Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એથી આ બધાં વૃક્ષો એકરૂપ બની ગયાં દેખાય છે, આ પ્રકારે તે જંગલ અનેક હિંસક જીવથી પરિપૂર્ણ હતું, માણસો માટે દરેક રીતે ભયકારક હતું, જમીન ઉપર ઉગેલાં ઘાસ વગેરેને કારણે કેઈ સરળ માર્ગ દેખાતું નથી, ભૂમિ ઉંચીનીચી અને કાંટાથી ભરેલી હતી.
આ જંગલમાં ચાલતાં ચાલતાં ગજમિત્ર મુનિરાજના પગમાં ઘણી વેદના ઉપજાવે તેવા કાંટા લાગવા લાગ્યા આથી તેના પગનાં તળીયાં કાંટાથી વિધાઈ ગયાં જેથી તે આગળ વિહાર કરી શકયાં નહીં તેમણે તે સમયે પોતાની બાકી રહેલ આયુ ઘણી ટુંકી જાણીને ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાના ભાવથી પોતાના શિષ્યને કહ્યું, તમે અહિંથી કઈ અન્ય સ્થળે વિહાર કરે, આ સ્થળે મારી સાથે રહેવાથી તમારે ભૂખને તીવ્ર પરિષહ સહન કરવું પડશે, ગુરુની આ વાતને સાંભળીને શિષ્ય કહ્યું-ભદન્ત! જે પ્રકારે છાયા વૃક્ષને છેડતી નથી તેવી રીતે હું પણ આપના ચરણ કમળને છોડીને અન્યત્ર જઈ શકતો નથી, શિષ્યની આ પ્રકારની વાત સાંભળીને ગુરુ મહારાજે ચાર પ્રકારના આહા રને ત્યાગ કરી દીધું. શિષ્ય આ પરિસ્થિતિમાં પિતાના ગુરુ મહારાજની સેવા કરવાનો પ્રારંભ કર્યો. તે જગલમાં જે કે, અનેક પ્રકારનાં સુંદર અને સ્વાદિષ્ટ એવાં ફળ હતાં તો પણ તેને તેડવાને શિષ્ય સ્વપ્નામાં પણ વિચાર ન કર્યો. વૃક્ષની નીચે તૂટીને પડેલાં જે ફળ દેખાતાં તેને પણ સચિત્ત માનીને ગ્રહણ કર્યા નહીં તથા કેઈ કેઈ ફળ અચિત્ત હોવા છતાં આપનારના અભાવથી તે અદત્ત હોવાથી લીધાં નહીં. શિષ્ય આહાર માટે જતો અને છેડે દૂર જઈ ત્યાંથી પાછા ફરી આવતો કેમકે, એક તે ત્યાં વસ્તી હતી નહીં. માટે ત્યાં આહારને કેઈ જેગ મળતું ન હતું, બીજું માગ અત્યંત દુગમ હેવાથી તે રસ્તે કઈ પણ વટેમાર્ગ આવતે જ ન હતું. પરંતુ શિષ્ય અનન્ય ભાવથી ગુરુની સેવા કરતું હતું. ભૂખ એક એવી વસ્તુ છે કે જે આત્માની અંદરના ભાગમાં પ્રવેશ કરીને પિતાનો પ્રબળ પ્રભાવ બતાવે છે. કહ્યું પણ છે–
આ ભૂખ રૂપનો નાશ કરે છે, સ્મૃતિને વંસ કરે છે, પાંચ ઈન્દ્રિયની શક્તિઓને ક્ષિણ બનાવી દે છે, આંખ, કાન અને કપાળમાં દિનતાની નિશાની જગાડે છે. કલેશના પરિણામેને જાગ્રત કરે છે, બંધુઓનો વિયેગ કરાવે છે, વિદેશમાં વાસ કરાવે છે, પૈર્યને જડમુળથી ઉખેડી નાખે છે, છેલ્લે છેલ્લે આ ભૂખ પ્રાણીઓના પ્રાણનું પણ હરણ કરે છે. જે ૧છે
ફરી પણ કહ્યું છે ભૂખથી પીડાતા પ્રાણીમાં વિવેક, લજા, દયા, ધર્મ વિદ્યા, સ્નેહ, સૌમ્યતા, બળ, આદિ સઘળા સદ્દગુણે નાશ પામે છે. જે ૨ | મુનિ દઢવીર્ય શિષ્યના આત્માના ઉંડાણમાં છે કે, ભૂખની તીવ્ર વેદના થઈ હતી તે પણ કઈ વખત કાયર ન બને. પિતાના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧OO