Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હેાવાથી રૂદ્ધરૂપ હતા. તથા તે બધાને સહાયકરવાવાળા હોવાથી જાન્ત અ અભિલષણીય હતા. તે જ્ઞાન્તરૂપ રૂપથી પણ કાંત-કમનીય હતા. તેઓ દરેક મનુષ્ય પર ઉપકાર કરવામાં પરાયણ હાવાથી દરેકને પ્રિય હતા. તે રૂપથી પણ પ્રિય હાવાથી પ્રિય હતા. દરેકના હિતચિંતક હોવાથી તે મનોજ્ઞ હતા. તેમને જોનારને તે ચિત્તાકર્ષક હાવાથી મનોજ્ઞળ હતા, દુઃખીઓના દુઃખ દૂર કરવાવાળા હાવાથી મનોડન અર્થાત્ દરેકના મનમાં વાસ કરવાવાળા હતા. સકલ જનમનની અનુકૂળ આકૃતિવાળા હોવાથી મનોમહર હતા, એ માટે તે સૌમ્ય ભદ્રસ્વભાવ હાવાથી સમસ્તજનના આહ્લાદક હતા. તથા કલ્યાણુ માર્ગ પર ચાલવાવાળા હોવાથી સુમન હતા તેઓ પ્રિયદર્શનીય હતા, અર્થાત્ જે કાઈ તેને એકવાર જુએ તા ફરીથી તેને જોવાની લાલસા ઉત્પન્ન થયા કરતી. તે મુઃરૂપલાવણ્યથી ભરપૂર હતા. રાજાએ સુભૂમ નામના ગણધરની પાસે કે જે વાસુપૂજ્ય તીર્થંકરના પ્રથમ ગણધર હતા તેમની ધર્મદેશના સાંભળીને દીક્ષા ધારણ કરી લીધી. એક સમયની વાત છે કે, જ્યારે તે ભિક્ષાચર્યા માટે બહાર નીકળ્યા ત્યારે શ્રાવકનુ ઘર જાણીને એક વેશ્યાના ઘરમાં આહાર પાણી માટે જઇ ચડયા. જ્યારે વેશ્યાએ મુનિને આવેલા જોયા ત્યારે તે તેના રૂપલાવણ્યને જોઈ તેના ઉપર માહિત બની ગઈ. વૈશ્યાનું નામ કામમજરી હતું. રૂપનું નિધાન જ્યારે ઘરની અંદર આવેલ હતુ પછી બાકી રહે શુ? એણે વિચાર કર્યો કે, મુનિ પાછા ન ફરી જાય એ વાતના ખ્યાલથી ઉઠીને તેણે તરત જ બહાર નીકળવાના જેટલા રસ્તા હતા તે બધા બંધ કરી દીધા. પછી તે મુનિરાજની પાસે આવી અને વિવેકપૂર્વક હસતી હસતી સામે આવી અને મુનિરાજની સામે જોઈ કહેવા લાગી કે, હે મહાત્મન્ ! આપ ઘેાડીવાર રોકાઈ જાવ ત્યાં હું ભિક્ષા લઇને આવું છું. મુનીરાજ તેનાં વિનીત વચન સાંભળીને દરવાજા પાસે ઉભા રહ્યા અને તે વેશ્યા મુનિરાજની સાથે સંગમની અભિલાષાથી ઘરની અંદર ચાલી ગઈ. આહારપાણી લાવવાના મહાને તે મકાનમાં એ રીતે ચાલવા લાગી કે, જાણે તે નાચતી હાય. કામરાગ પ્રગટ કરવાની ઈચ્છાથી પેાતાના દરેક અંગ પ્રત્યંગને સાડીના પડી જવાના બહાનાથી પ્રગટ કરી ફરીથી તે શરીરને વારંવાર ઢાંકવા લાગી જાણે મુનિના મનને હરતી હોય ! આ પ્રકારે તે મુનિ ઉપર, ભાગવિલાસનાં સૂચક એવાં કામના ધનુષ જેવી ભૃકુટિના વિલાસની સાથે સાથે નયનેાનાં ખાણુ ફૂંકવા લાગી. રૂપ, યૌવન અને સૌંદય થી સ’પન્ન પેાતાના સુકુમાર અંગાની લીલાના પ્રદર્શનમાં તત્પર બનેલી તે વેશ્યાએ કેાકિલકંઠ જેવા મીઠા સ્વરથી ગાયન ગાવાની શરૂઆત કરી. પછી શરીર ઉપર પહેરેલા નવીન રગબેરંગી વસ્ત્રોના છેડાને હલાવતી તેમજ ઘરેણાઓની ધ્વનીથી મનેાહર પગાથી ઠુમક ઠુમક નાચતી તે મુનિની સામે આવીને તે ગદ્ગદ્ સ્વરે કહેવા લાગી, કહેતી વખતે તેને જરા પણ સંકોચ ન થયે તેનું કારણ તેના ઉપર કામના ઉન્માદની છાયા ફેલાઈ ગઈ હતી. આથી કૃતાકૃત્યના ભાનના વિવેક તે ચુકી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૩૮