Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તમારી માતા જ્યારે તમારી આ માગણીને મંજુર કરે અર્થાત ગર્ભમાં રહેલા પુત્રને તમને સેંપી દેવાને સ્વીકાર કરે ત્યારે તમારે મેં તમને બતાવેલા આંબાના વૃક્ષ ઉપરથી કેરી લાવીને તેને આપવી. તથા તમારે એવા પ્રકારના પ્રયત્ન કરતા રહેવું કે જેનાથી મને જૈન ધર્મની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે કહીને તે પુરહિત પુત્રને જીવ-દેવ અલેપ થઈ ગયે. કેટલાક સમય બાદ પિતાના આયુષ્યની સમાપ્તિ થવાથી તે દેવ સ્વર્ગલોકથી ચવીને મૂંગાની માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા. તેની માતાને કેરી ખાવાનું મન થયું. મૂંગાએ પહેલેથી જ વ્યવસ્થા કરીને તેની કેરી ખાવાની ઈચ્છાને પૂર્ણ કરી. સમય જતાં પુત્રને જન્મ થયે. તેનું અહંદત્ત નામ રાખવામાં આવ્યું. અદત્ત કે જે પિતાને નાને ભાઈ થતું હતું તેને મૂંગાએ ખૂબ લાડ પ્યારથી રાખે. કેઈ કઈ વાર તે તેને સાધુઓની પાસે વંદના કરવા માટે લઈ જતું હતું. પરંતુ આ તે દુલભ બોધી હતે એટલે સાધુઓને જોઈને રેવા લાગી જતે આ પ્રમાણે બાલ્યાવસ્થાથી જ તેને પ્રતિબંધિત કરવા છતાં પણ તે બેધને પ્રાપ્ત કરી શક્યા નહીં. આ બાદ તેના મોટાભાઈ મૂંગાએ દીક્ષા ધારણ કરીને, સંયમનું પાલન કરીને, અંતમાં દેવ લેકમાં ઉત્પન્ન થયા. પિતાના સહદરને પ્રતિબંધિત કરવા માટે મૂંગાના જીવ દેવે તેના શરીરમાં જળદરની વ્યાધિ ઉત્પન્ન કરી. તે વ્યાધિ એટલા માટે ઉત્પન્ન કરી કે, જેઉં તે ખરે કે તે દુર્લભ બધી કે છે? પછી પિતે વૈદ્યનું રૂપ લઈને તેની પાસે આવીને કહેવા લાગ્યા કે, સમસ્ત રેગોને નિવારવાને ઈલાજ મારી પાસે છે. તે જળદરવાળા બાળકે કહ્યું કે, આપ મારા આ રોગને ઈલાજ કરે. વૈદે પ્રત્યુત્તરમાં કહ્યું કે જે કે તમારે આ રેગ અસાધ્ય છે. તે પણ એવી શરત ઉપર પ્રયત્ન કરું કે, તમે મારા આ કેથળાને જેમાં ઔષધીઓ ભરી છે તેને તમારા કાંધ ઉપર રાખીને મારી પાછળ પાછળ ચાલે. જળદર વાળાએ કહ્યું કે, તેમાં કઈ મોટી વાત છે. “આ મારો કોથળે ઉઠાવશે” એવું જાણી ને વૈદે ઈલાજ દ્વારા તેને વ્યાધિમુક્ત કરી દીધે વિદે પિતાની ઔષધીને કોથળે ઉઠાવીને ચાલવા માટે તેને આપ્યો. અહદત્ત તે કેથળાને કાંધ ઉપર રાખીને વૈદની પાછળ પાછળ ચાલવા લાગ્યા. કથળે દેવની માયાથી ચાલતાં ચાલતાં માગમાં ઘણે વજનદાર બની ગયો, આથી તે ઘણે જ થાકી ગયો અને આગળ ચાલવાની તેનામાં હિંમત ન રહી છતાં પણ તે વિચારવા લાગ્યું કે હું વચનથી બંધાયેલ છું માટે હવે આ ભારને હું કેવી રીતે છેડી શકું? અને જો કોથળાને ઉપાડીને હું આ વૈદ્યની પાછળ પાછળ ન ચાલું તે ફરી પાછો જળદરને ઉપદ્રવ થઈ જવા સંભવ છે. જેમ બને તેમ વા સમાન ભારે આ કેથળાને ઉપાડીને ચાલવામાં જ શ્રેય છે. મારા માથાના વાળ ઘસાઈ જાય તે પણ મારે કેથળાને ઉપાડીને ચાલવું જોઈએ. આ પ્રકારને વિચાર કરી માથા ઉપર કેથળે લઈને વૈદ્યની પાછળ પાછળ ચાલતો રહ્યો.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૩૪