Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આલય વર્ણન ઓર ઉસ વિષયમેં સોમદેવ મુનિ કા દ્રષ્ટાંત
પ્રથમ તિર્થંકર અને અંતિમ તીર્થંકરના તીર્થમાં રહેવાવાળા જે સાધુ છે, તેમને માટે તે આ દશ પ્રકારના કલ્પ અવસ્થિત જ છે.–અવશ્ય પાળવા ગ્ય જ છે. આલય જે પ્રથમ ક૯પ છે તે બે પ્રકારના છે.
૧ મુખ્ય, ૨ ઔપચારિક, કટીબંધન રજોહરણ અને સદરકમુખવર્સિકાના સિવાય અન્ય વસ્ત્રને પરિત્યાગ કરવો આ મુખ્ય આચૅલય છે, આ જિનકલ્પિક વિશેષોમાં હોય છે. ઔપચારિક જે આલય છે તે સ્થવિરકત્યિએને હોય છે. કેમકે, સ્થવિરકલ્પી સાધુ હોય છે તે કલ્પનીય, એષણીય, જીર્ણ, ખંડિત અને મલીન, વસ્ત્ર રાખે છે. જે નવીન વસ્ત્ર મળે તે પણ ઓછા મૂલ્યનું હોય તે જ લે છે. લૌકિકજન જે પદ્ધતિથી વસ્ત્રોનું પરિધાન કરે છે એ પદ્ધતિથી તેઓ વસ્ત્ર પરિધાન કરતા નથી. પરંતુ અન્ય પ્રકારથી જ એને પહેરે છે આ માટે ચલના સદભાવમાં પણ તે અલક જ કહેવાય છે.
શંકા જીર્ણ ખંડિત, આદિ વસ્ત્રોના સભાવમાં જો દુનિયાને અલક માનવામાં આવે તે જે દરિદ્રી જન છે, જેની પાસે જીણું ખંડિત આદિ વસ્ત્ર છે. તેને પણ અલક કહેવા જોઈએ? પરંતુ તેને તે અલક નથી કહેવામાં આવતા ?
ઉત્તર–દરિદ્રી જે જીણું શીર્ણ વસ્ત્ર ધારણ કરે છે, તે ધર્મ બુદ્ધિથી નહીં, પરંતુ તેને નવીન સારા મૂલ્યવાળા વસ્ત્રો મળતાં નથી,-એને એની પાસે અભાવ છે તેથી એના અભાવમાં તેણે તે પહેરવાં પડે છે, પરંતુ પહેરવા ચાહતા નથી. આ માટે તે અચેલક કહેવાતાં નથી. કેમ કે તેને ભાવથી તદ્વિષયક મૂછ પરિણામની અનિવૃત્તિ છે. માટે પરિજીર્ણ વસ્ત્રોના સદૂભાવથી દરિદ્રીમાં અચેલકત્વને વ્યવહાર થતો નથી. મુનિયાને તદ્વિષયક મમતામૂછ નથી. કેમ કે, કઈ દાતા તેમને બહુમૂલ્ય વસ્ત્રપ્રદાન કરે છે. અને તે વસ્ત્ર જે પ્રમાણે પેત નથી હોતું-પ્રમાણથી બહિબૂત હોય છે તે તે તેને ગ્રહણ કરતા નથી. પરંતુ જીર્ણ ખંડિત વસ્ત્ર જ ગ્રહણ કરે છે. જો કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૨૨