Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લઈ તે આગળ માર્ગે ચાલી શક્યા નહીં અને ત્યાં જ પડી ગયા. તરસથી વિવશ બનવા છતાં પણ તેની મતિ ધર્મમાં નિશ્ચલ બની રહી. પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરીને તેમણે સમાધી ભાવથી કાળધર્મ પ્રાપ્ત કર્યો. તરસના પરીષહને સહન કરવાના પ્રભાવથી તે પ્રથમ કલ્પમાં વૈમાનિક દેવ થયા. અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવને જાણીને તે લઘુમુનિના જીવ દેવે સમસ્ત મુનિના અનુગ્રહ માટે પિતાની વૈકિયિક શક્તિથી માર્ગમાં ગોકુળની રચના કરી. સપરિ. વાર મિત્રગુપ્તાચાર્ગે આગળ ગોકુળ જોયું અને ત્યાંથી શુદ્ધ છાશ આદિ લઈને પિતાની તરસને છિપાવી. અને આગળ વિહાર કરવા લાગ્યા. કેઈએ એ ન જાણ્યું કે આ બધી દેવકૃત માયા હતી. આથી દેવે પિતાને પરિચય નિમિત્ત એક સાધુને તેનું આસન ભુલાવી દીધું. જે મુનિ આસન ભુલી ગયા હતા તે મુનિ ત્યાં આસન લેવા માટે પાછા આવ્યા તે શું દેખે છે કે ત્યાં કેઈગોકુળ નથી. તે એજ વખતે પાછા ફર્યા અને પિતાના આચાર્યની પાસે આવીને કહ્યું કે, ત્યાં તે કઈ ગોકુળ નથી. સાધુઓએ જ્યારે આ વાત સાંભળી તે તેઓએ એવું નક્કી કર્યું કે, અવશ્ય આમાં કેઈ દેવની માયા હતી, સહુએ મળીને તેનું પ્રાયશ્ચિત્ત લીધું. કારણ કે, તે સહુએ ત્યાંથી છાસ આદિ વસ્તુ ગ્રહણ કરેલ હતી. બાદમાં દેવે આવીને પોતાના સંસાર અવસ્થાના પિતા ધનમિત્ર મુનીને છેડીને બાકીના સમસ્ત સાધુઓને વંદના કરી, આચાર્યો પૂછયું કે, ધનમિત્ર મનિને વંદના કેમ ન કરી? ત્યારે તે દેવે પહેલાને સમસ્ત વૃત્તાંત જે ધનમિત્ર:મુનિયે સચિત્ત પાણી પીવા માટે પિતાના શિષ્યને મુનિ અવસ્થામાં કહ્યું હતું તે આચાર્ય સમક્ષ કહી દીધું. આ કહીને તે પિતાના મુળધામ સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ પ્રકારે અ યમુનિયેએ પણ તૃષાપરીષહને વિજય કરવો જોઈએ. આપા
ભૂખ અને તરસ સહન કરનારા મુનિનું શરીર દુર્બળ બની જાય છે, અને દુર્બળ શરીરવાળાને ઠંડિથી બહુ પીડા થાય છે. આથી ત્રીજે ઠંડિના પરિષહને મુનિએ જીત જોઈએ. એવી વાત સૂત્રકાર નીચેની ગાથાથી પ્રગટ કરે છે.
શીત પરીષહ જય કા વર્ણન ઔર ઉસ વિષયમેં મુનિચતુષ્ટયકા દ્રષ્ટાંત
જરંતં વિચં ઈત્યાદિ.
અન્વયાર્થ–પંત વિરચં-વાં વિરd મેક્ષમાં અથવા એક ગામથી બીજા ગામે વિહાર કરવાવાળા તથા સાવદ્ય વેગથી વિરક્ત અને સ્કૂદું-ક્ષમ્ સ્નિગ્ધાહાર તિલમન આદિના ત્યાગથી ધૂસર શરીરવાળા એવા મુનિને થા શીતકાળમાં લીચં કુલ-શીત વૃત્તિ શીતકાળ પીડિત કરે છે. તે સમયે તે મુનિ -હજુ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૦૫