Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તમે મારી પાસે દીક્ષા ધારણ કરશેા ત્યારે જ કરાવવામાં આવશે. આ રક્ષિતે દીક્ષા ગ્રહણ કરવાનુ સ્વીકાર્યું, માતાએ પણ તેને દીક્ષા લેવાની અનુમતિ પહેલાંથી આપી, હતી. આ રક્ષિતે મુનિદોક્ષા ધારણ કરી શ્રાવકોએ મળીને તેને માટે મુનિવેષને ચેાગ્ય સદોરકસુખવસ્તિકા, રજોહરણ તથા વજ્રપાત્રાદિક પ્રદાન કર્યાં. આચાર્ય ની પાસે રહીને આ રક્ષિતે ઉપાંગ સહિત અગ્યાર અગાનુ અધ્યયન કરી દૃષ્ટિવાદનું પ્રથમ પરિકમ નામનું અધ્યયન તથા દ્વિતીય સૂત્ર નામનું અધ્યયન શીખી લીધું. ખાકીના દૃષ્ટિવાદને શીખવા માટે પછી તે ત્યાંથી તેાસલીપુત્રાચાર્યની અનુમતિથી વજાસ્વામી સમીપ જવા માટે ઇચ્છા કરી. જ્યારે તે તેની પાસે જઈ રહ્યો હતા ત્યારે વચમાં માર્ગોમાં ઉજ્જૈન નગરી આવી. ત્યાં એ સમયે ભદ્રગુપ્તાચાર્યની અત્યક્રિયા રૂપ નિર્યાપના કરી. આચાર્ય અંત સમયે તેને એ કહ્યું કે, તમે રાત્રીમાં વાસ્વામીની સાથે રહેશે નહીં. કારણ કે, રાત્રે તેની સાથે રહેવાવાળાનું મૃત્યુ થાય છે. આચાર્યના આ વચનને હૃદયમાં રાખીને ત્યાંથી નીકળી પાસેના કોઇ ગામે બહાર અગીચામાં રાત્રી રાકાયા. આ તરફ વજ્રસ્વામીએ રાત્રીના છેલ્લા પ્રહરે એક એવુ સ્વપ્ન દેખ્યું કે, કોઈ આવી રહેલા શિષ્યે મારા પાત્રમાંથી સાવશિષ્ટ(કઈક અકી રાખીને) ખીર પીઇ લીધેલ છે. આ તરફ આય રક્ષિત પ્રભાતકાળમાં કોઈ બીજા ઉપાશ્રયમાં પેાતાનું ઉપકરણ રાખીને અને સ્થાન નિશ્ચિત કરીને વઢના નિમિત્તે વાસ્વામી પાસે પહોંચ્ચા. એ સમયે વસ્વામી રાત્રીના છેલ્લા પ્રહર જોયેલા સ્વપ્નના વિચાર કરવામાં મગ્ન હતા. વજ્રસ્વામીએ કુશળ પ્રશ્ન ખાદ રાત્રીમાં ખીજા સ્થળે રોકાવાનું કારણ આ રક્ષિતને પૂછ્યું. આયરક્ષિતે કહ્યું કે હું ભદ્રગુપ્તાચાર્યના અનુશાસનથી ખીજા ઉપાશ્રયમાં કાચા . તે સમયે વાસ્વામીએ પેાતાના ઉપયાગના બળથી આ રક્ષિતનું ખીજા ઉપાશ્રયમાં રાત્રે રાકવાનું શું કારણ છે” આ વાત સારી રીતે જાણીને આ રક્ષિતને કહ્યું, ભદ્રગુપ્તાચાર્ય જે કહ્યું છે, તે ચુંક્ત જ કહ્યું છે. બાદમાં આરક્ષિત વસ્વામીથી નવ પૂર્વનું અધ્યયન આનંદથી શીખી લીધું. પરંતુ દશમા પૂર્વના કેટલાક અધિકાર જ્યારે તે શીખી રહ્યો હતા ત્યારે તે અરસામાં તેના નાનાભાઈ ફલ્ગુ રક્ષિત દશપુરથી પુત્રને વિરહ અનુભવતી માતા દ્વારા પ્રેરિત મની તેને ખેલા વવા માટે ત્યાં આવી પહેાંચ્યા. આ રક્ષિતે તેને સમજાવીને પ્રતિમાધિત કરી ત્યાંજ દીક્ષિત ખનાન્યેા. એક દિવસની વાત છે કે, આરક્ષિતે વજ્રસ્વામીને પૂછ્યું કે ભઈત દૃષ્ટીવાદમાં દસમું પૂર્વ પુરૂ' થવા માટે હવે કેટલેા સમય બાકી છે? આ સાંભળીને વાસ્વામીએ કહ્યું કે, વત્સ ! દશમું પૂર્વ તા સમુદ્ર સમાન છે, આમાંથી તે' તેા માત્ર હજુ ખીંદુ જેટલું જ શીખેલ છે. વાસ્વામીની આ વાત સાંભળીને તેનૢ મન કાંઈક ખિન્ન થઇ ગયું અને કહેવા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૨૬