Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દષ્ટાંત બીજું–ઉજજૈની નગરીમાં વૈશ્રવણ નામના આચાર્ય પધાર્યા. તેઓ પિતાના શિષ્ય પરિવારની સાથે ચર્ચાપરીષહ સહન કરતા કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા માર્ગ ભૂલવાથી અચાનક એક જંગલમાં જઈ ચડ્યા. ચર્ચાપરીષહ સહન કરવામાં તેમના સમાન જ સમર્થ તેમના શિષ્ય પણ હતા. જોગાનુજોગ તેઓ બધા માર્ગ ભૂલી ગયા. શકરાપ્રભ પૃથ્વીની સમાન, અહી તાંહી મેર તીક્ષણ કાંટાઓથી પથરાએલી તથા ઉચી નીચી શિલાઓથી દુર્ગમ એવી ભયાનક અટવી-જંગલમાં આબેએ દિવસ વીતી ગયો રાત્રીને સમય આવી પહોંચતાં બીજે કઈ પણ ઉપાય ન હોવાથી સઘળાએ એક ઝાડ નીચે રહીને રાત વિતાવી. સવાર પડ્યું, સૂર્યનાં કિરણે દેખાયાં, માની તપાસ કરી પરંતુ બહાર નીકળવાનો માર્ગ ન જડે. જંગલ મેટું હતું તેના અંતની પણ ખબર પડતી ન હતી અને ગામ આ સ્થળેથી કેટલું દૂર છે તે પણ જાણી શકાતું ન હતું. આચાર્ય મહારાજ શિષ્ય મંડળી સાથે એ જંગલમાં ખૂબ ભટક્યા. ચાલતાં ચાલતાં કેઈ વેળા સ્થળે વિષમ એવા કાંટાળા ટેકરાવાળા રસ્તે ચઢી જતા તે પણ તેમના ચિત્તમાં ખેદ-ખિન્નતા આવતી નહીં. ચર્ચાપરીષહ સહન કરે એ સાધુની કતવ્ય કેટીમાં છે આ ખ્યાલથી તેઓ આવતા પરીષહોને શાન્તી સાથે સહન કરતા રહ્યા. ચાલતાં ચાલતાં જ્યારે ત્રણ ત્રણ દિવસો વીતી ગયા ત્યારે આચાર્ય મહારાજે શિષ્યને કહ્યું કે, જુઓ આ વનમાં આપણે ત્રણ ત્રણ દિવસોથી ભટકીએ છીએ છતાં પણ બહાર નીકળવાનો કે માર્ગ દેખાતો નથી. આહાર પાણીનું પણ ઠેકાણું પડતું નથી એટલે આપણી સમક્ષ વિકટ સમસ્યા ઉભી થઈ છે.
- આચાર્ય મહારાજ આવું જ્યારે પિતાના શિષ્યોને કહી રહ્યા હતા એ વખતે કઈ દેવે પોતાની વિક્રિયીક શક્તિ દ્વારા તે જંગલમાં એક સુંદર રાજમાર્ગ બનાવી દીધું અને એ પ્રકારનું દષ્ય ઉભું કરી દીધું કે તે માર્ગ ઉપરથી જાણે કઈ રાજાની ચતુરંગિણી સેના જઈ રહી છે તેમાં અનેક પાલખીઓને ભાર ઉપાડીને મનુષ્ય ચાલી રહ્યા છે આ સઘળું દષ્ય આચાર્ય મહારાજના જોવામાં આવી રહ્યું હતું. એવામાં એક સેનાપતિએ જંગલમાં વિચરી રહેલા આચાર્ય મહારાજને કહ્યું, ભદત ! અહિં ઘણી પાલખીઓ વિગેરે વાહન છે, આપ જેને પસંદ કરે તેમાં બેસીને ચાલે. આચાર્ય સેનાપતિની વાત સાંભળીને કહ્યું કે, પાલખીમાં બેસીને વિચરવું તે અમારા કલ્પની બહાર છે. સાથે સાથે આચાર્ય મહારાજે એ પણ જાણી લીધું કે આ સઘળી દેવી માયા છે. સેનાપતિના ચાલી ગયા પછી આચાર્ય મહારાજે શિષ્યોને પૂછયું કે, કહે ! આવે વખતે હવે શું કરવું જોઈએ? શિષ્યએ કહ્યું કે, આપને જે કરવું તે અમને મંજુર છે. શિષ્યોની વાત સાંભળીને આચાર્ય મહારાજે પાદપપગમન કરવાની પ્રતિજ્ઞા ધારણ કરી લીધી. શિખે એ પણ એમજ કર્યું. પરિણામે સઘળા ત્યાં સમાધી ભાવથી સંપન્ન બની પંડિત મરણ પામ્યા અને આત્મકલ્યાણની સિદ્ધિ મેળવી. આ પ્રમાણે સર્વ સાધુઓએ ચર્યાપરીષહ ઉપર વિજય મેળવવા પયત્નશીલ રહેવું જોઈએ. ૧
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૪૪