________________
સમયે મારી આ પ્રકારની સ્થિતિથી હર્ષિત થતાં નથી? પુત્રનું વચન સાંભળીને માતાએ કહ્યું, કે હે પુત્ર ! મને હર્ષ થતું નથી તેનું કારણ એ છે કે, જીવનઘાતના હેતુભૂત અનેક વેદાદિ શા ભણવાથી તને શું લાભ થશે? બેટા ! તું મને એ તે બતાવ કે તે દૃષ્ટિવાદનું પણ અધ્યયન કર્યું છે ? મને ત્યારે જ હર્ષ થાય કે જ્યારે તું દષ્ટિવાદને જ્ઞાતા બને. માતાનું આ પ્રમાણેનું વચન સાંભળીને અર્યરક્ષિતે માતાને પૂછયું, માતા ! તું મને જે ભણવાનું કહે છે તે દષ્ટિવાદ શાસ્ત્ર કયાં છે ? માતાએ કહ્યું, સાંભળ! એક ઈબ્રુવાટક નામનું ગામ છે, તેમાં તેસલી પુત્ર નામના એક આચાર્ય વિચરે છે તેમની પાસે આ શાસ્ત્ર છે, જેથી તું ત્યાં જા અને તેની ખૂબ સેવા કર તથા એની આજ્ઞાનુસાર રહે છે તેઓ તને આ શાસ્ત્રનું અધ્યયન કરાવી દેશે. આર્યરક્ષિતે માતાનું આવું હિતવાળું વચન સાંભળીને કહ્યું, મા ! હું આવતી કાલે આ શાસ્ત્રનું અધ્યયન કરવા માટે તેમની પાસે જઈશ, રાત્રે જ્યારે અર્યરક્ષિત સુવા માટે પિતાના સ્થાન ઉપર ગયે અને શાંતિથી સુઈ ગયે. જ્યારે તે ઉઠ ત્યારે તેણે વિચાર કર્યો કે, માતાએ જે કાંઈ કહ્યું છે તે અક્ષરશઃ સત્ય છે. કારણ કે તે શાસ્ત્ર તત્વજ્ઞાનને બાધ આપનાર છે, એ હકિકત તેના નામ ઉપરથી જ જણાઈ આવે છે. સવાર થતાં તે ઘરથી બહાર નીકળી ઈક્ષુવાટક ગામની તરફ ચાલતે થયે માર્ગમાં તેને દશપુરનગરની પાસેના ગામમાં રહેવા વાળે અને પોતાના પિતાને મિત્ર એક બ્રાહ્મણ મળી ગયે. તે બ્રાહ્મણ હાથમાં લે ઈશુદંડ લઈને આવતું હતું કુશળ સમાચાર પૂછયા બાદ તેણે આર્ય રક્ષિતને કહ્યું કે, ભાઈ! આ લ ઈક્ષુદંડ તારા માટે જ લાવ્યો છું. માટે તું તેને સ્વીકાર કર. આરક્ષિતે કહ્યું, ઠીક છે. આપ આ દંડ મારી માતાના હાથમાં આપીને કહેજે કે, હું આ ૯ ઈક્ષુદંડ આર્ય રક્ષિત માટે લાવ્યું હતું, તે મને માર્ગમાં મળ્યું હતું અને તેણે આ દંડ તમને આપવાનું કહ્યું છે. અને એ પણ કહેજે કે માર્ગમાં એને પહેલવહેલે હું જ મળ્યો હતો. આર્ય રક્ષિતના વચનાનુસાર તે બ્રાહ્મણે તેવું જ કર્યું. માતાએ હા ઈક્ષુદંડ પ્રાપ્ત કરી એ શુકનથી એવું અનુમાન લગાવ્યું કે, તેને જે આ લા ઈક્ષુદંડ રસ્તામાં ચાલવા સમયે મળેલ છે એથી એવું જ્ઞાત થાય છે કે, સાડાનવ પૂર્વનું અધ્યયન કરી શકશે. આર્યરક્ષિતે પણ આની પ્રાપ્તિ શુભ શુકન સ્વરૂપ છે તેવું જાણીને ઘણું આનંદની સાથે ઈશુવાટકની તરફ ઝડપથી ચાલવા માંડયું. ત્યાં પહોંચતાં જ તે ઉપાશ્રયમાં ગમે તેટલીપુત્ર આચાર્યને વંદન કરી ત્યાં બેસી ગયે. આચાર્યશ્રીએ તેને પૂછયું, તમારું નામ શું છે? શું કારણથી અહિં આવ્યા છે ? આર્ય રક્ષિતે પોતાનું નામ આપીને આવવાનું પ્રયોજન જણાવી દીધું. આચાર્યશ્રીએ જ્યારે એવું જાણ્યું કે, “આ દષ્ટીવાદના અધ્યયન માટે અહિં આવેલ છે. ત્યારે આચાર્યશ્રીએ તેને કહ્યું કે, દષ્ટિવાદનું અધ્યયન જ્યારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૨૫