Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મળે અથવા વિષમભૂમિવાળે, તે ઋતુને અનુકૂળ હોય અથવા પ્રતિકૂળ હોય, ચાહે તે કાંકરા પત્થરની ભૂમિવાળે હોય કે, ચાહે સીમેન્ટ આદિની ભૂમિવાળે ગમે તે હોય. પરંતુ સ્ત્રી પશુ આદિથી જે તે રહિત હેય તે સાધુએ તેમાં કેઈ પ્રકારને હર્ષ વિષાદ નહીં કરવું જોઈએ. એ જ રીતે સંસ્મારક પણ ચાહે તેવું સુંવાળું હોય અથવા તે કઠણ હોય ગમે તેવું હોય તેને પ્રાપ્ત કરી સાધુએ તે વિષયમાં પણ રાગદ્વેશ પરિણતિ રાખવી ન જોઈએ આવી રીતે કરવાથી સાધુ શય્યાપરીષહ જીતી જાય છે.
- ભાવાર્થ –શય્યાપરીષહને કદાચ સાધુએ જતો હોય તો તેની વિચાર ધારા એવી કદી ન હોય કે, આ શય્યા ઉપાશ્રય-પાટલા આદિ સુંદર છે કે અસુંદર, ઋતુને અનુકૂળ છે કે પ્રતિકૂલ સાધુ માટે કયું અનુકૂળ અને કયું પ્રતિકૂળ બધા ઉપર તેની સમાન દષ્ટિ હેવી જોઈએ. એ તે દષ્ટિની વિષમતા છે જે સાધુ માટે તેની સમાચારીથીઉચિત માનવામાં આવતી નથી. સંયમને નિર્વિપ્ન રૂપથી નિર્વાહ જેમ થઈ શકે તેવા રૂપે કરતું રહેવું જોઈએ તેમાં સાધુની શોભા છે.
દષ્ટાંત–એક સમયે શુભચંદ્ર નામના આચાર્ય સુવિનીત પિતાના શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્રાવતી નગરીની બહાર રહેલા નંદનવન તુલ્ય અશોક નામના ઉદ્યાનમાં પધાર્યા. તે ઉદ્યાનના મધ્ય ભાગમાં કેલિપ્રિય રાજાનું નિવાસ સ્થાન હતું, તે મહાલય ખૂબ જ સુંદર હતું, એનું આંગણું મણિજડિત હતું. ભૂમિભાગ સમ અને રમણીય હતે. તે એ ચળકાટ મારતું હતું કે જાણે અરિસે હોય! એનો સ્પર્શ ખૂબ સુંવાળ લાગતો. આ મહેલ સઘળી ઋતુઓમાં અનુકૂલ હતે. રૂચી ઉપજાવે તેવા પીઠ, ફલક, શયા, સંસ્તારક આદિ યુક્ત હતે. તપ અને સંયમના આરાધક શુભચંદ્ર આચાર્ય તે મહેલની એક બાજુ ઉતર્યા એમાં તેમને દરેક પ્રકારની સગવડતા હતી છતાં પણ આચાર્યો તે અનુકૂલતાના વિચારથી હર્ષભાવ ધારણ ન કર્યો. પણ વિશુદ્ધ ભાવથી યુક્ત બની તેમણે અનુકૂલ શય્યાપરીષહને સહન કર્યો. વિચાર્યું કે અહિં એક રાત્રિ માટે મારી સ્થિરતા છે. આ શય્યાના સુખથી મને શો લાભ ? શાનું આ સુખ મારા આત્મકલ્યાણનું કેઈ સાધક નથી કે જેનાથી તેમાં મારી ઉપાદેય બુદ્ધિ થાય, પરદ્રવ્યના શુભાશુભ પરિણમનથી હું પિતાનામાં શુભાશુભ રૂપ પરિણમન શા માટે થવા દઉં. તેનું પરિણમન તેની સાથે અને મારું પરિણમન મારી સાથે. આ પ્રકારને વિચાર કરી શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી શિષ્ય સહિત તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
બીજે દિવસે તેઓએ ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરીને તેઓ એક નાના ગામડામાં આવ્યા. જ્યાં તેઓ રોકાયા હતા તે સ્થાન ઘણું જ ભયાનક હતું. તેમાં અનેક ઉંદરનાં ભેણ હતાં, ભૂત, ભુજંગમ વગેરેનો ઉપદ્રવ ત્યાં હતે. ધૂળ અને કાંકરાથી ત્યાંની ભૂમિ ઉંચી નિચી હતી, જીણું શી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૪૮