Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કઈ અતિચાર લગાડી લે છે તે ગુરુ મહારાજ એને પૂછે છે કે, શું તને અતિચાર લાગે છે, ત્યારે શિષ્ય માયા કષાયનું અવલંબન કરી કહે છે કે મેં કઈ અતિચાર લગાડેલ નથી. આ પ્રકારનું એ શિષ્યનું કથન માયા કષાયની અપેક્ષા લોકેત્તર ભાવ મૃષાવાદ. (૩) જે વસ્ત્ર પાત્રાદિક અકલ્પનીય છે એમાં એ મારા માટે કપનીય છે એમ કહેવું તે લોક કષાયની અપેક્ષા લેકોત્તર મષાવાદ છે. અથવા-મૃષાવાદ એ અન્ય પ્રકારેથી પણ ચાર ભેદ વાળા છે. ૧ સદ્ભાવને પ્રતિષેધ, ૨ અસદ્ભાવનું ઉદ્દભાવન, ૩ અર્થાન્તર, ૪ ગહ. આત્મા નથી, પુણ્ય અને પાપ નથી, આ પ્રકારનું સાચા અર્થનું અપલાયક વચન સંભાવ પ્રતિષેધ મૃષાવાદ છે. ૧. આત્મા સર્વ વ્યાપક છે, અથવા સ્યામાક ચખાના જે આત્મા છે, આ પ્રકારનું અસત્ અર્થનું ઉદ્દભાવક વચન અસદ્દભાવનું ઉભાવ ન ૩૫ બીજું મૃષાવાદ છે. ૨. ગાયના વિષયમાં એવું કહેવું કે તે ઘડો છે. આ પ્રકારે અર્થાન્તરનું કથન વચન ત્રીજો અર્થાન્તર નામને મૃષાવાદ છે. ૩. ગહ ત્રણ પ્રકારની છે. સાવદ્ય વ્યાપાર પ્રવર્તિની, અપ્રિયા અને આક્રોશ રૂપા ક્ષેત્રને જોઈને ઈત્યાદિક સાવધ વ્યાપારમાં પ્રવર્તન કરાવનાર વચન ગહને પ્રથમ ભેદ છે. કાણાને કાણે કહે એ ગહને બીજો પ્રકાર છે “અરે કુલ્હાના પુત્ર ઈત્યાદિ વચન ગહને ત્રીજો પ્રકાર છે. કોધ, માન, માયા; લાભ, હાસ્ય, ભય, લજજા કીડા, રતિ, અરતિ, દાક્ષિણ્ય, માત્સર્ય અને વિષાદ આદિ નિમિત્તોને મૃષાવાદમાં મનુષ્યની પ્રવૃતિ થાય છે. જે સત્ય વચનથી બીજાઓને પીડા ઉપજે એવું સત્ય વચન પણ મૃષાવાદમાં અંતહિત જાણવું જોઈએ મૃષાવાદમાં એનેક દેષ છે. જેવી રીતે કહ્યું છે કે
“ધર્મદાનિવિશ્વાણો દાર્થથસતં તથા
असत्यभाषिणां निन्दा दुर्गतिश्चोपजायते ॥१॥" મૃષાવાદથી ધર્મની ક્ષતી થાય છે, લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે, દેહ અને ધનનો નાશ થાય છે, જે અસત્ય ભાષી હોય છે તેની અનેક પ્રકારથી આ લેકમાં નિંદા થાય છે, અને પરલોકમાં તેને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. અવધારણાત્મક નિશ્ચયકારી ભાષા બેલવી એ પણ એક અસત્યનો પ્રકાર છે. જેમ-જઈશજ, કરીશજ' અથવા–“જઈશ-કરીશ આ પ્રકારની ભાષા મૃષાવાદમાં એ માટે સમાય જાય કે,–
ગ્ર પરિચિંતિજ વન્ન પરિબામરૂ ના જેવા
विहिवसयाण जीयाणं मुहुत्तमेत्तं बहुविग्धं ॥ १ ॥ બલવાવાળે વિચારે છે કાંઈ અને બને છે કાંઈ, મનમાં અવધારીત વાતની પૂર્તિ થતી નથી કેમકે, કર્મવશ વર્તી છને એક ઘડીમાં પણ અનેક વિદન ઉત્પન્ન થાય છે. અથવા–“અવધારણ” શબ્દનો અર્થ અવ બધજનક પણ છે. અવ બધજનક ભાષા ૧ સત્યા, ૨ મૃષા, ૩ સત્યામૃષા અને ૪ અસત્યામૃષાના ભેદથી ચાર પ્રકારની છે. દેશકાળાદિકની અપેક્ષા જેમાં કોઈ પ્રકારને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
१७