Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નવીન વસ્ત્ર આપે છે તે તે અલ્પમૂલ્યવાળું અને પ્રમાણપત હોય તે જ લે છે. એ લેવાનું પણ તેઓ એ ખાતર આવશ્યક માને છે કે, એના શ્રત ચરિત્ર ૩૫ ધર્મનું ઉપકરણ છે. મૂછ પરિણામથી તેને એ ગ્રહણ કરતા નથી. કેમ કે એનામાં એના માટેની ભાવનાને અભાવ છે. આ માટે મુનિયામાં અલકત્વને વ્યવહાર વાસ્તવિક જ છે.
જે મધ્યમ તીર્થંકરના તીર્થવતી સાધુ છે. એમનામાં અચેલકત્વ અનવસ્થિત છે. આ માટે તેને લાલ, પીળા આદિ રંગથી રંગેલાં તથા બહુમૂલ્ય વસ્ત્રોના પરિવર્જનને કેઈ નિયમ નથી. કેમ કે એ મમતાથી રહિત હોય છે. પ્રથમ ચરમ તીર્થંકરના તીર્થવતી મુનિ છે. એને તો પ્રણે પેત તથા સ્વલ્પ મલ્યવાળાં વેત વસ્ત્રો પરિધાન કરવાને જ નિયમ છે અને તે ગ્રહણ કરવાને નિયમ કેવળ ધર્મ બુદ્ધિથી જ છે. મૂછ પરિણામથી નહીં. આથી વસ્ત્રોના સભાવમાં પણ એમનામાં અચેલકતા છે જ,
સ્થવિરકલ્પીને માટે વસ્ત્રોને ધારણ કરવાની વ્યવસ્થાને ઉલ્લેખ આચારાંગસૂત્ર એને બૃહત્કલ્પસૂત્ર આદિ આગમાં જાણી શકાય છે. આને માટે આચારાંગસૂત્ર બીજા ગ્રુતસ્કંધના ૧૪ મા અધ્યયનને જોઈ લેવું જોઈએ. તથા બૃહત્કલ્પસૂત્રના ત્રીજા ઉદ્દેશને જોઈ લેવો જોઈએ.
સ્થાનાંગસૂત્રમાં ભગવાને પાંચ કારણેને લઈ અચલકતાને પ્રશસ્ત પ્રતિબંધિત કરેલ છે.
पंचहि ठाणेहिं अचेलए पसत्थे भवइ । तं जहा अप्पा पडिलेहा, १ लाघविए पसत्थे २ रूवे वेसासिए ३ तवे अणुण्णाए ४ विउले इंदियनिग्गहे ५ ॥
પાંચ કારણોથી ભગવાને અલકતાની પ્રશંસા કરેલ છે. જનકલ્પી વિશેષમાં જે અલકતા કહેવામાં આવી છે. તે વસ્ત્રના અભાવથી જ કહેવામાં આવી છે. તથા સ્થવિરકપિમાં જે અલકતા કહેવામાં આવી છે તે કેવળ અલ્પમુલ્યવાળા પ્રમાણે પેત જીર્ણ, મલીન વસ્ત્રોને ગ્રહણ કરવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. આ વાત તીર્થકરોની પરંપરાથી પ્રશંસિત થતી ચાલી આવેલ છે કલ્પિત નથી. આ પાંચ રસ્થાન–કારણ આ છે. અ૮૫પ્રતિલેખના પ્રતિલેખનીય વરની અલ્પતાથી પ્રતિલેખના પણ અલ્પ જ થશે. અ૫ સમય સાધ્ય થશે. આથી સ્વાધ્યાય આદિમાં અંતરાય આવી શકતું નથી. આ અપેક્ષાથી અચેલકતા પ્રશસ્ત કહેવામાં આવેલ છે. (૧) આ રીતે લાઘવની અપેક્ષા પણ અલકતા પ્રશસ્ત રહી છે. કેમ કે, વમાં જે લઘુતા છે તે પરિણામ મૂલ્ય અને સંખ્યાની અપેક્ષાથી છે. આ દ્રવ્યની અપેક્ષા લઘુતા છે. ભાવની અપેક્ષા આ લઘુતામાં સાધુના રાગાદિકને અભાવ છે.(૨) વૈશ્વાસિક રૂપની અપેક્ષા આ આચેલકતા એ માટે પ્રશસનીય થઈ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૨૩