________________
એ માયાધારી વૈદ્ય એ જળેાદરવાળાને મુનિની પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા કે જો તમે દીક્ષા ધારણ કરી ત્યા તા હું તમને છેડી દઉં.... ભારથી હેરશન અનેલા તેણે વિચાર કર્યાં કે,-ઠીક છે દીક્ષા લેવાથી આ વજનને ઉઠાવવાના દુ:ખથી તેા ખચી જઈશ’ આમ વિચારી તેણે કહ્યું કે ભલે ! હું દીક્ષા લઈશ તે પછી તેને દીક્ષા અપાવી વૈદ્ય પેાતાના સ્થાને દેવલેાકમાં ચાલ્યા ગયા. દેવને પેાતાના સ્થાન ઉપર ગયેલા જાણીને તે દીક્ષાના પરિત્યાગ કરવા તૈયાર થયા. દેવે કરીથી તેને જળેાદરના રોગથી પીડિત બનાવ્યે અને વૈદ્યના સ્વરૂપથી આવીને પ્રતિ આષિત કર્યો. ફરીથી તે અરતિપરીષહથી ઉદ્વેગ પામીને સંયમ છેડવાની ઈચ્છા કરવા લાગ્યા. ફરી પાછા ધ્રુવે આવીને તેને પ્રતિબાધીત કર્યા અને આ સયમમાં સ્થિર મની રહે” એવા ખ્યાલથી તે દેવ પાતે તેની પાસે રહેવા લાગ્યા,
એક સમય તે દેવે મનુષ્યના વેશ ધારણ કરીને ઘાસની ગાંસડી લઇ એક ગામમાં કે જ્યાં આગ લાગી હતી ત્યાં જવા લાગ્યા તે સમયે આરતી ભાવના ધારણ કરવાવાળા તે અદત્ત મુનિએ તેમને કહ્યું, કે, તમે કેવા મૂખ છે કે, આગથી મળી રહેલા ગામમાં ઘાસના ભારા લઈને જાવ છે ? આ સ્થિતિમાં તા કાઈ મૂખ પણ તે ગામમાં ઘાસના ભાર લઈને જવાની તૈયારી ન કરે. માટે તમારા જેવી સમજદાર વ્યક્તિએ એવું કામ કરવું આ સમયે સર્વથા અનુચિત છે. અદત્ત મુનિની આ વાતને સાંભળીને વે કહ્યું કે, પારકાને ઉપદેશ આપવામાં પંડિતાઈનુ પ્રદર્શન કરવાવાળા દુનિયામાં અનેક મનુષ્યા છે. તેમાંના તમે એક છે. હું તેા સમજુ છુ કે મારી અપેક્ષાએ તમે અધિક મૂખ છે. જે કલ્યાણના કારણભૂત એવા લીધેલા સંયમમાં અરતો ભાવ ધારણ કરીને, ક્રોધ, માન, માયા, લેાભ રૂપી અગ્નિથી પ્રજ્વલિત એવા સકળ અનર્થોના ઉત્પાદક એવા ગૃહસ્થાશ્રમમાં જવા માટે વારવાર મના કરવા છતાં પણુ સંયમ છેડવાની ઈચ્છા કરી છે. આ પ્રમાણે તે દેવના વચન સાંભળીને પણ અદત્ત મુનિએ અરતિપરીષહુના ત્યાગ સર્વથા ન કર્યાં. દેવે ખીજા પણ ઉપાય તેને સમજાવવા માટે કર્યાં. જેમ કાઈ એક દ્વિવસ અહૂદત્ત બહાર જઈ રહ્યા હતા ત્યારે દેવ પણ તેની આગળ આગળ ચાલવા લાગ્યા અને રસ્તા છેાડીને કુરસ્તે જવા લાગ્યા. તે માર્ગ કાંટાથી ભરેલ હતા. અને ઘાર જંગલ તરફ જતા હતા. તેની આ પ્રકારની ચાલ જોઈને અહુદત્ત મુનિએ કહ્યું તમે કેવા માણસ છે કે માના ત્યાગ કરી કુમાર્ગે જઈ રહ્યા છે. ત્યારે દેવે પણ અહુ દત્તને કહ્યું કે, તમે પણ કેવા આદમી છે કે, વિશુદ્ધ મેાક્ષ માના પરિત્યાગ કરી આધિ વ્યાધિ રૂપ કાંટાઓથી ભરેલા સંસારમામાં જવાને તૈયાર થઈ રહ્યા છે. આ પ્રકારે દેવે કહ્યું એટલે અદત્ત કહેવા લાગ્યા કે, સાચું કહેા તમે કાણુ છે ? દેવે અહુ દત્તની આ વાત સાંભળીને પેાતાના પૂર્વભવ સંબંધી ભૂંગાનું સ્વરૂપ દેખાડીને કહ્યું કે, હું મિત્ર! સાંભળેા. આપે પૂર્વભવમાં દેવ ભવ પ્રાપ્ત કરી મને કહ્યુ` હતું કે,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૩૫