________________
જ-જન્તુ વિચરણ કરે.
ભાવાર્થ-વિશિષ્ટ તપસ્યાઓનું અનુષ્ઠાન કરતાં કરતાં જેનાં શારીરિક અવયવ કાકની જેઘાના પર્વ સમાન વચમાં પાતળા તથા અંતમાં સ્થૂળ થઈ ગયેલ હોય અને તેનાથી જેનું શરીર અત્યંત કૃશ થઈ ગયેલ હોય તથા શરીરમાં કૃષતા આવી જવાના કારણે જેના શરીરની નાડીઓ સ્પષ્ટ દેખાઈ આવે છે, એવા સાધુ એટલો જ આહાર ગ્રહણ કરે છે, જેનાથી સંયમ માર્ગને નિર્વાહ થઈ શકે. રસ સ્વાદના લેભથી અધિક આહાર ન લે. તથા જે સમય તપસ્યાનું પારણું કરવાનો સમય આવે તે વખતે કદાચ આહાર ન મળી શકે તે પણ ચિત્તમાં કઈ પણ પ્રકારને વિષાદ ન કરે અને સંયમ માર્ગમાં સદા સાવધાન બની રહેવાની ચેષ્ટા કરતા રહે. કાકની જંઘાનું પર્વ વચમાં પાતળું અને છેડે ધૂળ હોય છે, તપસ્યા કરતાં કરતાં સાધુની જંઘા આદિ અંગ આ પ્રકારનાં થઈ જાય છે,
સુધા પરિષહને જીતવાની ઉપર દૃષ્ટાંત આ પ્રકારે છે–
ઉજજેની નગરીમાં ગજમિત્ર નામને એક શેઠ રહેતું હતું. તેને એક પુત્ર હતું તેનું નામ દઢવીત્યું હતું. એક સમયની વાત છે કે, શેઠની પત્નીનો દેહાંત થઈ ગયે તેથી શેઠને સંસાર શરીર અને ભેગોથી વિરકિત આવી ગઈ અને પિતાના પુત્રની સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી લીધી. સાધુ ચર્યાની વિધી અનુસાર શિષ્ય તેઓ વિહાર કરવા લાગ્યા. તેઓ જનતાને ધર્મને ઉપદેશ આપતાં આપતાં સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા ગ્રામનું ગ્રામ વિચારવા લાગ્યા. એક સમયની વાત છે કે વિહારમાં એ મુનિરાજ માર્ગ ભૂલી ગયા અને ભયંકર જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં પહોંચતાં તેમણે એવું જોયું કેજ્યાં ત્યાં મૃગોનાં ટેળાં દેડી રહ્યાં છે, કયાંક શિયાળયાં લાળી કરી રહ્યાં છે, વાઘ ઘુમી રહ્યા છે, સિંહ ગજી રહ્યા છે, ક્યાંક સિંહગર્જનના ભયથી ત્રાસીને હાથી ચિત્કાર કરતાં અહિં તહિં નાસભાગ કરી રહ્યા છે, ક્યાંક વિષમ વિષધરે પિતાની ફેશેને ઉંચી કરીને બેઠા છે, કયાંક જંગલી ભેંસે કે જેનાં શરીર એકદમ કાળાં છે અને જેનાં શીંગ લાંબાં છે અને શરીર જેનાં અલમસ્ત છે તે જળથી ભરેલા ખાડાઓમાં જેમાં કાદવ ભરેલ છે તેમાં આળોટી પિતાના શરીરને કીચડથી ખરડાવી રહેલ છે, આવી રીતે ડકરનાં જુથે પણ અહિં તહિં ભાગતાં નજરે પડે છે, ક્યાંક ક્યાંક વાનર અને રીંછ કુદાકુદ કરતાં દેખાય છે. એ જંગલ ચારે તરફથી મોટાં વૃક્ષે અને તેની ડાળી તથા અન્ય વેલા પાનથી છવાઈ રહેલ છે, કોઈ વૃક્ષનાં ઝુંડ એવાં અરસપરસ મળી ગયાં દેખાય છે કે જાણે તેની નીચે મકાન જેવું બની ગયેલ છે, કેઈ સ્થળે કાંટાવાળાં વૃક્ષેથી તેના કાટા જમીન ઉપર જ્યાં ત્યાં પડયા છે, વેલા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૯૯