Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગઈ હતી. ભમરાથી ગુંજતું કમળ જે રીતે સુંદર દેખાય છે તેવી રીતે એનું સુખ કમળ પણ કેશ પંકિતથી વિરાજીત હેવથી એવું જ સુંદર દેખાતું હતું. તેના મોઢા ઉપરની લાલીમા લાવણ્યથી ચમકી રહેલ હતી. કામના આવેશથી એ ક્ષણ ક્ષણમાં અટકતી અને આળસ મરડતી બેલી. મહાત્મન ! હું આ સમયે કામ જવરથી પીડાઈ રહી છું આથી દયા કરી આ કામ જવરને શાંત કરો. ઈત્યાદિ વિવિધ પ્રાર્થના વચનથી તેમજ અનેકવિધ કામચેષ્ટાથી તેણે મુનિને તેના પવિત્ર ચારિત્રથી ચલાયમાન કરવાની કેશિષ કરી. આ સમયે મુનિરાજે એ વિચાર કર્યો કે -
આ વેશ્યા સ્ત્રીઓ કેવળ નામથી જ અબળા છે, કાર્યથી નહીં ૧. કાર્યમાં તે એ ઘણી ભારે સબળ છે ૨. પ્રકૃતિથી એ વિષમ હોય છે ૩. કપટ પ્રેમની એ પહાડની નદીઓ જેવી છે, જે વહેલી સુકાઈ જાય છે . હજારે અપરાધેનું એ સ્થાન છે ૫. શોકની ઉત્પત્તિને જગાવનાર છે ૬, બળને વિનાશ કરનાર છે છે. પુરૂષોના મનની હત્યા કરનાર એ વધસ્થાન છે ૮. લજાને નાશ કરનાર છે ૯, અવિનયનું એ મૂળ છે ૧૦ માયાને તે એ ખજાને છે ૧૧. વૈર વિરોધ આદિ જેટલા અનર્થ દુનિયામાં છે તે સઘળા અનર્થોનું ઉદ્દગમ સ્થાન છે ૧૨. આથી તે એ અનર્થોની ખાણ છે, સંયમમયદાને ભંગ કરનાર છે ૧૩. રાગનું એ સ્થાન છે ૧૪. દુશ્ચરિત્રોની તો એ પેટી છે ૧૫. જ્ઞાનને નાશ કરનાર છે ૧૬. બ્રહ્મચર્યની આંખ ફેડનારી છે ૧૭. એ મહા ચપળ હોય છે, ધમાં વિજ્ઞ કરાવનારી છે. ૧૮. સાધુઓ માટે શત્રુ સમાન છે ૧૯. બ્રહ્મચારિઓ માટે કલંક છે ૨૦. કમરજનું કારણ છે ૨૧. મુકિત માગમાં અર્ગલા છે ૨૨. દુર્ગાની ખાણ છે ૨૩. મત્ત ગજરાજ સમાન છે ૨૪. વાઘણ જેવી દયા વગરની છે ૨૫. ઘાસથી ઢંકાયેલા કુવા જેવી છે ૨૬. છુપાયેલા છાણના અગ્નિ માફક બાળવાવાળી છે ૨૭. અંદરના ઘાના જેવી દુધીમાં કુથિત જેવા હૃદયવાળી છે ૨૮. સંધ્યાના રંગ જેવી છે ર૯. સમુ. દ્રના તરંગેની માફક ચંચલ સ્વભાવવાળી છે ૩૦. કાળા સર્પ જેવી ભયંકર છે ૩૧. જળની માફક નીચે જનારી છે ૩૨. કૃપણની માફક ઉત્તાન હાથવાળી અર્થાત્ હર સમય લાવ લાવ કરવાવાળી છે ૩૩. નરકના જેવાં દુઃખો દેનારી છે ૩૪. દુષ્ટ ઘેડાના જેવી દુર્દમ છે ૩૫. બાળકની માફક ઘડીમાં રીસાનાર અને ઘડીમાં હસનાર છે ૩૬. અંધકારના જેવી બીહામણી છે ૩૭. વિષવેલના જેવી આશ્રય લેવાય તેવી નથી ૩૮ કિપાક ફળની માફક શરૂમાં મધુર છે ૩૯. રાક્ષસીની માફક અકાળમાં ચાલવાવાળી છે ૪૦, દુરૂપચાર છે ૪૧, અગંભીર છે ૪૨, અવિશ્વસનીય છે ૪૩, અરતિકર છે ૪૪, રૂપ, સૌભાગ્ય તથા મદથી સદા ઉન્મત્ત છે ૪૫, સર્પની ગતી સમાન કુટિલ મનવાળી છે ૪૬, કુળમાં,
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
૧૩૯