Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કષાયરૂપ
વિષ લત્તાઓને વધારનાર છે, ષટ્ જીવનીકાયાનું ઉપમાઁન કરનાર છે. સાવદ્ય વચન બેલવાથી શું અનથ થાય છે, તે આદ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે—
સાવધ ભાષણ કે વિષયમેં અશ્વપતિ કા દ્રષ્ટાંત
એક અશ્વપતિ હતા, જે નિરવદ્ય ભાષા એટલવામાં અભિન્ન હતા. તે એક લાખ રૂપીયાની કિંમતના પોતાના ઘેાડાને વેચવા માટે કોઈ એક નગરમાં ગયા ત્યાં પહેાંચતાં જ તેના હાથમાંથી તે ઘેાડા છુટીને ભાગી ગયેા, ભાગી રહેલા તે ઘેાડા પાછળ તેને હાથ કરવા તે ખૂબ દોડયા છતાં પકડી શકા નહીં. જ્યારે તે દોડતાં દોડતાં થાકી ગયે ત્યારે ક્રોધના આવેશમાં આવી એણે એક પુરૂષ, કે જે હાથમાં દડા લઈને તેની સામે આવી રહ્યો હતા અને તે ભાષાના દોષથી અજાણ હતા, તેને કહ્યું કે હે ભાઈ ! આ ઘેાડા જે ભાગી રહ્યો છે તેને મારે. આ પ્રકારે એ અશ્વપતિના કહેવાથી પેલા માણસે એક દડા ઘેાડાને એવા મા કે જે મ સ્થાનમાં લાગવાથી તેના પ્રહારના કારણે ઘેાડા એજ વખતે મરી ગયા. જ્યારે અશ્વપતિએ પેાતાના ઘેાડાને મરણ પામેલેા જોયા ત્યારે તે મારનારને પકડી ન્યાયાલમાં લઈ ગયા, ન્યાયાયધીશની સામે તેના ઉપર આશપ લગાવવાના ભાવથી તેણે કહ્યુ કે, આ માણસે મારા એક લાખ રૂપીયાની કિંમતના ઘેાડાને દંડાના પ્રહારથી મારી નાખેલ છે. આ સાંભળીને ન્યાયાધીશે કહ્યું ઠીક છે, પરંતુ આના સાક્ષી કેણુ છે તે કહે. અશ્વપતિએ કહ્યુ કે, સાહેબ ! તેના પુત્ર જ મારા આ વિષયમાં સાક્ષી છે. ન્યાયાધીશે તેના પુત્રને પૂછ્યું ત્યારે પુત્રે કહ્યું કે, આ અશ્વપતિએ પેાતે જ મારા પિતાને ઘેાડાને મારવાનું કહ્યું હતું . આથી મારા પિતાએ દડાના પ્રહારથી તેના ઘેાડાને મારેલ છે. આ પ્રકારે સાક્ષીનું ભાષણ સાંભળી ન્યાયાધીશે મનમાં વિચાર કર્યો કે ઘેાડાના આ સ્વામી ભાષા દોષથી અનભિજ્ઞ છે તેવું જણાય છે, આ માટે તેણે મા, મારે ! એમ કહેલ છે. આમ કહેવાના અભિપ્રાય કેવળ તે સમય એટલા જ હતા કે, દડાના ભય દેખાડી તે ઘેાડાને પાછે ફેરવી દે. આ પ્રકારના વિચાર કરી સાવદ્ય ભાષાભાષી તે અશ્વસ્વામીને ન્યાયાધીશે કહ્યુ આને શું અપરાધ છે, અપરાધ તા તાāાજ છે, જે તેં મારા, મારે ! આ પ્રકારની સાવદ્ય ભાષા દ્વારા તને મારવા માટે ઉત્સાહિત બનાવ્યે તેનું આ ફળ છે, હવે પછી એ વાત ધ્યાનમાં રાખા કે આ પ્રકારની સાવધ ભાષા બેલવામાં ન આવે.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
७२