રભાવ તેના આત્મા પર એ પડશે કે તે એજ સમયે દીક્ષિત બની ગયો. સાધુચર્યાને ઠીક ઠીક નિર્વાહ કરતાં કરતાં તે મૃત્યુના અવસરે કાળધર્મ પામ્યો અને તે સૌધર્મ દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંની સ્થિતિ સમાપ્ત થતાં તે ત્યાંથી ચવીને દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવને ઘેર પુત્ર રૂપે ઉત્પન્ન થશે અને ત્યાં તેમનું નામ ઢંઢણું રાખવામાં આવ્યું.
આ ઢંઢણકુમારે શ્રીનેમીનાથ તીર્થંકર પાસે ધર્મદેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરી. ભિક્ષાચર્યા કરવા માટે તે સ્વયં જતા હતા. શ્રીકૃષ્ણના પુત્ર તેમજ ત્રીજગદ્ગુરૂ તીર્થંકર નેમીનાથ પ્રભુના શિષ્ય હોવા છતાં પણ તે વિશાળ દ્વારિકા નગરીમાં તેને મોટા મોટા શેઠ શાહુકારોના ઘરમાં જવા છતાં પણ લાભાંતરાય કર્મના ઉદયથી છેડા પણ પ્રાસુક આહારનો લાભ મળતું ન હતો. આથી એ દિનપ્રતિદિન શુષ્ક શરીરવાળા બનવા લાગ્યા. ભગવાન નેમીનાથ પાસે જઈને એક દિવસ તેમણે આહા૨ના એલાભનું કારણ પૂછયું, ભગવાને કહ્યું કે, હે વત્સ ! તું આ ભવથી પહેલાં નવાણું લાખ નવાણું હજાર નવસો નવાણુના ૯૯,૯૯,૯૯૯ ભવમાં વિધ્યાચળ પ્રદે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૫૮