Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માર્મિક ભાષણ બોલનેકા નિષેધ ઔર ધનગુપ્ત શ્રેષ્ટિ કા દ્રષ્ટાંત
જેનાથી બીજાના મર્મનું ઉદ્દઘાટન થાય એવાં વચન પણ ન બોલવાં જોઈએ જે મર્મોદ્ધાટક વચન હોય છે, તે જેમ બાણ હૃદયમાં આઘાત પહોંચાડે છે એજ રીતે આઘાત પહોંચાડે છે. વજના આઘાતથી જે રીતે મૂછી આવી જાય છે, એ જ રીતે આવા વચનથી પણ પ્રાણી મૂચ્છિત થઈ જાય છે. આવાં વચને હંમેશાં પ્રેશરૂપી અગ્નિને પ્રગટ કરતાં રહે છે અને શોક પરંપરાને ઉત્તેજન કરનાર નિવડે છે. આના સદુભાવમાં ચારિત્રને સર્વથા વિનાશ થત રહે છે. ગુણ સમૂહને સંહાર કરીને એ વચને પ્રાણીને નરક અને નિદાદિ કના દુઃખરૂપી ખાડામાં પાડે છે. જેમ તીક્ષણ ધારવાળી તરવાર હરએક વસ્તુનું છેદન ભેદન કરે છે એજ રીતે માર્મિક વચન પણ પ્રાણુના મર્મસ્થાનનું છેદન ભેદન કરે છે.
આ વિષયમાં આ પ્રકારનું દૃષ્ટાંત છે. –
કઈ એક ધનગુપ્ત નામે શેઠ હતા, એણે એક દિવસ પોતાની સ્ત્રીને કહ્યું કે, હે પ્રિયે ! હું ધન કમાવા માટે પરદેશ જવા ઈચ્છું છું. સાંભળીને તેણે કહ્યું, કે હે નાથ! આપ મને પણ સાથે લેતા જાવ, સ્ત્રીની વાત સાંભળી ધનગુપ્ત શેઠે તેને પિતાની સાથે ચાલવાની અનુમતિ આપી. ધનગુપ્ત સ્ત્રીને સાથે લઈ પરદેશ જવા નીકળ્યા ચાલતાં ચાલતાં માગમાં તેના સસરાનું ગામ આવ્યું. તે ત્યાં ગામ બહાર એક કુવા પાસે આરામ કરવા રોકાયા. એ સમયે તેની સ્ત્રીએ વિચાર કર્યો કે, “શેઠ પરદેશ જાય છે અને હું પણ તેમની સાથે જાઉં છું પરદેશમાં અનેક પ્રકારના દુખે પ્રાણીયોએ સહન કરવો પડે છે, હું એ દુખને કેમ કરીને સહન કરી શકીશ ” એ વિચાર કરી તેણે પોતાના પતિ ધનગુપ્તને કહ્યું કે, હે પ્રાણનાથ ! મને અત્યારે ખૂબ જ તરસ લાગી છે, પતિ પાણી લેવા માટે જ્યાં કુવા પર પહોંચ્યા, અને પાણી ભરવા લાગ્યા કે એટલામાં તેની સ્ત્રીએ પાછળથી આવીને તેને ધક્કો મારી કુવામાં હડસેલી દીધો. આ પછી તે પિતાના પિયર પહોંચી અને ત્યાં જઈ કહેવા લાગી કે, હે પિતા ! તમારા જમાઈ કહ્યા વગર કોણ જાણે કેમ ઘેરથી ચાલ્યા ગયા છે, મેં ઘણી તપાસ કરાવી છતાં હજુ સુધી તેની કેઈ ભાળ મળી નથી. માટે હું તમારી પાસે આવી છું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
७४