Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તારું કલ્યાણ છે. આ પ્રકારનાં મુનિનાં વચનેને સાંભળી વેશ્યા ખૂબ લજવાઈ ગઈ અને કેપના આવેશમાં આવીને તે મુનિરાજને ઘેર ઉપસર્ગ આપવા લાગી. મુનિના મર્મસ્થાનમાં મુઠીઓથી અને પગની લાતોથી આઘાત પહોંચાડે. મુનિરાજે ત્યાંથી નીકળવા ચાહ્યું પરંતુ નીકળવાના જેટલા રસ્તા હતા તે પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. આથી એ સ્થળેથી નીકળવાને કઈ પણ માગ ન સુ ત્યારે પિતાના બ્રહ્મચર્યની રક્ષા માટે તેમણે શુભ અધ્ય વસાયથી જીવનનું સમર્પણ કરીને ક્ષપકશ્રેણી પર આરોહણ કર્યું અને અંત મુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્તિને લાભ લીધે. આ રીતે અન્ય મુનિઅને એ પણ સ્ત્રી પરીષહને જીતવો જોઈએ. જે ૧૭
ચર્યા પરીષહ જય કા વર્ણન
મુનિને એક જગ્યાએ રહેવાથી અરતિ વગેરેના પ્રસંગે પ્રાપ્ત થઈ શકે છે તેથી તેણે એક ગામથી બીજા ગામ વિહાર રૂપી ચર્યા કરવી જોઈ એ આ પ્રકારની ચર્યાને કરવાથી જ નવમા ચર્યાપરીષહ ઉપર વિજય પ્રાપ્ત થાય છે આ વાતને સૂત્રકાર આ ગાથા દ્વારા પ્રદશિત કરે છે– પર્વ -ઈત્યાદિ.
અન્વયાર્થ-જી-ઢાઢઃ “લાઢ ” એ દેશીય શબ્દ છે. “પ્રાસુક એષણીય આહારથી પિતાને નિર્વાહ કરવાવાળા મુનિ એ આને અર્થ છે, એટલે આવા મુનિ વર-vsઠ્ઠાન ક્ષુત્પિપાસા આદિ પરીષહેને મિમૂ-કામિમય જીતીને गामे वा नगरे वावि निगमेवा रायहाणिए-ग्रामे वा नगरे वाऽपि निगमे वा राजधान्याम् થોડા માણસે જેમાં રહેતા હોય તેવા ગામમાં, અથવા કેટથી ઘેરાયેલ હોય તેવા નગરમાં, અથવા વેપારી જનેને જેમાં વાસ હોય તેવા નિગમમાં, અથવા રાજા
જ્યાં રહેતું હોય તેવી રાજધાનીમાં, ઉપલક્ષણથી મડંબ આદિ સ્થાનમાં આવા કઈ પણ સ્થળે તે ઇવ જરે-gશી gવ રાગ દ્વેષથી રહિત બની સમુ દાયની સાથે અથવા ગ્ય સહાયના અભાવમાં અપ્રતિબંધ વિહારથી એકલા જ વિચરે કહ્યું છે–
नवा लभिज्जा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा। एगो वि पावाइँ विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ उ. ३२. अ. ५.
આનું તાત્પર્ય એ છે કે, સાધુને જ્યારે ચોગ્ય સહાયક શિષ્ય આદિની પ્રાપ્તિ ન હોય તે તે નિષ્પાપ બનીને ઈચ્છાઓને જીતીને એકલા પણ વિહાર કરે. અન્યત્ર પણ આજ વાત કહેલ છે–
ग्रामाधनियतस्थायी, स्थानबन्धविवर्जितः। चर्यामेकोऽपि कुर्वीत, विविधाभिग्रहैर्युतः ॥॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૪૧