Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રાવકવ્રતધારી સ્કંદકકુમારે જૈનસિદ્ધાતને સમર્થન કરતાં તેને નિરૂત્તર બનાવી દીધું. આથી પાલક સ્કંદકકુમારને મહાન વિરોધી બની ગયે.
કેટલાક સમય પછી સ્કંદકકુમારે પાંચસે કુમારની સાથે ભગવાન મુનિસુવ્રતસ્વામી પાસેથી ધાર્મિક દેશના સાંભળીને દીક્ષા અંગીકાર કરી, એ પાંચસે કુમારોને ભગવાને સ્કંદકકુમારની દેખરેખ નીચે રાખ્યા, આથી તે કંદમુનિ સ્કંદકાચાર્ય બની ગયા, સ્કંદકાચાયે એક દિવસ ભગવાનને પૂછયું કે, હે ભગવંત! હું અહિંથી આપની આજ્ઞા હોય તે કુંભકારકટકપુર તરફ વિહાર કરવાની ઈચ્છા રાખું છું. ભગવાને કહ્યું, જે રીતે તમને સુખ થાય એ રીતે કરે. પરંતુ તમારે ત્યાં મરણાંતિક ઉપસર્ગને સામને કરે પડશે. તે વાત સાંભળીને સ્કદકે પ્રભુને પૂછયું, કે હે પ્રભે! અમે બધા આરાધક છીએ કે વિરાધક? ભગવાને કહ્યું, કે તમારા શીવાય બધા આરાધક છે. ભગવાનના મઢાથી આ ભવિષ્યવાણી સાંભળીને પણ સ્કદકાચા ભાવિવશાત્ ૫૦૦ શિષ્યની સાથે કુંભકારકટકપુરની તરફ વિહાર કરી દીધા. પાલકપુરેશહિત તેમના વિહારની વાત સાંભળીને જાયું સ્ક દકાચાર્ય વિહાર કરતા કરતા આ તરફ આવી રહ્યા છે. તેણે પિતાનું અગાઉનું તેમની સાથેનું વૈર યાદ કરીને
બદલે લેવાને અવસર આવી ચુક્યા છે” આવા અભિપ્રાયથી જે બગીચામાં સ્કંદકાચાર્ય આવીને ઉતર્યા હતા તેની અંદરની જમીન ખોદાવીને તેની નીચે જુદી જુદી જાતનાં શસ્ત્ર અશ્વ દાટી દીધાં. પછી રાજાની પાસે આવીને તે કહેવા લાગ્યું કે, પાંચસે શિાના પરિવાર સાથે સ્કંદકાચાર્ય સાધુના વેશમાં અહિ આવ્યા છે. તે આપનુ રાજ્ય લઈ લેવા ઈચ્છે છે. કેમકે, તેમણે ગુપ્ત રીતે બગીચામાં ચારે બાજુ શસ્ત્ર અશ્વ દટાવી રાખ્યાં છે. આ વાત મેં રાત્રિના વખતે છુપી રીતે જોઈ લીધી છે. આપને જે વિશ્વાસ ન હોય તે આપ ખુદ જઈને જોઈ શકો છે. પુરોહિતની વાત સાંભળીને રાજા બગીચામાં ગયા અને ત્યાં જમીનની અંદર દાટેલાં અનેક શસ્ત્ર અસ્ત્ર જોયાં. આથી રાજાને ખૂબ ક્રોધ ચડ અને ક્રોધના આવેશમાં આવીને તેણે પુરોહિતને કહ્યું, પાલક! આથી બધા સાધુઓને હું તમારે હવાલે કરૂં છું. તમેને ઠીક લાગે તેમ તેને ફેંસલે તમે કરે. રાજાએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પુરોહિતના આનંદનો પાર ન રહ્યો. તેણે તરત જ ચારે તરફથી તે મુનિઓને ઘેરી લઈ પકડીને એક પછી એક મુનિને ઘાણીમાં પીલવાનું શરૂ કર્યું. ૪૯૮ મુનિઓએ સમભાવથી વધપરીષહને સહન કરીને અંત સમયે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મુક્તિને પામ્યા. દકાચાર્ય અને એક મુનિ પીલવા માટે બાકી રહ્યા. જ્યારે પાલકે તે મુનિને પીલવા માટે ઘાણીમાં નાખવા પ્રવૃત્ત થયા ત્યારે કંદકાચાર્યે તેને કહ્યું કે, આ તે કમળ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૫૪