Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આના ભાવ એ છે કે—જેમ પરાક્રમી હાથી માણેાના આઘાતથી પીડિત હાવા છતાં પણ રણમાં શત્રુને પરાજીત કરે છે, તેવી જ રીતે સાધુ પણ ઈશમશક આદિ દ્વારા પીડિત હાવા છતાં પણુ કષાયરૂપી શત્રુના પરાજય કરેા૧૦ા ભાવશત્રુને કેવી રીતે જીતવા જોઇ એ, એ હકીકત આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. નપતને-ઈત્યાદિ.
અન્વયા —ડાંસ અને મચ્છરથી પીડિત બનવા છતાં પણ 7 સંતસેન યંત્રક્ષેત્ મહામુનિ ચિત્તમાં ઉદ્વેગ ન લાવે,-ડાંસ મચ્છરના કરડવાથી મુનિએ એક સ્થાનથી ખીજા સ્થાને ન જવું, ન વારેગ્ગા-ન વાયેટ્ ડાંસ મચ્છરને પેાતાના શરીર પર બેઠેલ જોઈ ને હાથ અને વસ્ત્ર આદિથી તેને હટાવે નહીં, મવિન વોલમનોવિ ન પ્રદૂષયેત તેના કરડવાથી પેાતાના મનમાં કલુષિત વિચાર પણ ન કરે, અથવા તેના કરડવાથી મનને કલુષિત ન કરે. અરે શબ્દથી વચનાદિકને પણ પ્રદુષ્ટ ન કરે, પરંતુ તે સમયે વેર્દૂ-ક્ષેત્ત મધ્યસ્થ ભાવના આશ્રય કરે આથી સાધુનું उर्तव्य छे } ते मंससोणियं भुंजतेपाणे न हणे- मांसशोणितं भुजानान् प्राणिनः न हन्यात् માંસ ખાતા અને લેાહી પીતા પ્રાણીઓને કદી પણ ન મારે.
દૃષ્ટાન્તઃ—ચંપા નગરીમાં રિપુમન નામના એક રાજા હતા. તેમને એક પુત્ર હતા; જેનું નામ સુદર્શન હતું. તેણે ધર્મઘાષ આચાયની પાસે ધ દેશના સાંભળી કામભાગથી વિરક્ત અની મુનિઢીક્ષા ધારણ કરી. આ સુદ્ઘન મુનિએ પેાતાના ગુરુમહારાજના પ્રસાદથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરી, દૃઢ પરાક્રમશાળી થવાના કારણથી એકાકી વિહાર કરવા રૂપ પ્રતિમાને ધારણ કરી. અને તેઓએ પ્રતિમાથી વિચરવા લાગ્યા. એક સમયની વાત છે કે, તેઓએ એક જંગલમાં રાત્રિના સમયે પાંચ પ્રહરના કાયાત્સગ કર્યાં. તે જ’ગલમાં કાર્યાત્સમાં રહેલા આ સુદર્શન મુનિના શરીરને પ્રથમ પ્રહરમાં નાના શરીરવાળા હજારા ડાંસ, મચ્છરોએ સેાયની અણી જેવા પાત પેાતાના તીક્ષ્ણ મુખાથી ચારે બાજુથી આવીને ખૂબ ડંખ માર્યાં. પાછા બીજા પ્રહરમાં તેની અપેક્ષા સ્થૂલ આકારવાળા ડાંસ, મચ્છરેએ ગણુ ગણુ શબ્દ કરીને ચારે તરફથી આવીને ઘણી ખરાબ રીતે તેમના શરીરને ડંખ મારવા લાગ્યા. ત્યાર પછી ત્રીજા અને ચેાથા પ્રહરમાં આવેલા ડાંસ મચ્છરેાની અપેક્ષા નાના મોટા વિવિધ જાતના ડાંસ મચ્છરોએ ડંખ મારવા શરૂ કર્યાં. આ પ્રકારે જ્યારે રાત્રીના ચાર પ્રહર પુરા થયા. અને સૂર્યોંદય થયેા ત્યારે પાંચમા પ્રહરમાં અર્થાત્ દિવસના પ્રથમ પ્રહરમાં અકસ્માત ઉડેલી હજારા મધમાખીઓએ તે મુનિના શરીર ઉપર ચાંટી પડીને કરડવું શરૂ કર્યું. મધમાખીએથી આચ્છા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૧૨