________________
કરીને તે બાળકે મૂંગાપણું રાખવાનું યંગ્ય માન્યું. માતા પિતાએ જ્યારે બાળકની આ સ્થિતિ જોઈ ત્યારે તેનું મૂંગાપણું દૂર કરવા માટે અનેક પ્રયત્ન કર્યો પરંતુ તેનું મૂંગાપણું દૂર ન થયું. આથી લોકોએ તેનું નામ “મૂંગે” રાખ્યું. અને એજ નામથી તેને બોલાવવા લાગ્યા.
એક વખત ચાર જ્ઞાનના ધારી સ્થવિરે પિતાના જ્ઞાનના ઉપયોગથી આ મૂંગાની પરિસ્થિતિ જાણીને તેને પ્રતિબંધિત કરવા માટે શિષ્ય મંડળી સાથે ત્યાં પધાર્યા. તેઓએ આ મૂંગાના ઘેર બે મુનિઓને મોકલ્યા. આમાંથી એક મુનિએ આ મૂંગાની આગળ સ્થવિરની શીખવેલી એક ગાથા ગાઈ તે ગાથા આ પ્રકારની છે.
તાવ ? િિા ? કૂવા, રિવર બાળ ઘા
मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तोति ॥१॥ આ ગાથા સાંભળીને તે મૂંગાને ભારે આશ્ચર્ય થયું. તેણે આ બન્ને સ્થવિરેને નમસ્કાર કરીને પૂછ્યું, “તમેએ મારી સૂવરની સ્થિતિથી માંડીને આજ સુધીની સમસ્ત પરિસ્થિતિ કેમ જાણી?” તેઓએ કહ્યું કે, “આ નગરના બગીચામાં અમારા ગુરુ મહારાજ પધાર્યા છે અને તેઓ તમારી સઘળી બીને જાણે છે.” મૂંગાએ જ્યારે આ જાણ્યું ત્યારે તે બને મુનિઓની સાથે બગીચામાં આવ્યો, અને તેણે બધા મુનિઓને નમસ્કાર અને વંદના કરી. ત્યાર પછી તેમની પાસેથી ધને ઉપદેશ સાંભળીને તે શ્રાવક બની ગયું અને મૂંગાપણાને છેડી દીધું.
જાતિમાં કરવાવાળા પુરોહિત પુત્રને જીવ જે મરીને દેવની પર્યાયમાં ઉત્પન્ન થયે હતો તેણે હાથ જોડીને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર શ્રીમંધર સ્વામી ની સમક્ષ એ પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! હું સુલભાધી છું કે દુર્લભબોધી છું” ભગવાને જવાબમાં કહ્યું કે, તમે દુર્લભધી છે. દેવે ફરી પ્રશ્ન કર્યો, હું અહિંથી ચ્યવીને ક્યાં ઉત્પન્ન થઈશ ? ભગવાને કહ્યું કે, કૌશાંબી નગરીમાં મૂંગાને ભાઈ થઈશ. ત્યાં તમને ધર્મની પ્રાપ્તિ મૂંગાથી થશે. આ પ્રકારની ભગવાનની વાણી સાંભળીને તે દેવ નમસ્કાર કરીને કૌશાંબી નગરીમાં તે મૂંગાની પાસે આવ્યા અને તેને ખૂબ દ્રવ્ય દઈને કહેવા લાગ્યા કે હું સ્વર્ગથી ચવીને તમારી માતાની કુંખે જન્મ ધારણ કરીશ. એ વખતે તેને અકાળે કેરી ખાવાને ભાવ (દેહદ) ઉત્પન્ન થશે. આ દેહદની સફળતા માટે સર્વ રૂતુઓમાં ફળ દેનાર આંબાના વૃક્ષને પહેલેથી જ કૌશાંબી નગરીની પાસે આવેલા પર્વતને નિજન પ્રદેશમાં મેં વાવી દીધેલ છે. જ્યારે તે દેહદથી વ્યાકુળ થઈને કેરીની માગણી કરે ત્યારે તારે તેને એ પ્રમાણે કહેવું કે, જે બાળક જન્મે તેને મને સોંપવાનું સ્વીકારે તે હું તમને કેરી લાવી આપું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૩૩