Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે. ઉત્કૃષ્ટસંલેખના બારવર્ષની, મધ્યમ સલેખના એક વર્ષની, અને જઘન્યસંલેખના છ મહિનાની હોય છે. ઉત્કૃષ્ટ સંલેખનાની વિધિ આ પ્રકારની છે, સહુથી પહેલાં જે ઉત્કૃષ્ટ સંલેખના ધારણ કરે છે, તેણે પ્રથમના ચાર વર્ષ સુધી વિચિત્ર તપ કરી પારણામાં વિકૃતિ વિષયને ત્યાગ કરે, બીજા ચાર વર્ષોમાં તે વિચિત્ર તપ અર્થાત કદી ચેાથ કરે છે. કદીક છઠ્ઠા કરે છે. કદીક અઠ્ઠમ કરે છે. અને કયારેક દ્વાદશ વગેરે કરે છે. પારણું સર્વ કામ ગુણત બધી ઈન્દ્રિયોને અનુકૂળ તથા ઉદ્દગમ આદિ દેથી રહિત આહારથી કરે છે. આ પછી તે બે વર્ષમાં અર્થાત્ નવમા દશમા વર્ષમાં એકાન્તરિત આયંબીલ વ્રતની આરાધના કરે છે. આ આરાધના બે વર્ષ સુધી ચાલે છે. અર્થાત્ બે વર્ષ એકાન્તર થ કરી આયંબીલથી પારણું કરે છે, આ રીતે કરતાં કરતાં એના દશ વર્ષ વ્યતિત થઈ જાય છે. જ્યારે અગીયારમાં વર્ષની શરૂઆત હોય છે. છ માસ સુધી તે ચેાથ, છટ્ઠ તપસ્યાની આરાધના કરે છે. અષ્ટમ વગેરેની નહીં એ પછીના છ મહિનામાં અષ્ટમ, દશમ, અને દ્વાદશ આદિ ઉત્કૃષ્ટ તપ કરે છે. આ વર્ષમાં પારણાના દિવસે પરિમિત આયંબિલ કરે છે. અર્થાત્ કોઈ વખત આયંબિલ કરે છે. કોઈ વખત કરતા નથી. બારમા વર્ષમાં કેટિ સહિત નિરંતર આયંબિલ કરે છે. જ્યાં પહેલાં આયંબિલનો અંત આવે અને બીજા આયંબીલને પ્રારંભ થાય એનું નામ કેટિ છે. આ બંને કેટિઓ સહિત જે આયંબિલ હોય છે એનું નામ કેટિ સાહિત આયંબિલ છે. આ આયંબિલ રોજ થાય છે. અંતમાં માસાદ્ધ-એક પક્ષ અને માસિક–એક માસનું અનશન કરે છે. આ ક્રમથી બાર (દ્વાદશ) વર્ષની ઉત્કૃષ્ટ સંલેખના થાય છે. આ ઉત્કૃષ્ટ સંલેખના કરીને સાધુ કાં ને તે કેઈ પર્વતની ગુફામાં ચાલ્યા જાય છે. અથવા ષકાયના, ઉપમર્દનથી રહિત નિજીવ એવા નિર્જન સ્થાનમાં ચાલ્યા જાય છે. ત્યાં પહોંચી પાદપપગમન ઈંગિત, ભક્ત પ્રત્યાખ્યાન આ ત્રણમાંથી પોતાની શક્તિ પ્રમાણે કે એક મરણને સ્વીકાર કરી લે છે, | મધ્યમા સંલેખના એક ૧ વર્ષની હોય છે. જે વિધિ બાર ૧૨ વર્ષની સંલેખ નામાં પ્રદર્શિત કરવામાં આવી છે તે વિધિ આની પણ છે. જ્યાં વર્ષનું પ્રમાણ ગ્રહણ કરવામાં આવ્યું છે ત્યાં મહિનાનું પ્રમાણ મધ્યમાં સંલેખના માટે સમજવું જોઈએ. જેમ ત્યાં ચાર વર્ષ આદિ કહેલ છે. ત્યાં આમાં ચાર મહિના સમજવા જોઈએ.
જઘન્ય સંલેખના ૧૨ પક્ષ-છ માસ ના પ્રમાણવાળી હોય છે. આની વિધિ પણ એ જ છે. જે ઉત્કૃષ્ટ સંલેખનાની છે. મધ્યમ સંલેખના અને જઘન્ય લેખના આ બંનેમાં પણ ગિરિકન્દરા આદિમાં જવું આવશ્યક છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૧૭