Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂછ્યું. આપ શું ઈચ્છે છે ? અરહકે કહ્યું કે, હું ભિક્ષા ચાહું છું. કામને વશ બનેલ તે સ્ત્રીએ ભિક્ષાનો લાભ આપીને અરહન્નક મુનિને પેતાને ઘેર રેકી લીધા. અહિં અહંક મુનિની માતા ભદ્રા સાધ્વી મુનિને વંદણું કરવા આવી. અરહિન્નક મુનિને જ્યારે તે સાધ્વીએ ત્યાં ન જોયા ત્યારે આચાર્યને પૂછયું કે, “હે ભદન્ત! અરહન્નક મુનિ કયાં છે? આચાર્ય મહરાજે કહ્યું કે, ભિક્ષા લેવા માટે તેઓ બહાર ગયા છે, પરંતુ હજુ સુધી પાછા ફરેલ નથી. જેથી અન્ય મુનિજન તેની તપાસ કરી રહેલ છે. માતા ભદ્રા સાધ્વીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેના હદ. યમાં વજીના ઘા જે એક આઘાત થયો અને એ વખતે એનું ચિત્ત વ્યાકુળ બની ગયું. તે પુત્રના મેહથી ઘણાં આકુળ વ્યાકુળ થવા લાગ્યાં, અને પોતાના મનમાં જ બડબડવા લાગ્યાં કે, અરે અરહન્નક! તું આ સમયે ક્યાં છે, કહે તે ખરે આ પ્રકારે ઉંચા સ્વરથી વિલાપ કરતાં અને આંખેથી અશ્રુધારા વહાવતાં, તે સ્થળે સ્થળે અથડાતાં અહિં તહિં ફરવા લાગ્યાં. જે તે સ્થળે તે જઈ પૂછતાં કે હે મહાનુભાવે! કહે તે ખરા તમોએ મારા પુત્ર અરહુન્નકને કાંઈ દેખે છે? આ પ્રકારે પૂછતાં અને વિલાપ કરતાં અને રોતાં તે ભદ્રા સાધ્વી જ્યારે કેઈને જુએ તે હર્ષના ભાવાવેષમાં આવીને કહેવા લાગતાં કે આ રહ્યો મા અરહત્રકપરંતુ જ્યારે તેને અરહન્નક ન દેખાતે ત્યારે તે ફરીથી રોવા લાગતાં આ પ્રકારે અત્યંત વિહળ બની એક દિવસે તે એ મકાન ઉપર પહોંચ્યાં કે જ્યાં અરહન્નક હતું. જ્યારે તે ત્યાં પહોંચ્યાં તે વખતે અરહન્નક તે મકાનની એક બારીમાં બેઠેલ હતો. તેણે પોતાની માતાને રેતી જોઈ ત્યારે તેનામાં સંવેગને ભાવ અતિશય જાગૃત થયો. તે એકદમ ઝરૂખેથી નીચે ઉતરીને માતાના ચરણોમાં પડી ગયા અને બેલ્યો કે હે માતા ! હું અહિન્નક છું. આ પ્રકારનાં તેનાં વચન સાંભળીને માતાનું ચિત્ત શાન્ત બની ગયું અને બેલી, વત્સ! તમે તે કુળવાન છે, જાતિવાન છે, છતાં તમારી આવી દશા કેમ થઈ? અન્નકે કહ્યું, માતા ! આ દશા થવાનું કારણ ચારિત્ર પાલન કરવાની અસમર્થતા છે. માતાએ કહ્યું, જે તમે ચારિત્ર પાલન કરવા માટે અસમર્થ છે તે અનશન કરે. જેમ કહ્યું છે–
" वरं पवेसो जलिए हुयासणे, न यावि भग्गं चिरसंचियं वयं । बरं हिमच्य सुविसुद्धकम्मओ,
નાનિ સીક્રસ્ટિયર્સ ગીવ ?” ભભકતી એવી અગ્નિમાં પ્રવેશ કરે ઠીક છે, પરંતુ ચિરસંચિત વ્રતને ભંગ કર ઠીક નથી. સુવિશુદ્ધ કર્મશીલ આરાધના કરતાં કરતાં મૃત્યુ થયું ઠીક છે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૧૦