Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુનિનાં વચન સાંભળીને ધનપ્રિયમુનિયે પાણી પીવાની જરા પણ ઈચ્છા ન કરી આ પરિસ્થિતિને જોઈ ઘનમિત્રમુનિએ વિચાર કર્યો કે, આ મારી સામે પાણી પીશે નહીં માટે અહીંથી ચાલવું જોઈએ જેથી તેઓ સુકા માગેથી નદીને પાર કરીને આગળ ચાલ્યા. આ પછી ધનપ્રિયમુનિએ જળપાન કરવા માટે નદીમાં પ્રવેશ કર્યો અને હાથમાં પાણી લઈ દયા ભાવથી વિચારવા લાગ્યા કે, આ અકલ્પનીય સચિત્ત પાણી હું કેવી રીતે પીઉં કેમકે કહ્યું છે કે –
एगमि उदगबिंदुम्मि, जे जीवा जिणवरेहि पन्नत्ता ।
ते सरिसव परिमित्ता, जम्बुद्दिवे न मायन्ति ॥१॥ જળના એક ટીપામાં જેટલા જીવ જીનેન્દ્ર ભગવાને બતાવ્યા છે તે કદાચ સરસવના આકારને ધારણ કરીયે તે આ જમ્બુદ્વિપમાં સમાઈ ન શકે. ઇલ
जत्थजलं तत्थ वणं, जत्थ वणं तत्थ णिच्छिओ तेउ।
तेउ वाउसहगओ, तसाय पच्चक्खया चेव ॥२॥ જ્યાં જળ છે ત્યાં વનસ્પતિનું દેવું નિશ્ચિત છે, જ્યાં વનસ્પતિ છે ત્યાં તેજ અગ્નિ નિશ્ચિત છે. જ્યાં તેજ છે. ત્યાં વાયુ નિશ્ચિત છે. ત્રસકાય તે પ્રત્યક્ષ છે જ રા
हंतूण परप्पाणे, अप्पाणं जो करेइ सप्पाणं ।
अप्पाणं दिवसाणं, कए य नासेइ सप्पाणं ॥३॥ જે બીજા જીના પ્રાણની વિરાધના કરીને થોડા દિવસો માટે પોતે પોતાની જાતને સબળ બનાવવાની ચેષ્ટા કરે છે તે પિતે પિતાની જાતને વિનાશ કરે છે ?
આ પ્રકારને વિચાર કરી ધનપ્રિય નામના નાના મુનિયે એ વિચાર કર્યો કે, આ સંસારમાં જીવોને એક તે સંયમની પ્રાપ્તિ થવી દુર્લભ છે અને તેની અપેક્ષા સંયમની રક્ષા મહાન દુર્લભ છે. હું કાચું પાણી પીઉં તે અપકાયની વિરાધના થાય છે, અપૂકાયની વિરાધનામાં પકાયની વિરાધના અવશ્ય બને છે. ષકાયની વિરાધનાથી સંયમની રક્ષા થતી નથી. જ્યાં સંયમની રક્ષા નથી ત્યાં સમસ્ત મહાવ્રતને ભંગ છે. તેના ભંગથી સંસાર પરિભ્રમણ અવશ્ય થાય છે. માટે હું તે આ જળને પીઈશ નહીં. આ પ્રકારને નિશ્ચય કરી લઘુ મુનિયે ખૂબજ યતનાથી ઓબામાં લીધેલ પાણીને તે નદીમાં છોડી દીધું. આ સમયે તેની ઉંમર કાંઈ મોટી ન હતી પરંતુ ધૈર્યની માત્રા હદયમાં વધેલી હતી. આ કારણે આગળ કહેવામાં આવ્યા પ્રમાણે સુકા માગથી નદીને પાર કરી સામા કાંઠે પહોંચી ગયા, પરંતુ તરસ એટલા જોરથી લાગી હતી કે આને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૦૪