Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે સાધુ સંલેખના કરવામાં અસમર્થ છે, એણે સંલેખના વગર પણ યથાશક્તિ સંથારે કરી આવ્યુંઘત મરણને સ્વીકાર કરવો જોઈએ. આ અભ્યઘત મરણને અંગિકાર કરતાં પહેલાં સાધુએ એ પ્રકારને વિચાર કરે જોઈએ કે, મેં વિશદ્ધ ચારિત્રના અનુષ્ઠાનથી સ્વહિત સંપાદિત કરી લીધું છે, શિષ્યાદિકના ઉપકારની સાથોસાથ બીજા ઉપર પણ ઉપકાર કર્યો છે. આ સમય ગચ્છનું પરિપાલન કરવામાં સમર્થ એવી મારી શિષ્યાદિસંપત્તિ પણ સર્વ પ્રકારથી શક્તિશાળી બની ચુકી છે. હવે મારે નિશ્ચિત બનીને વિશેષ રીતથી મારા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. “મારી અવશિષ્ટ આયુ કેટલી છે અને આ વાત પિતે જાણીને અથવા જે પતે ન જાણી શકે તે બીજા ગુણસંપન્ન આચાર્ય આદિથી પૂછીને નક્કી કરી લે. જે આયુષ્ય અ૯પ હોય તે યથાશક્તિ તેણે ભક્તપ્રત્યાખ્યાન આદિ મરણને સ્વીકાર કરે જોઈએ. જે આય લાંબી હોય અને સાથે જંઘાબળ ક્ષીણ જણાય તે તેણે સ્થિરવાસ અંગિકાર કરી તે જોઈએ. આ સ્થિરવાસથી તે ક્ષેત્રમાં રહેવા છતાં તે વસ્તીના દેથી અને ઉપાધીના દેથી રહિત બને છે. કદાચ શક્તિ સારી હોય તે પણ આ પાંચમા આરામાં જનકલ્પની પ્રતિપત્તિના વિધાનને અભાવ હોવાથી સ્થવિરકલ્પની હાલતમાં રહીને સ્વ અને પર ઉપકાર કરતાં કરતાં દીર્ઘ પર્યાયનું પાલન કરતા રહેવું જોઈએ.
| આ સ્થવિરકલ્પની સમાચારી છે !
જિનકલ્પિ કા વર્ણન મેં પિચ્છેષણા વિધિ જિનકલ્પ મર્યાદા
હવે ચેથા આરાની અપેક્ષાથી જનકલ્પ આદિની પ્રતિપત્તિ સ્વીકૃતિરૂપ અભ્યદ્યત વિહારમાં કેવી અને કેટલી મર્યાદા હોય છે આ વાત પ્રગટ કરવામાં આવે છે–જે સાધુ જીનક૯૫ આદિને પ્રાપ્ત કરવાને અભિલાષી છે તે જાણવું જોઈએ કે, મે વિશુદ્ધ ચારિત્રના અનુષ્ઠાનથી પિતાનું અને પરનું હિત સાધ્યું. હવે મારે તપ અને સત્વાદિપાચ ભાવનાઓથી આત્માને ભાવિત કરવા જોઈએ કહ્યું, પણ છે
तवो सत्तं च सुत्तं च, एगत बलमप्पणो ।
पढम पंच भाविता, जिणकप्पं पवज्जइ ।।१।। આને ભાવ એ છે કે–જનકલ્પને ધારણ કરવાની ઈચછાવાળા સાધુ તપ ભાવનાથી આત્માને ભાવિત કરીને દેવ મનુષ્ય આદિ દ્વારા થનાર ઉપસર્ગથી અથવા અનેષણદિરૂપ કારણથી છ મહિંના સુધી આહાર મેળવી ન શકે તે પણ પીડા પામતો નથી. સત્વભાવનાથી તે ભય ઉપર વિજય પ્રાપ્ત કરે છે. સૂત્ર ભાવનાથી પિતાના નામની માફક સૂત્રને પરિચય પ્રાપ્ત કરે છે, એકત્વ ભાવનાથી પિતાના આત્માને ભાવિત કરીને સાધર્મિક સાધુ આદિની સાથે પરસ્પરમાં કથાવાર્તા આદિ સમસ્ત વાતને પરિત્યાગ કરી દે છે. જ્યારે બાહામાં તેનું મમત્વ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૧૮