________________
અર્થાત–પ્રામાદિમાં ક્યાંય પણ મમત્વ ન કરે તથા હિહિં કરોમૃદુઃ–અસંતઃ ગૃહસ્થની સાથે રાગના સંસર્ગથી રહિત-તેમાં મોહરૂપ પરિણામથી રહિત બનીને તે કળિgો-ગનિતઃ સ્થાનાદિકની મમતા રહિત થઈને, પરિશ્વર- જેજૂ ગામ નગર આદિમાં વિહાર કરતા રહે. તેને ભાવાર્થ એ છે કે, ગૃહસ્થ સાથે રાગાત્મક પરિણતી કરવાથી સાધુને માટે એક જગ્યાએ પ્રતિબદ્ધ થઈને રહેવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ પરિસ્થિતિમાં નિયત ગ્રામનગર આદિમાંજ તે વિચરશે, આથી એનામાં મમત્વની ભાવના ઉત્પન્ન થશે. માટે પ્રમાદને પરિત્યાગ કરી ગ્રામનગર આદિમાં અનિયત રૂપથી વિચરનાર મુનિમાં નિમમત્વભાવ રહે છે. આટલા માટે જ સાધુ માટે તે ગૃહસ્થાથી અસંસક્ત બની યથા૫ અનિયત વિહારસ્વરૂપચર્યા કરતા રહે તે જરૂરી છે.
ભાવાર્થ–આ ગાથા દ્વારા સૂત્રકાર ૧૮ મી ગાથામાં કહેલ અર્થની પુષ્ટિ કરે છે. જ્યારે ગૃહસ્થ જને સાથે સામાન્ય પરિચય પણ મનુષ્યને તેની સાથે મમત્વબુદ્ધિથી જકડી દે છે તે પછી સાધુના આત્માને તે ભાવ ત્યાં ન જકડે તે કેમ બની શકે. આટલા માટેજ સાધુને અનિયત વિહાર સુચવાયેલ છે. આમાં ગૃહસ્થના વધુ પડતા સંસર્ગથી સાધુ બચી જાય છે, સંસકિતભાવ તેને તેમાં આવતો નથી, સામાન્ય પરિચયથી સંસકિતભાવ ઉત્પન્ન થતાં નથી. અધિક પરિચયથી આ દેશે પેદા થાય છે. મૂછપરિણતીનું નામ જ પરિગ્રહ છે. આ પરિગ્રહના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના ભેદ છે. સાધુ આ બન્ને પ્રકારના પરિગ્રહથી પર હોય છે. રાગાદિકભાવ ભાવપરિગ્રહ અને ક્ષેત્ર વસ્તુ આદિ દ્રવ્ય પરિગ્રહ છે. અનિયત વિહાર કરનાર સાધુમાં આ દેષ આવતા નથી આટલા માટે સાધુને સદાય યથાકલ્પ અનિયત વિહાર કરવાનું ભગવાને કહ્યું છે.
દષ્ટાંત-કેલ્લાક નામના સન્નિવેશમાં બહુશ્રત, શાંન્ત, દાન્ત, પરીષહ અને ઉપસર્ગ સહન કરવામાં ધીરવીર, ક્ષમાદિ ગુણેથી ગંભીર, કર્મરજનું નિવારણ કરવામાં પવનતુલ્ય એવા, એક નિઃસંગ નામના આચાર્ય હતા. મૃતચારિત્ર રૂપ ધમની આરાધના કરવામાં જ તેમના જીવનને મોટે ભાગે તેઓ ગાળતા હતા. અવસ્થા થવાથી તેમનું જંઘાબળ ક્ષીણ બની ગયું હતું. એક સમયની વાત છે કે, ત્યાં ભયંકર એ દુકાળ પડે, આચાર્ય પરિસ્થિતિનું અવલોકન કરી પિતાના વિક્રમાચાર્ય નામના શિષ્યને ગચ્છ સાથે દૂર દેશમાં વિહાર કરાવરાવ્યો અને પોતે એક શિષ્યની સાથે તે નગરમાં રહ્યા. ત્યાં નવ ભાગની કલ્પના કરી તેઓ યથાકલ્પ અજ્ઞાત કુળમાંથી રૂક્ષ, શુષ્ક અન્નપ્રાન્ત આહાર આદિ ગ્રહણ કરી ત્યાં વિચરતા રહ્યા. જો કે તેમની વૃદ્ધાવસ્થાને કારણે તેમનામાં ચાલવાની પૂરી શકિત ન હતી તે પણ ચર્યાપરીષહને સહન કરવાની અભિલાષાથી તેઓ વિવિધ અભિગ્રહ કરતા અને સ્વયં ભિક્ષા માટે જતા. આ પ્રકારે ચર્યાપારીપહને સહન કરતાં કરતાં પોતાના અભિગ્રહોને સારી રીતે નિર્વાહ કર્યો. અંત સમય ઉપર પિતાનાં કર્તવ્યની આલોચના કરી તેનાથી નિવૃત્ત થઈ આત્મકલ્યાણ પ્રાપ્ત કર્યું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૪૩