________________
ચારે પુત્રોએ ભદ્રગુપ્ત આચાર્ય પાસેથી ધર્મનું શ્રવણ કરી મુનિદીક્ષા ધારણ કરી. શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કર્યું. એક સમયની વાત છે, તેઓએ એકાઠિત્વ વિહાર નામની ભિક્ષુ પ્રતિમા સ્વીકારી. આથી તેઓ ચારે એકાકી બનીને વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં કેઈ સમયે રાજગ્રહ નગર સમીપ રહેલી ભારગિરીની તળેટીમાં વસેલી એક વસ્તીમાં આવ્યા અને ત્યાં યથાકલ્પ અવગ્રહ આજ્ઞા લઈને ઉતર્યા સંયમ અને તપથી આત્માને ભાવતા વિચારવા લાગ્યા. આ સમયે હેમન્ત તુ હતી. તુષાર હિમનાં નાનાં નાનાં કણથી આ સમયે મનુષ્ય અધિક કષ્ટ પામે છે. વનસ્પતિઓ હિમ કણોના પડવાથી બળી જાય છે, પશુ પક્ષીઓ લાકડાં જેવા જડ થઈ જાય છે. મતલબ એ કે, આ ઋતુમાં ઠંડીની અધિકતાથી દરેક પ્રાણીને વધુ કષ્ટને અનુભવ થાય છે. એવા સમયમાં એ ચારેય મુનિ દિવસના ત્રીજા ભાગમાં ભિક્ષાચર્યા માટે રાજગ્રહ નગરમાં આવ્યાં. ત્યાંથી મળેલ એષણીય આહાર કરીને તે સઘળા ફરી પાછા એક પછી એક વિભારગિરીની સમીપ જ્યાં તેઓ ઉતર્યા હતા ત્યાં પહોંચવા માટે ચાલી નીકળ્યા. તેમાંથી કુબેરસેન મુનિને માર્ગમાંજ રાત્રિ પડી જવાથી વૈભારગિરીની કંદરાની પાસે રેકાઈ ગયા. બીજા કુબેર મિત્ર મુનિ રાત્રિ થવાથી બગીચામાં રેકાઈ ગયા, એવી જ રીતે ત્રીજા કુબેરવલ્લભ મુનિ બગીચાની પાસે રેકાઈ ગયા, ચેથા કુબેરપ્રિયમુનિ રાત્રિ થઈ જવાથી રાજગ્રહ નગરની પાસે જ રોકાઈ ગયા વૈભારગિરિકંદરાના મુખ્ય દ્વાર પાસે કાઈ ગયેલા, મુનિરાજે ઠંડીના સંપર્કથી અત્યંત શીતળ પર્વતીય વાયુના વેગથી કંપત શરીર હોવા છતાં પણ પોતાના મનને મેરૂ સમાન અડગ રાખી ઠંડીની પ્રબળતાને સામનો કર્યો. જેમ જેમ ઠંડીની અધિકતા વધતી ગઈ તે તે રૂપથી તેમનું આત્મ બળ પણ અધિક રૂપથી વિકસતું જતું હતું. જે રીતે કોઈ ઉત્તમ વીર રણાંગણમાં વૈરીને સામને કરે છે તેવા પ્રકારે મુનિ પણ ઠંડીને એવી જ રીતે સામને કરી રહ્યા હતા. સદભાવનામાં જરા પણ શિથીલતા તેમણે આવવા ન દીધી. સામને કરતાં કરતાં તે મુનિ સમાધિ ભાવથી કાળ ધર્મ પામ્યા.
જે સુનિ બગીચામાં રહ્યા હતા. તેમને ઠંડીની વેદના બીજા પ્રહરમાં થઈ. જે પ્રકારે પ્રથમ મુનિરાજે ઠંડીની વેદના સહન કરવામાં અડગતા ધારણ કરી તેવી જ રીતે આમણે પણ અડગતા દાખવી અને છેવટે સમાધીભાવથી કાળધર્મ પામ્યા.
જે મુનિરાજ બગીચાની બહાર રોકાયા હતા તેમને ઠંડીની વેદના રાત્રીના ત્રીજા પહેરમાં થવા લાગી અને નગરની પાસે રોકાયેલા મુનિરાજને ઠંડીની વેદના ચેથા પહેરે સતાવવા લાગી. આ પ્રકારે આ બને મુનિરાજ પણ ઠંડીના પરીષહને જીતતાં જીતતાં સમાધી ભાવથી અંતે કાળધમને પામ્યા. આ રીતે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૦૭