Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુલતઃ નાશ પામે છે ત્યારે બીજા દેહાદિ પદાર્થોથી ભિન્ન પિતાના આત્માને જાણીને તેમાં સર્વથા અનાસક્ત જ રહે છે. એમાં આસક્ત બનતા નથી. બળભાવનામાં બળ બે પ્રકારનાં છે. એક શરીર સંબંધી અને બીજું મન સંબંધી. જે સાધુ જનકલ્પની પ્રતિપત્તિને યેગ્ય હોય છે તેનું શારીરિક બળ પણ જો કે, સાધારણ જનની અપેક્ષા અતિશય બલવાન હોય છે. પરંતુ તપશ્ચર્યા આદિના કારણથી તેનું શરીર જ્યારે કૃષ બને છે ત્યારે તે તેવા રહેતા નથી. તે પણ તેની આત્મા વૃતિબળ દ્વારા એટલી અધિક ભાવિત રહે છે કે, જેનાથી તે અધિકથી અધિક પરીષહ અને ઉપસર્ગોથી આક્રાંત થતા હોવા છતાં પણ પિતાના કર્તવ્યમાર્ગથી જરા પણ ચલિત થતા નથી.
આ પાંચ ભાવનાઓથી ભાવિતાત્મા જનકલ્પાદિકને ગ્રહણ કરવાની ઈચ્છાથી ગ૭માં રહીને આહારાદિ પરિકમને બધાથી પહેલાં કરી લે છે, આહારાદિમાં અન્ય સાધુની અપેક્ષા અંત પ્રાન્ત આદિ ગ્રહણથી ઉત્કૃષ્ટતાનું સંપાદન કરવું પરિકર્મ છે. જેમ-ત્રીજા પૌરૂષીમાં વાલ, ચણુ આદિને આહાર કરે અને અન્તપ્રાન્ત રૂક્ષ આહાર કરે.
संसहमसंसट्ठा, उद्धड तह होइ अप्पलेवा य ।
उग्गहिया पग्गहिया, उज्झियधम्मा य सत्तमिया ॥१॥
એ સાત પ્રકારની પિન્વેષણાઓના મધ્યમાં પહેલાની બે એષણાઓને છોડીને બાકી બચેલ પાંચ એષણાઓમાંથી અન્યતર એષણા બેના અભિગ્રહથી તે આહાર ગ્રહણ કરે છે, એક એષણાથી ભક્તને અને બીજી એષણાથી પાનને આ પ્રકારે આગમમાં કહેલ વિધિ અનુસાર આત્માને ભાવિત કરીને ગચ્છમાં રહીને જ જનકલ્પને અગિકાર કરવાના અભિલાષી સાધુ ચતુર્વિધ સંઘને એકત્રીત કરે છે. એના અભાવમાં પિતાના ગણુને એકત્રીત કરે છે. બાદમાં તીર્થ કરની સમીપમાં, એના અભાવમાં ગણધરની સમીપમાં, તેના અભાવમાં ચૌદ પૂર્વધારીની સમીપમાં, તેના અભાવમાં દશપૂર્વધારીની સમીપમાં, તેના પણ અભાવમાં વડવૃક્ષ, આશપાલવ, પીપળે અથવા અશેકવૃક્ષના સમીપ સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખીને જનક૯૫ને સ્વીકાર કરે છે. આ સમયે તે પિતાના ગચ્છમાં રહેલા બાળ-વૃદ્ધ સાધુઓથી ખમત ખામણા કરે છે પછી નિઃશલ્ય અને નિષ્કષાય થઈને પિતાના ગચ્છના સાધુ આદિને એવી શિખામણ આપે છે કે, આપ લોકેએ પણ આજ રીતે કરવું. તેમાં પ્રમાદ કરે ઠીક નથી. ગણની જે મર્યાદા છે તેનું ઉલંઘન કરવું નહીં. ઈત્યાદિ શિખામણ આપીને પછી તે ગચ૭ નિર્ગત થઈ જાય છે. જ્યાં સુધી તે દેખાય છે ત્યાં સાધુવર્ગ તેની પાછળ પાછળ ચાલતા રહે છે અને જ્યારે તે દેખાતા બંધ થાય છે ત્યારે સઘળા પાછા ફરે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૧૯