Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુણાના સ્થાનભૂત, તત્ તે ગુરુ કે જે એનાં અનુશાસના રૂપ વચન મૂઢાળ વેર -મૂઢાનાં ઘર મવતિ અવિનીત શિષ્ય માટે છેષ જનક બને છે. કહ્યું પણ છે કે
सब्दोधं विदधाति हन्तिकुमति, मिथ्याद्रशं बाधते । धत्ते धर्ममति तनोति परमे संवेगनिवेदने ॥ रागादिन विनिहन्ति नीतिममलां पुष्णाति हन्त्युत्पथं ।
यद्वा किं न करोति सद्गुरुमुखादभ्युद्गता भारती ॥१॥ સદ્ગુરુના મુખથી નીકળેલી વાણી પ્રશસ્ત બેધની સામ્યજ્ઞાનની જનક હેય છે, કુમતિની વિદારક હોય છે, મિથ્યાત્વરૂપી દષ્ટિની વિધ્વંસક હોય છે, ધર્મમાં મતિ ઉત્પન કરવાવાળી હોય છે, સવેગ અને નિર્વેગ ગુણને ઉત્કર્ષક કરવાવાળી હોય છે, રાગાદિકને વિનાશ કરનારી હોય છે, નિર્મળ નિતીની પિષક હોય છે. કુમાર્ગની વિદ્રાવક હોય છે, એવા અને બીજા ક્યા સદ્ગુણ બાકી રહે છે કે જે ગુરુદેવની વાણીથી અને પ્રાપ્ત ન થતા હોય છે ૨૯
હવે શિષ્ય માટે આસનની વિધિ કહે છે, જાણો-ઇત્યાદિ.
અન્વયાર્થ-શિષ્ય બકુત્તે-અનુજે દ્રવ્યની અપેક્ષા ગુરુમહારાજના આસનથી નીચા, ભાવની અપેક્ષા અલ્પમુલ્યવાળા, અપ–કરે તથા ચટચટ ઈત્યાદિ શબ્દથી હિત અથવા હલવાવાળા નહીં એવા જે થિ-સ્થિરે સ્થિર-ચારે પાયા જેના એક સરખા હોય તેવા, જાત-જાતને આસન-પીઠ ફલક પાટ પાટલા આદિ એના ઉપર વર્ષાકાળમાં વિટ્રિજ્ઞા-ઉતિર્ બેસે. શિષ્ય જે આસન ઉપર બેસે તે ગુરુના આસનથી નીચું હોવું જોઈએ, તથા હલે ચલે નહીં તેવું હોવું જોઈએ. શિષ્ય પિતાના આસન ઉપર સ્થિર થઈને બેસે, કારણ વગર ન ઉઠે, બળુકા-શોથી આ વાત આ પદ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ છે. ઉઠવાનું કામ જે પડે તે પણ જ્યારે ઉઠે ત્યારે જે કામ માટે ઉઠેલ હોય તેની સાથે બીજું પણ જે કામ કરવાનું હોય તે કરી લે. તથા અવગુણ-અવqાર તથા હાથ અને પગ તથા ભ્ર વગેરેનું અશિષ્ટ સંચાલન ન કરે. તાત્પર્ય એ છે કે, જે તે પાટ આદિ આસન ઉપર સ્થિર બેસે તે પણ એવી હાલતમાં જે પ્રકારથી સંસારી જન બેઠાં બેઠાં જ હાથ પગ વગેરે હલાવ્યાડોલાવ્યા કરે છે તે રીતે અશુભ ચેષ્ટાઓ કરવી જોઈએ. સૂત્રકારે “અનુદ્દે આ પદ દ્વારા વિનયગુણ પ્રદર્શન કરેલ છે. અને આ વિશેષણ દ્વારા દ્વિ ઈન્દ્રિયાદિ જીની યાતનાનું સૂચન કરેલ છે. થિરે આ પદ દ્વારા વાયુકાયની યત્નાનું સૂચન કરેલ છે. “અત્યાથી” એ પદ દ્વારા નિષદ્યા પરિષહના વિજ્યનું સૂચન કરેલ છે. નિથાથી એ પદ દ્વારા આત્યંતર વ્યુત્સર્ગ તપને તથા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧