Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરંતુ શીલથી સ્ખલિત થયેલ વ્યક્તિનુ જીવન ઠીક નથી. નિરવદ્ય ક્રિયાનું નામ સુવિશુદ્ધ ક, ચારિત્રથી પતિત થવાનુ નામ શીલથી સ્ખલિત બનવું તે.
આ પ્રકારનાં માતાનાં વચન સાંભળીને તેના સુતેàા વૈરાગ્ય જાગી ઉઢચા અને તેણે સર્વ સાવદ્ય યોગનુ' પ્રત્યાખ્યાન કરી પુનઃ સંયમને ધારણ કર્યાં. માતાના વચનથી ઉદ્ભાષિત બની તેણે પછી ઉત્કૃષ્ટ ચારિત્રનુ` આરાધન કયું અને ચારિત્રની આરાધના પૂર્ણાંક જ ગ્રામનુગ્રામ વિહાર કરીને ઉષ્ણુ પરીષહેને સહન કર્યાં. એક સમયે એ વિહાર કરતાં કરતાં એવા પ્રદેશમાં પહેાંચી ગયા કે, જ્યાં પત્થરાએ મેટા પ્રમાણમાં હતા. ત્યાં પહેોંચીને તેઓએ વિચાર કર્યો કે, આ પ્રદેશ સૂર્યના કિરણાથી અધિક સંતપ્ત અનેલા છે. આ તા એવા તપી રહ્યા છે કે જાણે અગ્નિ જ સળગી રહી છે. વાયુ પણ એટલી જ રીતે ગરમ ફુંકાઈ રહેલ છે આથી એક ડગલું પણ સુખપૂર્વક ચાલી શકાતું નથી. આ પ્રકારના વિચાર કરતાં કરતાં અરહન્નક મુનિયે પેાતાની આસપાસની સમસ્ત ભૂમીને અત્યંત ઉષ્ણુ જોઈ અને પાછા વિચાર કરવા લાગ્યા કે ઉષ્ણ પરીષહુ મારે સાધુના ધર્મથી અવશ્ય સહન કરવા જોઈએ. એવા નિશ્ચય કરી એક તપેલી શીલા ઉપર બેસી ગયા જ્યાં તેઓએ ૧૮ પાપસ્થાનાનું પ્રત્યાખ્યાન કર્યું, પેાતાના દુષ્કૃત્યાની માફી માગી, સમસ્ત જીવાથી ખમત ખામણા લીધાં, ચાર પ્રકારના શરણને સ્વીકાર કર્યાં અને સમસ્ત મમતાને ત્યાગ કર્યાં તેમજ પાંચપરમેષ્ટીને વારવાર નમસ્કાર કરવા લાગ્યા. પછી અનશન ધારણ કરી સમાધિભાવથી યુક્ત અરહન્નક મુનિએ પાપાપગમન સંથારો કર્યાં. એક મુહૂત માત્રમાં જ તેમનું સુકુમાર શરીર માખણના પીંડની માફક ગરમીથી એગળી ગયું. અને તે મરીને સુધર્મ દેવલાકમાં દેવ થયા. આ રીતે અન્ય મુનિજનાએ પણ ઉષ્ણુપરીષહ સહન કરવા જોઈ એ. ॥ ॥
દંશમશક પરીષહ કા વર્ણન ઔર ઉસ વિષયમેં સુદર્શન મુનિ કા દ્રષ્ટાંત
ગરમઋતુ પછી ચામાસાના સમય આવે છે આમાં દશમશક વગેરે પરીષહની ઉત્પત્તિ થાય છે, સાધુનું એ કવ્ય છે કે દશમશકરૂપી પાંચમા પરીષહ સહન કરે. આ વાતને સૂત્રકાર આગળની ગાથાથી બતાવે છે.
“ પુો ચ ” ઈત્યાદિ.
""
અન્વયા—(સમરેવ-ભ્રમણ્ય ) ઉપકારી અને અપકારીમાં સમભાવ ધારણ કરવાવાળા મામુળી–મહામુનિઃ ઉગ્ર તપસ્યા કરનાર શીલવાન મહામુનિ સમસદ્િ યંગમ ડાંસ, મચ્છર દ્વારા ઉપલક્ષણથી માકડ, જૂ, આદિ દ્વારા પણ પુો-વ્રુષ્ટ પિડીત હોવા છતાં “ સંામલીને-સ પ્રામશીર્ષે ” યુદ્ધની વચમાં (સૂત્તે સૂરઃ) પરાક્રમી ( નાન્તો વા—ના ) હાથીની માફક (વાં અમિì-પર મિયાત્) શત્રુને–રાગ દ્વેષ રૂપ ભાવશત્રુને પરાસ્ત કરે. એના ભાવ આ છે. જેમ પરાક્રમી હાથી ખાણાના આઘાતથી વ્યથિત હાવા છતાં પણ રણમાં શત્રુઓને હરાવે છે તેવી રીતે સાધુ પશુ હાંસ, મચ્છર આદિ દ્વારા પીડિત હોવા છતાં પણુ કષાયરૂપી શત્રુને પરાસ્ત કરે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૧૧