________________
બુદ્ધોપધાતી ન બનને કે વિષયમેં વીર્ષોલ્લાસાચાર્ય કા દ્રષ્ટાંત
બુદ્ધોપઘાતિ ન થવું જોઈએ, એવું જે કહેવામાં આવે છે એને દષ્ટાં તથી સ્પષ્ટ કરવામાં આવે છે –
અંગ દેશમાં ચંપાપુરી નામની નગરી હતી, તેમાં ગણીગુણોથી યુક્ત એક વિલ્લાસ નામના આચાર્ય પોતાના સુદ્રમતિ નામના શિષ્ય સાથે સ્થિર વાસ રહેતા હતા. ખૂબ વૃદ્ધ થઈ જવાના કારણે હલન ચલન આદિ ક્રિયાઓ તેઓ કરી શકતા નહીં. શરીરનું તેમજ જાગનું બળ પણ ક્ષિણ થઈ ગયું હતું. “હું એકજ શિષ્ય કરીશ” એવી તેમની પ્રતિજ્ઞા હતી એ અનુસાર તેમણે એક જ શિષ્ય કરેલ હતું. જેનું નામ શુદ્રમતિ હતું તે શિષ્યની સાથે તે ચંપાપુરીમાં રહેતા હતા. શિષ્ય પણ પિતાના ગુરુમહારાજની ગ્ય રીતે ચાકરી બરદાસ કરતે હતે. વૈયાવૃત્ય કરવું એ એક તપ છે. તેના પ્રભાવથી પ્રાણી સંસાર સમુદ્રથી વાર થાય છે. જન્મ મરણ અને જરાથી વિમુક્ત થઈ જાય છે. આઠ કર્મોને વિનાશ પણ આ વૈયાવૃત્યના બળ ઉપર પ્રાણી પુરી દે છે. તેનાથી તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન પણ કરે છે. શિષ્ય ગુરુ કર્મી હતું. આ માટે વૈયાવૃત્ય કરવા છતાં પણ એને બોધને લાભ દુર્લભ થતું હતું. એક દિવસ શિષ્ય વિચાર કર્યો કે, હું કયાં સુધી આમની સેવા ચાકરી કરતે રહીશ. આ તો બીસ્કુલ સ્થવિર બની ગયા છે. એમનામાં એટલી પણ શકિત હવે રહી નથી કે એક સ્થળ ઉપરથી બીજા સ્થળે જરા પણ હાલી ચાલી શકે. આ પ્રકારનો વિચાર કરી તેણે એવા કામને પ્રારંભ કર્યો કે, શ્રાવકેથી આચાર્યની અવસ્થા અનુરૂપ જે સ્નિગ્ધ, મધુર, મનેશ, સુરસ ચાર પ્રકારને આહાર તેને ભિક્ષામાં મળતા તે સ્વયં ખાઈ જતા અને ગુરુ મહારાજને અન્ત, પ્રાન્ત, રૂક્ષ, શુષ્ક અને કુપથ્થરૂપ આહાર લાવી આપતે. ગુરુ મહારાજના પૂછવાથી તે કહે કે, મહારાજ હું એમાં શું કરું અહીંના શ્રાવકે આપની આવી અવસ્થા જોઈને અસંતુષ્ટ બની ગયા છે. આ માટે તેઓ પોતાના ઘરમાં હોવા છતાં પણ યોગ્ય આહાર આપવા ઈચ્છતા નથી. જ્યારે શ્રાવક તેને પૂછતા તે કહે કે, મારા આચાર્ય મહારાજ હવે બીલકુલ શિથીલ શરીરના બની ગયા છે. આ માટે તેમને હવે પિતાના શરીરમાં કઈ મમત્વ પરિણતી રહી નથી. તેમને જે આહાર મળી જાય છે તે તે યે છે. તે નથી ચાહતા કે મારું આ શરીર હવે વધુ વખત ટકયું રહે. આ માટે પ્રણત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૮૯