________________
આગમમાં સ્થવિરકલ્પ અને જનકલ્પના ભેદથી બે કલ્પ ભગવાને કહ્યાં છે. એમાં ગચ્છપ્રતિબદ્ધ મુનિને આચાર છે, તે સ્થવિરકલ્પ છે. સ્થવિર કલ્પને ક્રમ આ પ્રકાર છે.-પ્રથમ શ્રુતચરિત્રરૂપ ધર્મનું શ્રવણ, એનાથી સમ્યક્ત્વને લાભ, પછી આલોચના પૂર્વક પ્રવ્રજ્યાની પ્રાપ્તિ એથી ગ્રહણશિક્ષા અથવા આસેવનશિક્ષાને લાભ, સૂત્રનું અધ્યયન કરવા રૂપ ગ્રહણ શિક્ષા અને પ્રતિલેખનાદિક રૂ૫ આસેવનશિક્ષા છે. એ પછી સૂત્રોના અર્થ સમજ્યા પછી અનિયતવાસ, અનિયતવાસનું તાત્પર્ય એ છે કે, ગુરુની આજ્ઞાથી ગ્રામ-નગર અને સિન્નિવેશ વગેરેમાં અથવા દેશાન્તરમાં વિચરણ કરવું. આ વિચરણ કરવાની ગ્યતા સંપન્ન જે સાધુ હોય છે, તેને જ ગુરુ મહારાજ એવી આજ્ઞા આપે છે. આમાં તે એકાકી વિહાર કરી શકતા નથી પરંતુ અન્ય સાધુઓની સાથે જ વિહાર કરે છે,
દેશાન્તરમાં ભ્રમણ કરવાનું પ્રયોજન એ છે કે, જ્યારે સાધુ દેશાન્તરમાં ભ્રમણ કરે છે ત્યારે તેને બીજા દેશના બહુશ્રુત આચાર્ય વગેરે સાથે સંપર્ક થાય છે આથી તેને સૂત્રમાં અર્થમાં અને સાધુ સમાચારીમાં વધુ જાણવાનું મળે છે. અને જુદા જુદા દેશની ભાષાઓનું પણ જ્ઞાન થાય છે. આથી સાધુને ધર્મ પ્રચાર કરવામાં સારી એવી સહાયતા મળી રહે છે. કેમ કે, તે જે તે દેશમાં જે તે દેશની ભાષાથી ત્યાંની જનતાને ધાર્મિક ભાવનાથી ભાવનાયુક્ત બનાવી શકે છે, અને કેમાં દીક્ષા ગ્રહણ કરવાની ભાવના જાગૃત કરે છે. બીજા ગચ્છના અથવા બીજા દેશના સાધુ “આ અમારા ભાષાભાષી છે.” એમ સમજી એની પાસે આવે છે. સંપર્ક વધારે છે. અને એની પાસેથી શાસ્ત્રોને અભ્યાસ કરે છે. આથી બીજા ગચ્છના મુનિરાજની પણ તેના પર પ્રીતિ થવા લાગે છે આથી શિષ્ય પરંપરાની વૃદ્ધિ થાય છે, કેમ કે લેકે જ્યારે તેને ગુણશાળી સમજતા થાય છે ત્યારે તેના અધિક પરિચયમાં આવે છે. આથી કે ઉપર એના જ્ઞાનાદિક ગુણેને પ્રભાવ પડે છે. એથી પ્રભાવિત થઈ તેને પિતાના હિતકારી જાણ તેની સમીપ દીક્ષિત પણ થઈ જાય છે. આથી શિષ્યપરંપરા વધે છે. આથી આ પ્રકારને અનિયતવાસ અને પર્યટન કરવાવાળા સાધુને અનેક લાભ થાય છે.
શિષ્ય પ્રાપ્તિ ઉપરાંત સ્વ અને પરના ઉપકારક બનવાથી ગચ્છનું કાર્ય સંપાદિત થવાથી. તથા સાધુ અવસ્થાની પર્યાય લાંબા સમય સુધી પાળવામાં આવવાથી એ સાધુઓએ અભ્યઘતમરણ સ્વીકારવું જોઈએ. આ અભ્યઘતમરણ ત્રણ પ્રકારનાં છે. (૧) પાદપપગમન (૨) ઇગિત (૩) ભક્ત પ્રત્યાખ્યાન.
આ અભ્યતમરણમાં હવે સંલેખનાદિ રૂપ સમાચારી બતાવવામાં આવે છે. આગમમાં બતાવેલ વિધિ અનુસાર શરીર વગેરેને કૃશ કરવું, એનું નામ સંલેખના છે. એ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૧૬